અમદાવાદમાં વરસાદ । વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

અમદાવાદમાં આજે અચાનક વાતાવરણ બદલાયું હતું અને રાત્રીના ૯ વાગ્યા પછી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદમાં બે દિવસથી વાતાવરણ વાદળા છાયુ રહે છે અને બફારો પણ ખૂબ થતો હતો આ ઉપરાંત વરસાદ પડવાની આગાહી પણ હતી. ગુરૂવારે પણ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો અને આજે ફરી અમદાવાદમાં રાત્રીના ૯ વાગ્યા પછી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો છે. આટલા જ વરસાદમાં તો અમદાવાદના બોપલ વિસ્તારમાં લાઈટ પણ જતી રહી છે. આ વરસાદથી લોકો ખૂશ છે કેમ કે કેટલાંક દિવસથી અમદાવાદમાં ભારે બફારો હતો હવે તે બફારામાંથી લોકોને છુટકારો મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *