તૌકતે વાવાઝોડું । ગોવાની હાલત કરી ખરાબ જુવો તસવીર, આ રાજ્યોને અપાઈ ચેતવણી!

 

તૌકતે વાવાઝોડું ।  આ વાવાઝોડું ગોવાના દરિયા કિનારે ટકરાયુ છે અને સ્વભાવિક છે એણે નુકસાન પણ કર્યું છે. અનેક જગ્યાએ સસ્તાઓ ઝાડ પડવાથી બંધ થઈ ગયા છે. અનેક ઝાડ ઘર પર અને પાર્ક કરેલી ગાડીઓ પર પણ પડ્યા છે.

 

ડરવાની જરૂર નથી, કોઇ પાણ વાવાઝોડું હોય દરિયામાં હોય ત્યા સુધી જ તે પાવરફૂલ હોય છે કિનારે આવાવાની સાથે વાવાઝોડું નબળું પડતું હોય છે. પણ આવામાં દરિયા કિનારે વસેલા સ્થળોને વાવાઝોડું નુકસાન પહોંચાડી શકે છે માટે સચેત રહેવાની ખૂબ જરૂર છે. આ વાવાઝોડું કેરલ થઈ ગોવા વટાવી ચૂક્યું છે. આગામી ૧૮ તારીખે ગુજરાત સુધી પહોંચી શકે છે. વાવાઝોડાને લઈને માત્ર ગુજરાત જ નહી પણ મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યો હાઇએલર્ટ પર છે. આવામાં આ વાવાઝોડાએ ગોવામાં ભારે તબાહી મચાવી છે.

 

આ વાવાઝોડું ગોવાના દરિયા કિનારે ટકરાયુ છે અને સ્વભાવિક છે એણે નુકસાન પણ કર્યું છે. અનેક જગ્યાએ સસ્તાઓ ઝાડ પડવાથી બંધ થઈ ગયા છે. અનેક ઝાડ ઘર પર અને પાર્ક કરેલી ગાડીઓ પર પણ પડ્યા છે.

 

આનાથી અનેક બિલ્ડીગ્સને પણ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે ગોવામાં દરિયા કિનારે વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાયો છે. જેના કારણે નુકસાન વધુ થયું છે

 

આ જોઇને ગુજરાત સરકાર પણ જાનમાલનું નુકસાન ન થાય એટલા માટે કાર્યરત છે. ગુજરાતમાં આ વાવાઝોડાને લઈને તૈયારીઓ ચાલું છે. લોકોનું સ્થળાતંરથી લઈને યોગ્ય સૂચનો સુધીનું કામ ચાલુ છે. ગુજરતમાં દરિયાકિનારેના અનેક ગામડાઓને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

આ બધાની વચ્ચે મુંબઈ પણ હાઇ એલર્ટ પર છે. અહીની સરકાર પણ તૈયારી કરી રહી છે. ૧૭ અને ૧૮ મે ગુજરાત અને મહારાષ્ટ્ર માટે પરીક્ષાની ઘડી છે.

કોરોના આપણા માટે નવો છે પણ યાદ રાખવા જેવું છે કે વાવાઝોડું આપણા માટે નવું નથી. ગુજરાતની જનતાએ અનેક વાવાકઝોડાનો સામનો કર્યો છે. ટૂંકમાં લોકોથી લઈને સરકાર સુધી આ સંદર્ભે અનુભવ છે. વાવાઝોડાને આપણે આરામથી હરવી દઈશું બધ સચેત રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *