નિષ્ફળતાથી ડર લાગે છે? તમે અનેકવાર નિષ્ફળ ગયા છો?તો આ લેખ તમારા માટે છે.

 

નિષ્ફળતાથી ડર લાગે છે? | નિષ્ફળતા માંથી જે અનુભવ મળે છે તે દુનિયાની કોઇ યુનિવર્સિટી તમને ભણાવી શકશે નહી. અને હા યાદ રાખો જીવન માત્ર સફળતા અને નિષ્ફળતા આ બે જ શબ્દનું બનેલું નથી, સેંકડો શબ્દ છે જે તમેન આના કરતા પણ વધારે સુખી રાખશે…માટે આ લેખમાં નિષ્ફળતાની કેટલીક એવી વાતો જે વાંચશો તો તમને લગભગ નિષ્ફળતાથી ડર નહી લાગે…આ જીવનનો એક ભાગ છે

 

હારવાનો ડર લાગે છે?

 

જો હારવાનો ડર લાગતો હોય તો જીતવાની ઇચ્છા ન રાખવી જોઇએ । આપણે જેવુમ વિચારીએ છીએ એવુ જ થાય છે. આ વાક્ય તમે અનેક મોટિવેશનલ સ્પીકરના મુખેથી સાંભળ્યું હશે. આ વાત વિજ્ઞાનીક સંદર્ભે સાબિત થઈ છે. એક સિક્રેટ્સ નામની ડોક્યુમેન્ટ્રી પણ છે. જોઇ લેજો. માટે કોઇ પણ શરૂઆત કરો નિષ્ફળતાના ભય સાથે ન કરો, પોઝિટિવ રહો. ભારતીય ટીમનો કેપ્ટન જો આઉટ થવાના ભય સાથે મેદાને ઉતરે તો એ એક પણ પરફેક્ટ શોટ મારી જ નહી શકે કેમ કે તેના મનમાં આઉટ થવાનો ભય રહે છે. એટલે જ મોટાભાગના કોચ કહેતા હોય છે કે ખુલીને રમો. આ સત્ય છે. માટે કોઇ પણ ફિલ્ડ હોય ડરને બાજુ પર મૂકી માત્ર પોઝિટિવ વિચાર સાથે અને જીતવા મેદાને ઉતરો…

એસી વાણી બોલીએ…

જો તમારે ખૂબ સુંદર જવાબ જોઇતો હોય તો ખૂબ ખૂબ સુંદર રીતે પ્રશ્ન પૂછો | આ તો બહું સ્પષ્ટ વાત છે તમે જેવો વ્યવહાર કરશો તેવો વ્યવહાર જ સામેવાળો કરશે. એટલે તમારી વાણી ઉપર છે કે તમારે કેવો જવાબ જોઇએ છે. તોછડો જવાબ ન જોયતો હોય તો પ્રેમથી પુછો, પ્રેમથી જ સાચો અને ગમે એવો જવાબ મળી શકે છે…

વિચારો અને તમારો દેખાવ

યાદ રાખો તમે એવા જ દેખાવ છો જેવું તમે વિચારો છો । ક્યાંકને ક્યાંક આપણા જે વોચારો હોય છે તે આપણા કાર્યમાં દેખાતા હોય છે. એવી જ રીતે ચહેરો પણ બોલે છે. ઘણીવાર તમારી આંખો બધુ કહી દે છે. બોડી લેગ્વેજની વાત તમે સાંભળી હશે. બસ આ બોડી લેગ્વેજના માસ્ટરો તમારા દેખાવ અને હાવભાવથી જ તમને પરખવાની કોશિશ કરે છે. એ મોટે ભાગે સાચા એટલા માટે પડે છે કારણ કે તમે જ તમારા હાવ-ભાવથી તેને કહી દો છો. આપણા વિચાર આપણી બોડી લેગ્વેજ થકી પણ બહાર આવતા હોય છે.

નિષ્ફળ પ્રયત્નો…

દરેક સફળતાની પાછળ અનેકવાર કરેલા નિષ્ફળ પ્રયત્નો કારણરૂપ હોય છે । એવું કહેવાય છે કે જે માણસ નિષ્ફળ ઘણીવાર ગયો હોય તેની સલાહ માનવી જોઇએ કેમ કે તેણે તે માર્ગ પર ચાલવાનો અનુભવ મેળવ્યો છે. મોટિવેશનલ સ્પીકરો પણ વારંવાર પ્રયત્નો કરતા રહેવાનું એટલા માટે જ કહે છે. ભૂલ એકવાર થાય વારંવાર ન થાય. અને થયેલી ભૂલમાંથી શીખવા જ મળે. માટે યાદ રાખો તમે ખૂબવાર નિષ્ફળ ગયા પછી જે સફળતા મળે છે તે લાંબો સમય સુધી તમારી સાથે રહે છે કેમ કે તેમે નિષ્ફળતાને પચાવીને પણ તમે તમારો રસ્તો જાતે બનાવ્યો છે. આ રસ્તાની તમને બધી જ સમજણ છે. માટે સફળતા કરતા નિષ્ફળતામાંથી તમે ઘણું બધું શીખી શકો છો, માટે નિષ્ફતાની હારો નહી નિષ્ફળતાથી તમારું ઘડતર થાય છે

તમે નિષ્ફળ કેમ જાવ છો?

નિષ્ફળતાની ચિંતા ન કરો, નિષ્ફળતા કેમ મળી તેના પર વિચારો, શું ન કર્યુ જેનાથી નિષ્ફળતા મળી…ઘણીવાર આપણે નિષ્ફળતાથી હારી જઈ પ્રયત્ન કરવાનું જ બંધ કરી દઈએ છીએ. પણ એવું કરવાનું નથી. આપણે તો મળેલી નિષ્ફળતાનો અનુભવરૂપી ફાયદો લેવાનો છે અને આગળ વધવાનું છે. નિષ્ફળ ગયા પછી વિચારો કે આવું કેમ થયું? ક્યા કચાશ રહી ગઈ. બસ એ મુદ્દાને પકડો અને બીજા પ્રયત્નમાં એ ભૂલ ન થાય તેનુમ ધ્યાન રાખો.

નિષ્ફળ જાવ તો પહેલા આ વિચારો

નિષ્ફળ જાવ તો પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે મે કઈ કઈ જગ્યાએ આળસ કરી છે, શું કરવા જેવું હતું પણ મે કર્યુ નથી । નિષ્ફળતા પાછળ મોટે ભાગે આળસ જવાબદાર હોય છે બાકી આ દુનિયામાં એક્વાત નક્કી છે કે માનવ ધારે એ કરી જ શકે છે. માટે જો નિષ્ફળ ગયા હોવ તો પોતાની જાતને પૂછો કે મેં આળસ કરી હતી. સમજાય જશે.

મહેનત…મહનત અને મહેનત

જીવનમાં કશું સરળતાથી નથી મળતું, નિષ્ફળતા માટે પણ નક્કી તમે ખૂબ મહેનત કરી હશે, એ મહેનતમાંથી શીખો । એકવાત સમજી લો સફળતા માટે અથાક પરિશ્રમનો સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. મહેનત વગર અહીં કશું જ મળતું નથી. હા મહેનત સાચી દિશામાં કરવાની છે.

પ્રયત્નથી જ નસીબ બદલી શકાય છે

સફળતા કે નિષ્ફળતા તમારા હાથમાં હોતી નથી માત્ર અને માત્ર અથક મહેનત અને અણથક પ્રયત્ન જ તમારા હાથમાં હોય છે. દરેક સફળતા પાછળ થોડું નસીબ પણ હોય છે પણ એ આપણા હાથમાં નથી આપણા હાથમાં માત્ર મહેનત છે તો આપણે એના પર જ ધ્યાન આપવાનું રહે છે. એક સુવિચાર છે કે માણસ પોતાના અણથક પ્રયત્નોથી અને મહેનથી ધારે તે પોતાનું નસીબ બદલી શકે છે.

પોઝિટિવ રહો…

જીવનમાં ગમે તેટલું અંધારું કેમ ન હોય, પોતાની બાજુ અજવાળું કરો અને તેમાથી સફળ થવાની સંભાવનાઓ તપાસો, નક્કી અંધારું અજવાળું લાગશે । આ ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો તેના જેવી વાત છે. પોઝિટિવ વાત સાથે આગળ વધશો તો સફળ થવાના ચાન્સ વધારે છે બાકી નેગિટિવ વિચાર સાથે જીવશો તો તમે કોઇ કામ જ શરૂ નહી કરી શકો. માટે જીવનમાં તમારી પાસે જે છે તેને ચકાસો અને તેને જ અજવાળું ગણી આગળ વધો. જીત તમારી જ થશે.

જીવન અને બે શબ્દો

યાદ રાખો જીવન માત્ર સફળતા અને નિષ્ફળ આ બે જ શબ્દનું બનેલું નથી, સેંકડો શબ્દ છે જે તમેન આના કરતા પણ વધારે સુખી રાખશે…સાચુ કે નહી. માર્કેટિંગની આ દુનિયાએ આ બે શબ્દોને જ મહત્વ આપ્યું છે માટે તેનું મહત્વ આપણા માટે વધી ગયું છે. તમારી જે માતૃભાષા હોય તેનો શબ્દકોશ લઈને જોઇ લો અનેક શબ્દો છે જે તમારા જીવનને બદલી નાંખશે.

અગવડતામાં જ સફળતા…

જ્યારે તમે અગવડમાં હો, અભાવમાં જીવતા હોવ ત્યારે યાદ રાખો કે એ જ સમય તમારા માટે કઈક કરી બતાવવાનો છે, યાદ રાખો અગવડતા જ વ્યક્તિને કંઇક કરી બતાવવાની ઘગશ આપે છે. અગવડાજ વ્યક્તિનું સાચુ ઘડતર કરે છે. બાકી જો બધી જ સગવડ હોય તો માનવ સ્વભાવ મુજબ એ પછી આળસુ જ બને છે. માટે વિચારો અને આગળ વધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *