વિચાર લોકોએ જ કરવાનો છે, કાગડા જેવા થવું છે કોયલ રાણી જેવા?

કાગડાનું ‘કા..કા..કા.’ અને કોયલનું ‘કુહુ.. કુહુ..’ વિચાર કરો, સરખા જ મુળાક્ષરવાળા અક્ષરો જુદી રીતે બોલવામાં આવે તો પણ કેટલો ફેર પડે છે.

 

 

કાગડો કા… કા… કા કરે છે.
જ્યારે
કોયલ કુહુ… કુહુ… કરે છે…

બંનેના ઉચ્ચારણમાં ‘ક’ જ છે. સરખા જ કક્કાનો સરખો જ અક્ષર છે. તેમ છતાં બંને એમની વાણી પરથી પરખાય છે.
કાગડાના ‘કા… કા…કા’ ઉચ્ચારણમાં નરી કર્કશતા વર્તાય છે. લોકના કાન અને મન બંને એના ઉચ્ચારણથી મુંઝારો અનુભવે છે. કોઈને એને સાંભળવાનું ગમતું નથી.

જ્યારે કોયલની વાણીમાં મધુરતા ટપકે છે. એકવાર કોયલનું મીઠું ‘કુહુ…કુહુ’ કાનમાં પ્રવેશે કે તરત જ મન અને તન બંને તરબરત થઈ જાય છે. લોકોના મનમાં આનંદ આનંદ વ્યાપી જાય છે.

વિચાર કરો, સરખા જ મુળાક્ષરવાળા અક્ષરો જુદી રીતે બોલવામાં આવે તો પણ કેટલો ફેર પડે છે. કાગડો એ જ અક્ષર કર્કશતાથી બોલે છે એટલે કડવો લાગે છે. કારણ કે એને શબ્દનો ઉપયોગ કરતાં નથી આવડતું. એને વાણીમાં મીઠાશ લાવતા નથી આવડતું. જ્યારે એ જ મુળાક્ષર કોયલરાણી બોલે ત્યારે એટલી બધી મીઠાશથી બોલે છે કે ચારે તરફ એની વાહ વાહી થઈ જાય છે.

વાણીની મીઠાશનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શબ્દો ભલે એકના એક વાપરવાના હોય પણ એને મીઠાશથી વાપરવા જોઈએ. પણ તેમ છાતાં આજકાલ મોટાભાગના લોકો મધુર બનવાને બદલે કઠોર બનવાનું વધારે પસંદ કરે છે. વાણીમાં મીઠાશ નથી લાવી શકતા. એના લીધે એવા લોકો સમગ્ર સમાજમાં અપ્રીય થઈ પડે છે. માટે વિચાર લોકોએ જ કરવાનો છે. એમણે કાગડા જેવા થવું છે કોયલરાણી જેવા?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *