તણાવ । જિંદગીમાં જો દરેક બાબતે તણાવ રહેતો હોય તો કેવી રીતે દૂર કરી શકાય? Depression

 

તણાવ । Depression control tips | તમને બીમારી સંબંધિત તણાવ હોય, નોકરી – ધંધા સંબંધિત તણાવ હો કે બીજો કોઈ. આ ઉપાયો તમને શાંતિ આપશે એ નક્કી છે.

માનવીની જિંદગી ઘણી બધી દોડધામથી ભરેલી હોય છે. તણાવના જુદા જુદા અનેક પ્રકારો હોય છે. આહાર, વિહાર, વિચાર, વ્યવહાર અને સંસ્કાર પણ એના કારણો હોય છે. ક્યારેક તણાવ ( Depression ) અસલી પણ હોય છે તો ક્યારેક માત્ર કાલ્પનિક પણ. જિંદગીનો આધાર માત્ર માનવીના કાર્યો પર નથી એના પર ગ્રહોની સારી ખરાબ અસરો પણ થતી હોય છે. માનવીની જિંદગીમાં ઘણીવાર ગ્રહો એવી ચાલ ચાલતા હોય છે કે એ તણાવથી ઘેરાઈ જાય છે. કોઈ બાબત એવી નથી બચતી જેમાં એને તણાવ ( Depression ) ના હોય. આપ પણ જાે એવા જ તણાવોનો શિકાર થયા હો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ઉપાયો એ તણાવ દૂર કરી દેશે.

સ્વાસ્થ્ય સંબંધિત તણાવ…

તમને જો સ્વાસ્થ્ય સંબંધિત તણાવ રહેતો હોય. હંમેશાં એવું જ લાગતું હોય કે તમે બીમાર જ છો. તો શક્ય છે કે તમારા આઠમાં ભાવમાં ચંદ્રમા હોઈ શકે. એવું હોય તો જ વગર કારણે સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની રહી શકે. હાથમાં ચંદ્રના પર્વત પર દાગ-ધબ્બા હોય તો પણ જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની અને ભયંકર તણાવ રહે છે. આવું હોય તો તમારે આ મુજબ ઉપાય કરવા.

દર સોમવારના દિવસે વહેલી સવારે ચોખા અને દૂધની ખીર બનાવીને ભગવાન શિવને ચડાવો. આખો દિવસ ઉપવાસ કરો અને સાંજે આ ખીરના ભોજનથી ઉપવાસ છોડો. સવા માસ કે વધુ સમય સુધી રાત્રે સુતા પહેલાં નવ વખત ગાયત્રી મંત્રનો જાપ કરો. શક્ય હોય તો ચાંદીના ચેઈનમાં ચંદ્ર ગ્રહ મઢાવીને પહેરો. આમ કરવાથી તમારો સ્વાસ્થ્ય સંબંધિત તણાવ ( Depression ) સાવ દૂર થઈ જશે.

 

નોકરી કે ધંધામાં તણાવ….

જો કુંડળીમાં ચંદ્ર અગ્નિ રાશીમાં હોય તો નોકરી કે ધંધામાં ખૂબ જ તણાવ રહે છે. તમે સારુ કમાતા હોય, નોકરી – ધંધો વ્યવસ્થિત ચાલતો હોય તો પણ તમને માનસિક તાણ સતત રહ્યાં કરે છે. ઉપરાંત સૂર્યનો ચંદ્ર સાથે સંબંધ હોય તો પણ આવો તણાવ ઉદ્‌ભવે છે. તમારા હાથમાં ચંદ્ર પર્વતની રેખાઓ તૂટેલી હોય તો પણ નોકરી – ધંધા વિશેનો તણાવ તમને શાંતિ લેવા દેતો નથી. આ તણાવ ( Depression ) દૂર કરવા નીચે મુજબ ઉપાય કરવા.

દર શનિવારના દિવસે પાણી અને દૂધ અરધા ભાગે ભેગા કરીને પ્રાતઃકાળે શિવલિંગ પર ચડાવવું. તે ચડાવ્યા બાદ ‘ઓમ ચંદ્રશેખરાય નમઃ’ના મંત્રોની એક માળા કરવી. વધારે કરો તો પણ ફાયદાકારક છે. એ પછી સાંજના સમયે એ જ દિવસે પીપાળના વૃક્ષ નીચે રાઈના તેલનો એક દીવો પ્રગટાવીને ઈશ્વરને પ્રાર્થના કરો કે તમારો માનસિક તણાવ જે નોકરી – ધંધા સંબંધિત છે એને દૂર કરે. સતત પાંચ શનીવાર આ પ્રયોગ કરવાથી તમારો આ પ્રકારનો તણાવ સંપૂર્ણ દુર થઈ જશે.

વૈવાહિક જીવનમાં તણાવ…

કુંડળીમાં ચંદ્રમા સાથે બૃહસ્પતિ કમજોર હોય તો ખાસ કરીને વૈવાહિક જીવનમાં મહિલાઓ તણાવથી ઘેરાયેલી રહી છે. અને ચંદ્રમા સાથે શુક્ર કમજોર હોય તો વૈવાહિક જીવનમાં પુરુષ સતત આ પ્રકારના તણાવથી ઘેરાયેલો રહે છે. હસ્તરેખામાં શુક્ર અને ચંદ્રના પર્વત પર જાળું હોય, જાળ જેવી રેખાઓ હોય તો વૈવાહિક જીવનમાં શંકા અને વહેમને લઈને સ્ત્રી અને પુરુષ બંને તણાવનો ભોગ બને છે. આ તણાવ દૂર કરવા માટે નીચે મુજબના ઉપાયો કરવા.

સોમવારના દિવસે સાંજના સમયે ભગવાન શિવના મંદીરે જઈને તેમની પૂજા કરો અને શિવલિંગ પર અત્તર ચડાવો. અત્તર ચડાવ્યા પછી થોડો સમય પસાર થવા દઈને શિવલિંગ પર સ્વચ્છ જળનો અભિષેક કરો. અભિષેક બાદ ‘ઓમ નમો ભગવતે સોમનાથાય નમઃ’ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરો. ખાસ યાદ રાખો કે શુક્રવારના દિવસે ખાટી ચીજ ના ખાશો. આ પ્રયોગથી તમારો વૈવાહિક તણાવ ( Depression ) ગાયબ થઈ જશે.

સંતાન બાબતે તણાવ…

સંતાનો નાના હોય કે મોટા, એમના બાબતે માતા-પિતાને તણાવ રહેતો હોય છે. ચંદ્રમા રાહુ કે શનિથી પીડિત હોય તો સંતાન સંબંધિત તણાવ રહે છે. હાથમાં ચંદ્ર પર્વત પર મણિબંધ રેખા પર તારાનું નિશાન હોય તો સંતાન સંબંધિત તણાવથી માતા-પિતા બંને ત્રસ્ત રહે છે. જો ચંદ્રમાનો સંબંધ લગ્નના બારમાં ભાવ સાથે હોય તો સંતાનના વિવાહ સંબંધિત તણાવ રહે છે. આ તણાવ દૂર કરવા માટે નીચે મુજબના ઉપાયો કરી શકાય.

સોમવારના દિવસે શિવલિંગ પર પંચામૃત ચડાવો. ત્યારબાદ સ્વચ્છ જળ ચડાવીને શિવ ચાલિસાના પાઠ કરો. એ પછી ‘ઓમ નમઃ શિવાય’ની એક માળા કરીને સંતાન સંબંધિત તમામ સમસ્યા ખતમ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારી સંતાન સંબંધિત સમસ્યા પૂર્ણ થઈ જશે.

મિત્રો, તણાવ ( Depression ) ની સમસ્યામાં આ ઉપાયો તમને શાંતિ આપશે. આ ઉપાયો અચૂક કરો અને સુખેથી જીવન જીવો…

***

ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *