ગરુડનું બચ્ચુ | એક માણસે મરધીના બચ્ચાના માળામાં ગરુડનું ઈંડુ મુકી દીધું અને પછી જે થયુ એ વાંચવા જેવું છે

 

ગરુડનું બચ્ચુ – નેતા, એક્ટર, સફળ ઉદ્યોગપતિ બનવું હોય તો તેની સાથે રહો… તમને જે ફિલ્ડમાં આગળ વધવા માંગો છો તે બધુ તમારે શીખવું હોય તો તે ફિલ્ડના મિત્રો બનાવો, તે ફિલ્ડના સફળ લોકો સાથે રહો. ઝડપથી શીખવા મળશે…

 

ગરુડનું બચ્ચુ

એક માણસે મરધીના બચ્ચાના માળામાં ગરુડનું ઈંડુ મુકી દીધું. ઈંડુ એમા પાકવા લાગ્યું અને થોડા સમય બાદ ગરુડના બચ્ચાનો જન્મ થયો. બચ્ચુ પોતાને મરધી સમજીને મોટુ થવા લાગ્યું. મરઘીના બીજા બચ્ચા જેમ કરે તેમ એ પણ કરવા માંડ્યુ. મરધીના બચ્ચા વધારે ઉડી નહોતા શકતા એટલે એ પણ વધારે ઉંચે નહોતું ઉડતું.

ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. ગરુડનું બચ્ચુ મરધીના બચ્ચા સાથે રહીને એમના જેવું જ બની ગયું હતું. એક દિવસ એ મરઘીના બચ્ચા સાથે જંગલમાં ફરવા નીકળ્યુ હતું. એણે જોયું કે આકાશમાં એક ગરુડ અદ્‌ભુત ઉડાન ભરી રહ્યું હતું. એને સડસડાટ ઉંચે ઉડતું જોઈને એણે સાથેના મરધીના બચ્ચાને પૂછ્યુ, “ અરે વાહ, આ પક્ષી તો જોરદાર ઉડે છે. આપણે પણ એવું ઉડવું હોય તો શું કરવું પડે? એ પક્ષીનું નામ શું છે?”

મરઘીના બચ્ચાએ જવાબ આપ્યો,“ છાનુમાનુ બેસ, તું એના જેવું કદી ના ઉડી શકે. એ તો ગરુડ છે અને તું મરઘીનું બચ્ચુ. તુ તારી હેસિયતમાં રહે. ગરુડના વાદ ના કરાય તારાથી.”

ગરુડના બચ્ચાને જે જવાબ મળ્યો તે એણે ગાંઠે બાંધી દીધો અને પોતાની સાચી ઓળખ ના થવાને લીધે આખી જિંદગી મરઘીના બચ્ચા તરીકે જ વિતાવી દીધી. એ મરઘીના બચ્ચા તરીકે જ જીવ્યુ અને મરઘીના બચ્ચા તરીકે જ મર્યુ.

માટે યાદ રાખો કે માણસના જીવનનો આધાર એના સોબતી ઓ પર પણ રહેલો છે. એ કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે , કોની સાથે કામ કરે છે વગરે ઉપર એના સમગ્ર જીવનના મુલ્યનો આધાર રહેલો છે. માટે સોબત સારી રાખશો તો જીવન પણ સારું જ વિતશે. અને ઉંચી ઉડાન પણ ભરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *