નસીબ એટલે શું? નસીબની આટલી બધી વ્યાખ્યા તમે ક્યાય નહી વાંચી હોય!

 

નસીબ | સાહસહીન, આળસુ અને કાયર માણસ જ નસીબને ભરોસે બેસી રહે છે. – ગોસ્વામી તુલસીદાસ

 

 

નસીબ એટલે તકીદીર, નસીબ એટલે ભાગ્ય અને નસીબ એટલે ભાવી. નસીબ એ વિધાતાના લેખ પણ છે અને જિંદગીના પટ પર મારેલી મેખ પણ છે. નસીબ એટલે આપણા હાથમાં ઉપસેલી રેખાઓ અને નસીબ એટલે આપણા જીવનમાં ઉપસેલી ઘટનાઓ. નસીબ એ આપણા કપાળમાં પડતી કરચલીઓ પણ છે અને નસીબ એ આપણી જીવન સફરમાં પગમાં ખૂંચતી કાચની કાચલીઓ પણ છે.
નસીબ એ છે જેને બદલી શકાય છે, નસીબ એ છે જેને ખોલી શકાય છે, નસીબ એ છે જેને બગાડી પણ શકાય છે અને નસીબ એ છે જેને ભગાડી પણ શકાય છે.

નસીબ એટલે તથાસ્તુ કહીને આપેલું વરદાન, નસીબ એટલે ઈશ્વરે આપેલું દાન અને નસીબ એટલે માણસે ખુદ પોતાના માટે સર્જેલું ગાન. નસીબ ભાવીનું સપનું છે, નસીબ માણસના ખપનું છે.

નસીબ એ છે જેને કર્મના દીપ દ્વારા અજવાળી શકાય છે, નસીબ એ છે જેને પુરુષાર્થના પરસેવાથી સુગંધિત કરી શકાય છે અને નસીબ એ છે જેને મહેનતથી મહેકતું કરી શકાય છે.

નસીબ ભુવાના હાકોટા પડકારા નથી પણ મહેનત કસ ઈન્સાનના હોંકારા છે, નસીબ તાંત્રીકની મેલી વિદ્યા નથી પણ જીવન ચમકાવવાની ખરી વિદ્યા છે. નસીબ તંત્ર-મંત્ર નથી, નસીબ તો જીવનને ચલાવતું યંત્ર છે.

નસીબ એ ઈશ્વર પણ છે અને નસીબ માનવ પણ છે. નસીબ એ ડાકણ પણ છે અને નસીબ એ દાનવ પણ છે. નસીબને ચમકાવતા આવડે તો એ સોનું છે અને જાે ના આવડે તો એ કાળો પથ્થર માત્ર છે. નસીબ એ લાલચ છે, જે તમને આખી જિંદગી દોડતા રાખે છે, નસીબ એ લોભ છે જે તમને ડગલે ને પગલે લલચાવે છે.

નસીબ માણસની જીવવાની આશા છે, નસીબ માણસની અભિલાષા છે અને નસીબ એ ખુદ માણસ છે. ખુદ માનવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *