કોરોનાને હરાવવા દુનિયાના વિજ્ઞાનીઓએ કેટલી રસી તૈયાર કરી છે? ખબર છે? વાંચો

 

કોરોનાને હરાવવા વિશ્વના દેશોએ આ વેક્સિન બનાવતી કંપનીઓને ૧૦ અબજ વેક્સિન ડોસ માટેનો ઓર્ડર પણ આપી દીધો છે…

 

 

જો કોરોના વાઈરસ માનવનિર્મિત હોય તો એવું કહેવાય કે વિજ્ઞાનના ખોટા ઉપયોગની ભેટ છે અને એવું પણ કહી શકાય કે કોરોનાવાઈસ અને વિજ્ઞાનના સદઉપયોગની ભેટ છે તેની વેક્સિન. આ વાઈરસ આજે ૧૪ મહિનાનો થયો છે અને તેના જન્મની સાથે તે વિજ્ઞાન સાથે જંગ લડી રહ્યો છે. કોરોના અને વિજ્ઞાનની આ લડાઈમાં જીત વિજ્ઞાનની થશે કેમ કે વિજ્ઞાને આ ૧૪ મહિનામાં (એપ્રિલ ૨૦૨૧ સુધીમાં) ૧૪ વેક્સિન બનાવી લીધી છે અને ૩૦૮ જેટલી વેક્સિન તો ટ્રાયલ ફેજમાં છે.

વિજ્ઞાનીઓ એ શોધેલી આ વેક્સિન કોરાના પર કારગત સાબિત પણ થઈ છે અને ઇઝરાયલ, બ્રિટન જેવા દેશ આ વેક્સિનની મદદથી કોરોના મુક્ત થવાની દિશામાં છે. મીડિયા અહેવાલ પણ કહી રહ્યા કે વિજ્ઞાને કોરોનાની દવા પણ શોધી લીધી છે. તેના પણ કરવા પડે એ પરીક્ષણમાંથી હાલ તે પસાર થઈ રહી છે.

નેશનલ હેલ્થ એજન્સીના રીપોર્ટ પ્રમાણે ૭ મે સુધીમાં ૭.૫ અબજ લોકોની આ દુનિયામાં ભારતના ૧૭ કરોડ સહિત ૧.૨૬ અબજ લોકોએ કોરોનાની રસી લીધી છે. વિશ્વના દેશોએ આ વેક્સિન બનાવતી કંપનીઓને ૧૦ અબજ વેક્સિન ડોસ માટેનો ઓર્ડર પણ આપી દીધો છે…
ટૂંકમાં કોરોના સામેની લડાઇમાં વિજ્ઞાન જ માનવને બચાવશે. એટલે જ દુનિયાભરમાં વેક્સિનેસનનું કામ એકદમ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૭ કરોડ લોકો રસી લઈ ચૂક્યા છે.

ભારતમાં પહેલા ૪૫ વર્ષથી મોટી ઉમરના લોકોને વેક્સિન આપવામાં આવી પણ કોરોનાની બીજી લહેર યુવાનોમાં પણ ઘાતક સાબિત થઈ એટલે હવે કેન્દ્ર સરકારે ૧૮થી મોટી ઉમરના લોકોને પણ રસી આપવાનો નિર્યણ કર્યો છે. જોકે આ સંખ્યા ખુબ વધારે હોવાથી વેક્સિનની અછત સર્જાઈ છે. આશા રાખીએ ટૂંક સમયમાં આ અછત દૂર થશે અને બધાને વેક્સિન મળી રહે…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *