ક્રિકેટ અને વાંસનું બેટ । ક્રિકેટમાં નહીં ચાલે વાંસનું બેટ, ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થાએ પાડી દીધી ચોખ્ખી ના

 

ક્રિકેટ અને વાંસનું બેટ । કેમ્બ્રિજ યૂનિવર્સિટીના એક સંશોધનમામ દાવો કરવામાં આવ્યો હતો કે વાંસના લાકડાનું બેટ બનાવવામાં આવે તો ક્રિકેટ જગતમાં એક નવી ક્રાંતિ આવી શેકે છે. આ બેટ તહેલકો મચાવી શકે છે.

 

ક્રિકેટ જગતમાં હાલ એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. હમણા જ બેટને લઈને એક નવું રીસર્ચ થતુ છે અને આ રીસર્ચના દમ પર દાવો કરવામાં આવ્યો છે કે જો ક્રિકેટ વાંસના બેટથી રમવામાં આવે તો બેટ્સમેન વધારે રન બનાવી શકે છે. ઇગ્લેન્ડની કેમ્બ્રિજ યૂનિવર્સિટીના એક સંશોધનમામ દાવો કરવામાં આવ્યો હતો કે વાંસના લાકડાનું બેટ બનાવવામાં આવે તો ક્રિકેટ જગતમાં એક નવી ક્રાંતિ આવી શેકે છે. આ બેટ તહેલકો મચાવી શકે છે. ઉપરાંત આ બેટ ખૂબ સસ્તુ પણ બનશે. પણ ઉલ્લેખનીય વાત એ છે કે ક્રિકેટના નિયમ બનાવતી સંસ્થા મેરિબલોન ક્રિકેટ ક્લ્બ (MCC) એ આ વિચારને ફગાવી દીધો છે.

એમસીસી – મેરિબલોન ક્રિકેટ ક્લ્બએ જણાવ્યું કે આ બાબતે સમિતિ આગામી બેઠકમાં ચર્ચા કરશે. ક્રિકેટના નિયમના માલિક એમસીસીએ કહ્યું કે ક્રિકેટને વધુ ટકાઉ રસપ્રસ બનાવવા માટે અંગ્રેજી વિલોનો ઉપયોગ કરવાના વિકલ્પ પર વિચાર કરવો જોઇએ. પરંતુ ક્રિકેટનું બેટ બનાવવા વાંસનો ઉપયોગ કરવો હોય તો હાલના કે ક્રિકેટના કાયદા છે તેમા એક ફેરબદલ કરવો પડે.

એમસીસી – મેરિબલોન ક્રિકેટ ક્લ્બએ જણાવ્યું કે ક્રિકેટ જગતનો વર્તમાનનો કાયદો ૫.૩.૨ એવું કહે છે કે બેટની બ્લેડના ભાગમાં સંપૂર્ણ રીતે લાકડું હોવું જોઇએ. હવે વાંસનું બેટ બનાવવું હોય તો આ કાયદો બદલવો પડે.

એમસીસીએ આગળ જણાવ્યું કે વાસ્તવમાં ક્રિકેટ આ ક્રિકેટ માટે એક પ્રાસંગિક વિષય છે અને આ વિકલ્પ પર પણ વિચાર કરવો જોઇએ. રીસર્ચ કરનારાઓનું માનવું છે કે આ શાનદાર વિકલ્પ છે ઓછો ખર્ચાળ છે. એમસીસી આગામી બેઠકમાં આ બાબતે ચર્ચા કરી શકે…
તમને જણાવી દઈએ કે વાંસના બેટની શોધ દર્શીલ શાહ અને બેન ટિંલ્કર-ડેવિસે કરી છે. આ જોડીએ દાવો કર્યો છે કે તેમની પાસે આ પ્રકારના બેટ બનાવવાનો ફોર્મુલા છે, જેને બાંસની છાલમાંથી બનાવાવામાં આવે છે. જોકે આ બેટ અન્ય બેટ કરતા વધારે વજનદાર છે, જેના પર હજુ ધણું કામ કરવાની જરૂર છે કે જેથી આ બેટને વધારે કારગત સાબિત કરી શકાય. આ રીસર્ચને “સ્પોર્ટ્સ ઇન્જીનિયરિંગ ટેક્નોલોજી” પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *