Site icon Gujjulogy.com

તૌકતે વાવાઝોડું : આ ગરોળીના નામ પરથી પડ્યું છે તૌકતે વાવાઝોડાનું નામ? આ દેશે પાડ્યુ છે નામ

 

તૌકતે વાવાઝોડું । મ્યાનમારે આપ્યું છે આ વર્ષના પહેલા વાવાઝોડાનું નામ આવો જાણીએ શું થાય છે તૌકતે નો અર્થ

 

તૌકતે વાવાઝોડું । ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબ સાગર ઉપર જે દબાણ પેદા થયું જેના કારણે આ દબાણે હવે વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે જેનું નામ તૌકતે રાખવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું આગામી ૧૮ તારીખે ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. આ માટે પોરબંદરથી લઈને કચ્છ સુધી ગુજરાત હાઇએલર્ટ પર છે. આ માટે જાન-માલની સુરક્ષા કરવા તડામાર તૈયારીઓ થઈ રહી છે. એટલે એવું કહી શકાય કે વર્ષનું પહેલું વાવાઝોડું ગુજરતના દરિયા કિનારે આવી પહોંચવાનું છે.

તૌકતે વાવાઝોડું । મ્યાનમારે આપ્યુ આ નામ…

વર્ષના પહેલા વાવાઝોડાનું નામ તૌકતે (તાઉતે) રાખવામાં આવ્યું છે અને તે નામ મ્યાનમારે આપ્યું છે. આ શબ્દ બર્મી ભાષાનો છે. જેનો અર્થ થાય છે ખૂબ મોટેથી અવાજ કરનારી ગરોળી. સામાન્ય રીતે દરેક વાવાઝોડાનું નામ રાખવાની એક આખી પ્રક્રિયા હોય છે. વાવાઝોડાના નામ વિશ્વ મોસમ વિભાગ અંતર્ગત દુનિયાભરમાં ફેલાયેલા વોર્નિગ સેન્ટર તરફથી આપવામાં આવે છે. આ પેનલમાં ૧૩ દેશો સામેલ છે. આમાં ભારત, પાકિસ્તાન, માલદ્વીવ, બાંગ્લાદેશ, મ્યાંમાર, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઇરાન, કતર, સઉદી અરબ, યૂએઈ અને યમન સામેલ છે. ગયા વર્ષે આ દેશોએ જ ૧૩ જેટલા વાવાઝોડાના નામ આપ્યા હતા. આ અંતર્ગત ૧૬૯ જેટલા વાવાઝોડાના નામની યાદી પણ તૈયાર થઈ છે.

 

 

તૌકતે વાવાઝોડું । વાવાઝોડાને નામ કેમ આપવામાં આવે છે?

વાવાઝોડું એક અઠવાડિયા સુધી કે તેનાથી વધારે સમય માટે હોય શકે છે. એક જ સમયે એક કરતા વધારે વાવાઝોડા ફૂંકાય તો કોઇ પણ પ્રકારનું કન્ફ્યુજન ઉભું ના થાય માટે આવા વાવાઝોડાઓને નામ આપવામાં આવે છે. નામ હોય તો તેના નામે શું તૈયારી કરવી, કેવી વ્યવસ્થા કરવી, ભવિષ્યમાં આ ભૂતકાળના વાવાઝોડાઓ વિશે વાત કરવી હોય તો સરળતા રહે માટે તેને નામ અપાય છે.

Exit mobile version