કોરોનાની ચમત્કારી દવા | આ ગામમાં કોરોનાની ચમત્કારી દવા લેવા ૧૦ હજાર લોકો ભેગા થઈ ગયા

 

કોરોનાની ચમત્કારી દવા | કૃષ્ણપટ્ટનમ ગામમાં હાલ આ દવાને લેવા હજ્જારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેલા લોકોને આ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાને લઈને દેશ-વિદેશમાં અવનવા સમાચાર આવી રહ્યા છે. કોરોનાના કેસ પણ ભારતમાં વધી રહ્યા છે અને બીજી બાજુ દેશમાં વેક્સિનેશનનું કામ પણ ચાલુ છે. સ્થિતિ એવી છે કે કોરોના કેસ એક રાજ્યમાં ઘટે છે તો બીજા રાજ્યમાં કેસ વધી રહ્યા છે. આજે દેશમાં કોરોના કેસ સતત ૨.૫૦ લાખ કરતા વધારે આવી રહ્યા છે. આ આંક ૪ લાખ સુધી જઈ આવ્યો છે. હવે જ્યા આટલા બધા કોરોનાના કેસ આવતા હોય ત્યાં સ્વાભાવિક છે સરકાર દ્વારા કોરોનાથી લોકોને બચાવવા કડક નિયમો બનાવ્યા હોય, સરકારે બનાવ્યા પણ છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, હાથ વારંવાર ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે…લોકો આ બધુ કરી પણ રહ્યા છે પણ ક્યાંક આ પ્રોટોકોલ તૂટી પણ રહ્યો છે.

આ બધાની વચ્ચે કેટલાક ચમત્કારના દાવા પણ થઈ રહ્યા છે. અને જ્યારે લોકો કોરોના જેવી મહામારીનો સામનો કરી રહ્યા છે ત્યારે દવા અને દુઆ બન્ને કરવામાં માનતા હોય છે. જે કામે લાગી જાય એ બસ સારું થવું જોઇએ. આનાથી ઘણીવાર નુકશાન પણ થતું હોય છે.

આવામાં આંધ્રપ્રદેશના એક ગામમાંથી સમાચાર આવ્યા છે કે આ ગામમાં કોરોનાનો ઉપચાર કરી શકે તેવી આયુર્વેદીક દવા મળે છે. આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલ આ ગામમાં આયુર્વેદ દવાથી કોરોના મટાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે હાલ આ વિસ્તારમાં આ દવાની માંગ એટલી બધી વધી ગઈ છે કે આંધ્ર પ્રદેશની સરકારે આ દવાની તપાસ કરાવવાનો નિર્યણ કર્યો છે અને તેને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષડ (ICMR) માં તપાસ માટે મોકલવામાં આવશે.

 

આ આખી વાત એમ છે કે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલ કૃષ્ણપટ્ટનમ ગામમાં કોરોના સામે લડવા એક આયુર્વેદિક દવા આપવામાં આવી રહી છે. મીડિયા અહેવાલ પ્રમાણે આ ગામમાં આ દવાને ખરીદવા માટે ૧૦ હજાર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. આથી શુક્રવારે આંધ્ર પ્રદેશ સરકારે આ દવા કારગત છે કે કેમ તે જાણવા તેને ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષડ (ICMR) માં તપાસ માટે મોકલવાનો નિર્યણ પણ લીધો છે.

કૃષ્ણપટ્ટનમ ગામમાં હાલ આ દવાને લેવા હજ્જારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેલા લોકોને આ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચિંતાનો વિષય એ છે કે અહીં કોરોનાથી બચવા જે નિયમો બનાવાયા છે તેના પર જરા પણ અમલ થઈ રહ્યો નથી. હદ કરતા વધારે ભીડ અહીં થઈ જાય છે. અહીં આ દવાનું વિતરણ આયુર્વેદિક ચિકિત્સક બી. આનંદૈયા દ્વાર કરવામાં આવી રહ્યું છે. જે પહેલા આજ ગામના સરપંચ હતા અને હવે મંડલ પરિષદના સભ્ય બન્યા છે.

ઉલ્લેખનીય વાત એ છે કે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડૂએ પણ કેન્દ્રીય આયુષ મંત્રી કેરેન રિજિજૂ અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદના નિર્દેશક બલરામ ભાર્ગવને આ દવા પર અધ્યન કરાવા જણાવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડૂએ આ બાબતે ઝડપથી રીપોર્ટ માંગ્યો છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ પણ કોરોના સંદર્ભે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને તેમાં આ દવા બાબતે તેમણે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે આંધ્ર પ્રદેશ સરકારના કોવિડ – ૧૯ના વ્યવસ્થાપક રહેલા એક અધિકારીએ જણાવ્યું છે કે સરકારે આવા અંધવિશ્વાસને રોકવાની જરૂર છે, આ દંડનીય અપરાધ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *