Site icon Gujjulogy.com

જીવનમાં અસંતોષ પણ જરૂરી છે વાંચો એક પ્રેરણાત્મક પ્રસંગ

 

 

નેવું ટકા અને અસંતોષ । સફળતા મળ્યા પછી સંતોષ જરૂરી છે, પણ પુરુષાર્થ વખતે અસંતોષ જરૂરી છે

બે વિદ્યાર્થીઓ હતા. એકનું નામ જીગર અને બીજાનું નામ ચિરાગ. બંને ભણવામાં ખૂબ જ હોંશિયાર. બંને બાર સાયન્સમાં હતા. ફાઈનલ પરિક્ષાને હજુ વાર હતી. સેકન્ડ સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આવી ગયું હતું. પરિણામ પણ સારુ આવ્યુ. જીગરના નેવું ટકા આવ્યા અને ચિરાગના ચોરાણું ટકા.

જીગરના પરિવારમાં આનંદ છવાઈ ગયો પણ ચિરાગના પરિવારમાં ખાસ આનંદ નહોતો. એક સાંજે જીગરના પિતા અને મમ્મી ચિરાગના ઘરે ગયા હતા. ચિરાગના પિતા મહેન્દ્રભાઈ અને મમ્મી કામીની બહેન ચિંતામાં હતા. ચિરાગના પિતા ભીખેશભાઈએ એમને ચિંતાનું કારણ પૂછ્યુ એટલે એમણે દીકરાના માર્કસની વાત કરતાં કહ્યુ, ‘અરે, જુઓને! ચિરાગને એકાણું ટકા જ આવ્યા. કમ સે કમ પંચાણું ટકા તો આવવા જ જોઈએ.’

ભીખેશ ભાઈ તરત બોલ્યા, ‘તમે લોકો તો યાર, ભારે લાલચું છો. છોકરો એકાણું ટકા લઈને આવ્યો એનો સંતોષ માનવાને બદલે પંચાણું ના લાવ્યો એનો અસંતોષ માનો છો. મને જુઓ, મારા ચિરાગને નેવું ટકા જ આવ્યા છે. પણ તો પણ હું ખૂશ જ છું.’

મહેન્દ્ર ભાઈ બોલ્યા, ‘ભીખેશભાઈ, કેટલીક બાબતમાં પ્રગતિ માટે અસંતોષ જરૂરી હોય છે. અમે લાલચું નથી. પણ હવેના ચાર ટકા માટે કેવી રીતે આયોજન પૂર્વક મહેનત કરાવવી એની ચિંતામાં છીએ.’

‘અરે, પણ આ તો છોકરા પર જબરદસ્તી કહેવાય.’

‘જરબદસ્તી જરાય નથી. એ પણ અમારી વાત સાથે સંમત છે. અમે એના પર જોરજુલમ નથી કરતાં. અમે તો બધા સાથે મળીને વધારે માર્ક્સનું આયોજન કરીએ છીએ.’

ભીખેશભાઈ એમના પર હસવા લાગ્યા, ‘તમે કરો તમારે જે કરવું હોય એ. મને તો મારા ચિરાગ પર ગર્વ છે. આજકાલ નેવું ટકા લાવવા એટલે શું વાત કહેવાય. મેં તો એને કહી દીધું છે કે બેટા, તે અમારું નામ રોશન કર્યુ છે. અમને તારા પર સંતોષ છે.’

***

ફાઈનલ પરીક્ષા પતિ ગઈ અને પરિણામ પણ આવી ગયું. જીગરને છન્નુ ટકા માર્કસ મળ્યા હતા અને ચિરાગ અઠ્યાસી ટકા લઈ આવ્યો હતો. એના કારણે જીગરને મેડિકલમાં એડમિશન મળી ગયું અને ચિરાગ રહી ગયો. એણે બી.એસ.સી કર્યુ અને જીગર ડોક્ટર બની ગયો.
એ પછી વરસો ભીખેશભાઈને ભાન થયું કે ક્યારેક અસંતોષ પણ જરૂરી હોય છે. એમણે ચિરાગના નેવું ટકાથી સંતોષ માની બેસી રહેવાના બદલે થોડી મહેનત કરી હોત તો આજે ચિરાગ પણ ડોક્ટર હોત.

સાર એ છે કે જીવનમાં જ્યારે મહેનત કરવાની હોય ત્યારે કદી પણ સંતોષ માનીને બેસી ના જાવ. કેટલીક સફળતા અસંતોષના કારણે જ મળતી હોય છે.

Exit mobile version