આફત એટલે શું? આફતનો ચહેરો જેટલો ભયાનક છે એટલી ભયાનક આફત નથી હોતી

 

 

આફત એટલે જીવનને તોડી દેતો રાક્ષસ, આફત એટલે જીવનને મરોડી દેતી ડાકણ. આફત એ કાળના એ ખુલેલા જડબાં છે જે આખે આખુ જીવન ભરખી જાય છે, આફત એ કાળી નજર છે જે તમને નીરખી જાય છે.

 

આફત એ છે જે ક્યારેક ભૂકંપરૂપે આવે છે, આફત એ છે જે ક્યારેક દરિયાના તોફાન રૂપે આવે છે અને આફત એ છે જે ક્યારેક વાવાઝોડા રૂપે આવે છે.

આફત દુષ્કાળ કરતાંયે વધારે મારક છે અને આફત પૂર કરતાંયે વધારે ઘાતક છે. આફત આત્મા પર પડતી વીજળી છે, આફત હૈયા પર ચાલતું ખંજર છે. આફત એ છે જે જિંદગીને અરધો અરધથી ચૂંટી લે છે અને આફત એ છે જે જીવતરને આખે આખું લૂંટી લે છે.

આફત મુશ્કેલી પણ છે અને આફત દુઃખોની થેલી પણ છે. આફત એ કાળનો કાળો કેર છે, આફત એ પરાણે ગળે ઉતારવું પડતું ઝેર છે. આફત એ છે જેને સુખ સાથે વેર છે. આફત રોગ છે, આફત ભોગ છે, આફત મૃત્યુ છે, આફત આત્મહત્યા છે અને આફત હત્યા પણ છે. આફત એટલે મુશ્કેલીના વિવિધ સ્વરૂપો, આફત એટલે દુઃખોના વિવિધ રૂપો અને આફત એટલે જીવન માથે પડતી ધૂપો.

આફત કદી માત્ર નુકસાન કારક જ નથી હોતી. આફત ક્યારેક છુપાયેલી ખૂશી પણ હોય છે તો ક્યારેક છુપાયેલી હસી પણ હોય છે. આફત મારે છે એ પણ છે અને ક્યારેક તારે છે એ પણ છે. આફત ક્યારેક સફળતાની સીડી પણ બને છે તો ક્યારેક સફળતાના શીખરથી પાડે પણ છે. આફત જો સારી હોય તો સુખી કરે અને ખરાબ હોય તો દુઃખી કરે.

આમ છતાં આફત એ આફત છે. આફત એ ભયનું બીજું નામ છે, આફત એ જીવનને કોરી ખાતી ઉધઈ છે.

 

 

આફતનો ચહેરો જેટલો ભયાનક છે એટલી ભયાનક આફત નથી હોતી

આફત કરતાં આફતનો ડર વધારે ધાતક હોય છે. આફતમાં વિનાશ વેરવાની જે શક્તિ હોય છે એના કરતાં એનો ચહેરો વધારે ભયાનક હોય છે. આફતનો ચહેરો એટલો બધો ડરામણો અને ખુંખાર હોય છે કે એને જાેઈને જ લોકો ફફડી જાય છે.

આફત આવવાની છે કે આવી છે, એ વિચારીને જ લોકો એવા ડરી જાય છે કે એનો મુકાબલો કરવાનો વિચાર જ નથી છોડી દે છે. આફતના ડરથી જ માણસ એની સામે ઝઝૂમવાના પ્રયત્નો છોડી દે છે. પરિણામ એ આવે છે કે આફતે એને ખતમ કરવા કંઈ કરવું જ નથી એના ડર માત્રથી માણસ પડી ભાંગે છે. જે કામ આફત નથી કરતી એ કામ માણસનો ડર કરતો હોય છે.

જાે માણસને ખ્યાલ હોય કે આફત કરતાં એનો ડર વધારે નુકસાનકારક છે તો માણસ એનો સામનો કરે અને જાે માણસ એનો સામનો કરે તો એને અનુભવ થાય કે આફત જેટલી દેખાય છે એટલી ભયાનક હોતી નથી. જાે સામનો કરવામાં આવે તો કોઈ પણ આફત પર વિજય મેળવી શકાય છે.

જ્યારે પણ આફત આવે ત્યારે એનાથી ડરવાને બદલે એની સામે ઝઝૂમો. કારણ કે નહીં ઝઝૂમો તો એનો ડર જ તમને ખતમ કરી નાંખશે.

આફતને તમારા પર હાવી ના થવા દો, તમે જ એના પર હાવી થઈ જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *