ભારતની સૌથી ભદ્દી ભાષા કઈ? ગૂગલ આનો જવાબ શોધવા નીકળ્યુ અને માફી માગવી પડી?

 

કન્નડ ભાષા । સ્વાભાવિક છે ભારતની ખરાબ ભાષા (Ugliest indian language) શોધવાનો વિચાર જ કઈ રીતે કરી શકાય? ભાષા કઈ રીતે ખરાબ હોય શકે?

કન્નડ ભાષા | ગૂગલ ( Google ) પર એક સર્વે કરવામાં આવ્યો કે ભારતની સૌથી ખરાબ ભાષા કઈ? સર્વે થકી આનો જવાબ કન્નડ ભાષા ( kannada language ) આવ્યો અને વિવાદ થઈ ગયો. સ્વાભાવિક છે ભારતની ખરાબ ભાષા (Ugliest indian language) શોધવાનો વિચાર જ કઈ રીતે કરી શકાય? ભાષા કઈ રીતે ખરાબ હોય શકે? આ સર્વેમાં જવાબ કોઇ પણ ભાષા આવી હોત તો વિવાદ તો થવાનો જ હતો. આવો વિચાર ગૂગલની કંપનીને કેમ આવે છે. આ પ્રશ્ન છે.

ઠીક છે હવે આ સર્વે છી ગૂગલ ( Google ) ને પછતાવાનો વારો આવ્યો છે. કર્ણાટકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારે પણ આ આક્રોશ પછી કંપનીને કાનૂની નોટિસ આપવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે લોકોની સાથે બધા જ રાજકીય પક્ષોએ આ બાબતે ગૂગલની નિંદા કરી છે. અને આ નિંદા અને આક્રોશ બાદ ગૂગલે આ કન્ટેન્ટ હટાવી લીધું છે. પણ દુઃખની વાત એ છે એ ગૂગલ પર તમે ભારતની સૌથી ભદ્દી ભાષા (Ugliest indian language) સર્ચ કરો તો કન્નડ ( kannada language ) જ દેખાય છે. આનું કારણ એ પણ છે કે આ સર્વેની જાણ થતા મીડિયાએ તેની નોંધ લીધી અને પોતાની વેબસાઈટ પર ugliest indian language કીવર્ડ સાથે ન્યુઝ પોસ્ટ કર્યા. હવે ugliest indian language સર્ચ કરો તો આ સમાચાર આવે છે અને કન્નડ ભાષાની જાણકારી આપતા આ સંદર્ભના ન્યુઝ પેજની અનેક લિંક આવે છે.

હવે કંપની કહી રહી છે કે અમે આ વાત ગૂગલ પરથી હટાવી લીધી છે અને આ બદલ માફી પણ માંગી છે. પણ પ્રશ્ન એ થાય કે આવો સર્વે કરવાની જરૂર શું પડી? ઇન્ટરનેટના યુજર્સને એન્ગેજ રાખવા ગૂગલ આવું કંઇકને કઈક કરતી હોય છે. લોકોને જોડાવા કંપનીઓ આવું કરતી હોય છે. ઉલ્લેખનીય વાત એ છે કે આવા સર્વેમાં આપણા જ લોકો ભાગ લઈ રહ્યા છે. આવા સર્વેનો કોઇ જવાબ ન આપવો જોઇએ. બાકી કંપની જે કરવાનું હતું એ કર્યુ અને તેનું કામ પણ થઈ ગયું છે. આનું નુકશાન થશે તો આપણી ભાષાને થવાનું છે.

જોકે હવે કર્ણાટક ( karnataka )ના કન્નડ, સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ કહ્યું છે કે આ સંદર્ભે ગૂગલને નોટિસ મોકલવામાં આવશે. મંત્રીએ ટિવટર (Twitter) પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કંપનીને કન્નડિગા લોકોની માફી માંગવાનું પણ કહ્યું છે. તેમણે લખ્યું કે કન્નડ ભાષા ( kannada language ) નો પોતાનો એક ઇતિહાસ છે અને તે ૨૫૦૦ વર્ષ જૂન ઇતિહાસ ધરાવે છે. ભાષા અમારા માટે ગૌરવની વાત છે. કન્નડને ખરાબ ભાષા કહેવી એટલે અમારા લોકોનું અપમાન છે. અમારી સુંદર ભાષાને ખરાબ કહેવા બદલ ગૂગલ ( Google ) વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ સંદર્ભે ગૂગલે ( Google ) કહ્યું છે કે જ્યારે આવા કોઇ મુદ્દા પર અમને માહિતગાર કરવામાં આવે છે તો અમે તરત સુધારાત્મક પગલા ભરીએ છીએ. આ માટે અમે પોતાના અલ્ગોરિધમને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. સ્વાભાવિક રીતે આમાં ગૂગલ ( Google ) નો કોઇ પોતાનો વિચાર કે મંતવ્ય નથી હોતા. આ બદલ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો અમે દિલગીર છીએ…

પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું કે શું ભાષાને ધ્યાનમાં રાખી ગૂગલ બેજવાબદાર વર્તન કરે છે? બેંગલુરૂના ભાજપના સાંસદ પીસી મોહન સહિત અનેક નેતાઓએ પણ આ સંદર્ભે ગૂગલની નિંદા કરી છે અને તેને માફી માંગવા કહ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *