ગુજરાતનું આ ગામ બન્યું પ્રેરણારૂપ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અહીં એક પણ કેસ નોંધાયો નથી

 

ગુજરાતનું આ ગામ બન્યું પ્રેરણારૂપ…દેશામાં પહેલી કોરોનાની લહેર આવી ત્યારે પણ આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો અને આ બીજી લહેર આવી છે ત્યારે પણ અહીં એક પણ કેસ નોંધાયો નથી.

 

ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલું એક ગામ. નામ છે તેનું ગુંદાળા. કોરોનાની આ આપત્તિમાં આ ગામ દેશ દુનિયા માટે પ્રેરણારૂપ બન્યું છે. પ્રેરણારૂપ એટલા માટે કે અહીંના લોકોના સંયમભર્યા જીવનના કારણે કોરોના આ ગામનું કઈ બગાડી શક્યો નથી. જ્યારે દેશામાં પહેલી કોરોનાની લહેર આવી ત્યારે પણ આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો અને આ બીજી લહેર આવી છે ત્યારે પણ અહીં એક પણ કેસ નોંધાયો નથી.

ગુજરાત સરકારનું જે અભિયાન છે કે મારું ગામ કોરોના મુક્ત તેને આ ગામે સાર્થક કર્યું છે. અહીં ગુંદાળા, નવાગામ અને જીવાપરા આ ત્રણ ગામની સંયુક્ત ગ્રામ પંચાયત છે. આ ગામની વસ્તી માત્ર ૫૦૦૦ની જ છે. ગુંદાળા ગામના સરપંચ છે જીલુભાઈ ગમારા.

આ સરપંચ એન ગામના લોકોના સાથ સહકારથી આ ગામ આદર્શરૂપ બન્યું છે. ગામના લોકો સ્વેચ્છાએ ભેગા થતા નથી. જરા પણ ભીડ ના થાય તેનું ધ્યાન રાખે છે. ગામને સમયઅતંરે સેનિટાઇઝ પણ કરવામાં આવે છે. એટલું જ નહી આગોરા આયોજન પ્રમાણે ગામની શાળામાં એક કોવિડ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. અહીં કોરોનાના દર્દીને મળી જોઇએ તેવી દરેક પ્રાથમિક સુવિધા પણ કરી રાખી છે. તમને જણાવી દઈએ કે આ ગામામાં બહારના વ્યક્તિએ જવું હોય તો તેની પાસે કોરાનો નેગેટિવ રીપોર્ટ હોવો જરૂરી છે.

આ સંદર્ભે સરપંચનું કહેવું છે અમારું ગામ અને ગામના લોકો ખૂબ સમજુ છે. તેઓ સમજે છે કે ભીડ ભેગી કરવાની નથી. ગામમાં શ્રમિકોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. તેમને કરિયાણુંથી લઈને શાકભાજી સુધીની વહેંચણી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. ઘઉં, તલ, જીરુ, ચણા, દિવેલા, મગફળી, બાજરી, કપાસ, રજકો તથા શાકભાજીની ખેતી અહીં થાય છે. ગામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *