શું ઓલિમ્પિકમાં મેડલ ન મેળવી શકનાર ખેલાડીને સૉરી કહેવાની જરૂર છે? શું આ ખેલાડી પિત્ઝા ખાઈ શકે?

ટોક્યોમાં કોરોનાકાળના ડર વચ્ચે ઓલિમ્પિક ( Tokyo Olympics ) ની રમત શરૂ થઈ ગઈ છે. વેઈટલિંફટીંગમાં મીરાબાઈ ચાનુએ એક મેડલ પણ ભારતને અપાવ્યું છે

 

ટોક્યોમાં કોરોનાકાળના ડર વચ્ચે ઓલિમ્પિક્સ ( Tokyo Olympics ) ની રમત શરૂ થઈ ગઈ છે. વેઈટલિંફટીંગમાં મીરાબાઈ ચાનુએ એક મેડલ પણ ભારતને અપાવ્યું છે આ ઉપરાંત ભારતના અન્ય ઉત્સાહી ખેલાડીઓ મેડલ લાવવા, ભારતનું નામ રોશન કરવા મહેનત કરી રહ્યા છે આવામાં અત્યાર સુધીમાં આ ઓલિમ્પિકમાં જે ચર્ચા થઈ છે તે આપણે કરવી જોઇએ. આ સ્ટોરી ઘણું બધું કહી જાય છે. આ સ્ટોરી છે તલવારબાજ ભવાની દેવી ( Bhavani Devi, Indian sabre (fencer) ) અને મીરાબાઇ ચાનુ ( Mirabai Chanu )ની…તેઓ આજે ભારતના અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. આવો આ સ્ટોરી જાણીએ, સમજીએ…

ઓલિમ્પિક ( Tokyo Olympics ) માં તલવારબાજ (ફેન્સિંગ) ( Bhavani Devi, Indian sabre (fencer) ) માં પહેલી મેચ જીતનારી ભારતીય મહિલા ચેમ્પિયન એટલે ભવાની દેવી (( Bhavani Devi ) . અનેક અભાવોની વચ્ચે પણ વાંસની સ્ટીકથી પ્રેક્ટિસ કરી આ દિકરીએ આ સિદ્ધિ મેળવી છે. ટોક્યો ઓલિમ્પિક્માં તે બીજી મેચ હારી ગઈ છે અને તે બદલ તેણે ટ્વીટર પર માફી પણ માગી છે.

તે લખે છે કે

“આ દિવસ મારા માટે ખૂબ યાદગાર હતો. જે લાગણીશીલ રહ્યો. પહેલી મેચમાં નાદિયાને હરાવી ઓલિમ્પિક્સમાં આ રીતની મેચ જીતનારી પહેલી ભારતીય મહિલા બની. પણ બીજી મેચમાં દુનિયાની શ્રેષ્ઠ ખેલાડી સામે મારી હાર થઈ. મે કોશિશ કરી પણ હું જીતી ન શકી. અને આ માટે હું સૉરી કહું છું”

 

 

ભવાની દેવીના આ ટ્વીટ પછી દેશના દરેક નાગરિકે કહ્યું કે તમારે સૉરી કહેવાની કોઇ જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરથી લઈને સદગુરુ જગ્ગીવાસુદેવ, કૈલાશ ખેરે ભવાનીને ઇતિહાસ રચવા માટે અભિનંદન પાઠવ્યા અને એ પણ કહ્યું કે તમારે સૉરી બોલવાની કોઇ જરૂર નથી.

વાત સાચી પણ છે. આ ચેમ્પિયનને સૉરી કેહેવાની કોઇ જરૂર નથી. પણ માફી તો આપણે તેની માગવી જોઇએ? આપણે તો તેમે પ્રોત્સાહન આપવા તેની મેચ પણ જોતા નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપણને તેની હાર-જીતની ખબર મળે છે. આપણે તેને પ્રોત્સાહન સિવાય કઈ આપી શકીએ તેમ નથી અને આપણે તો તે પણ નથી આપ્યુ! તલવારબાજની રમતના નકશામાં ભારતને સ્થાન અપાવનાર આ ચેમ્પિયનને તેના ભવિષ્ય માટે શુભેચ્છા…

ભાવે, ફાવે ને શરીર શ્રમથી પચાવે એ બધું ખવાય.

આપણે કેટલા બધા મીથ ( ખોટી કલ્પનાઓ, માન્યતાઓ ) સાથે જીવીએ છીએ. આ ખવાય અને આ ન ખવાય એમ ધારી લીધેલા વિચાર સાથે આપણે આપણી તંદુરસ્તીને માપતા રહીએ છીએ. તમને ખબર છે પોતાના વજન કરતા ચાર ગણું વધારે વજન ઉંચકીને ઓલિમ્પિકમાં મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ ( Mirabai Chanu ) એ સૌથી પહેલા પેટભરીને પીત્ઝા ખાધો છે. કહેવાનો અર્થ એ જ છે કે ભાવે, ફાવે ને શરીર શ્રમથી પચાવે એ બધું ખવાય.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *