Site icon Gujjulogy.com

આ ગામમાં ૧૫૦ જાનૈયાઓમાં ૯૫ કોરોના પોકઝિટિવ અને કન્યાના પિતાનું કોરોનાથી અવસાન થયુ!

 

ગામના લોકોનું કહેવું છે કે લગનમાં ભીડ થતી હોવથી આ ગામની સ્થિતિ બગડી ગઈ છે. ગામના લોકોને લાગતું હતું કે કોરોના માત્ર શહેરમાં જ છે. પણ આ ઘટના બન્યા પછી ગામના લોકો વધારે સજાગ બન્યા છે.

કોરોના વાઈરસે આખી દુનિયાને ભયંકર રીતે બાનમાં લીધી છે. ભારતમાં પહેલી લહેર શહેર પૂરતી સિમિત રહી હતી પણ બીજી લહેરે ગામડાઓની સ્થિતિને પણ ખરાબ કરી દીધી છે. એક તો ગામડાઓમાં હેલ્થને લગતી યોગ્ય સુવિધાઓનો અભાવ છે અને એમાં પણ કોરોના હવે ગામડાઓની સરહદ વટાવીને ગ્રામજનો સુધી પહોંચી ગયો છે.

આવા સમયે મીડિયામાં રોજ કોઇને કોઇ કરૂણ ઘટના સામે આવી રહી છે. લોકો પણ પોતાની જવાબદારી સમજતા ના હોય તેમ કોરોનાથી બચવાના નિયમો પાળતા નથી. જેના કારણે કોરોના ખૂબ ફેલાય છે. આવામાં આજે રાજસ્થાનના ઝુઝનું જિલ્લાના સ્યાલૂ કલા ગામની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક લગન હતા. જેમાં ૧૫૦ લોકો હાજર હતા. હવે આ ૧૫૦ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો તેમાંથી ૯૫ લોકો કોરોના પોઝિટિવ આવ્યા. આટલું જ નહી દુલ્હનના પિતાનું પણ મૃત્યુ થયું. આ ઘટના પછી આખા ગામમાં અને આજુ બાજુના ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.

આજતકની વેબસાઈટના અહેવાલ પ્રમાણે ગામના સુરેન્દ્ર શેખાવત જણાવે છે કે જ્યારે આ લોકોની કોરોનાનો રીપોર્ટ કરાવવામા આવ્યો ત્યારે ખબર પડી કે ૯૫ લોકો પોઝિટિવ છે. ગામમાં ૨૫ એપ્રિલના રોજ ત્રણ લગન હતા અને આ દરમિયાન જ દુલ્હનના પિતાનું અવસાન થયું હતું. આ ઘટના પહેલા આ ગામના લોકો કોરોનાને માનતા જ ન હતા અને કોઇ પણ ચિંતા કે ડર વગર ફરતા હતા પણ હવે દરેકની અહીં તપાસ કરવામાં આવી રહી છે તો લોકોમાં ડરનો માહોલ છે અને તેઓ ઘરમા જ બેસી રહે છે.

ગામમાં સંપૂણ રીતે કર્ફ્યુ જેવો માહોલ છે. રસ્તાઓ ખાલી છે, બાળકો પણ ઘરની અંદર જ રહે છે. લોકો હવે માત્ર જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે છે. રાજસ્થાન સરકારે લગનમાં માત્ર ૧૧ લોકોને સામેલ કરવાની મંજૂરી આપી છે. નિયમ તોડનારને ૧ લાખનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે છતાં લોકો ડરતા ન હતા અને ડર્યા વગર અનેક સંખ્યામાં લગ્ન પ્રસંગમાં ભેગા થતા હતા. આનું હવે ગંભીર પરિણામ સામે આવ્યું છે અને લોકોને હવે ખબર પડી છે કે નિયમમાં રહેવું જ બધા માટે યોગ્ય સાબિત થશે.

ગામના લોકોનું કહેવું છે કે લગનમાં ભીડ થતી હોવથી આ ગામની સ્થિતિ બગડી ગઈ છે. ગામના લોકોને લાગતું હતું કે કોરોના માત્ર શહેરમાં જ છે. પણ આ ઘટના બન્યા પછી ગામના લોકો વધારે સજાગ બન્યા છે.

 

 

Exit mobile version