ભારતના લોકોને માસ્કમાંથી છુટકારો ક્યારે મળશે? શું કહે છે જાણકારો આ વિશે?

 

ભારતના લોકોને માસ્કમાંથી છુટકારો ક્યારે મળશે?

ઇઝરાયલે પોતાના નાગરિકોને કહી દીધુ છે કે માસ્ક નહી પહેરો તો ચાલશે, આ પછી અમેરિકાએ પણ આ સંદર્ભે થોડી છુટ છાટ પોતાના દેશના નાગરિકોને આપી છે. કોરોનાની આ મહામારીમાં વિશ્વમાંથી આવા સારા સમાચાર આવી રહ્યા છે ત્યારે ભારતની સ્થિતિ ખરાબ છે. આવા સંદર્ભે ભારતના નાગરિકોને પણ વિચાર આવતો હશે કે ભારતના લોકોને માસ્કમાંથી છુટકારો ક્યારે મળશે?  તો મીડિયા અહેવાલોમાં અને જાણકારોએ અનો જવાબ આપ્યો છે.

એકવાત સમજવી રહી કે અમેરિકા અને ઇઝરાયલ આવું કેમ કરી શેક છે? કેમ કે અહીંના મોટા ભાગના લોકોને રસી અપાઈ ગઈ છે. પણ ભારતની વાત અલગ છે. ભારતની વસ્તી આ બધા દેશો કરતા ખૂબ વધારે છે એટલે સરકાર પાસેથી પણ આપણે આ દેશો જેટલી ખૂબ વધારે અપેક્ષા ન રાખી શકીએ. આપણને થોડો સમય લાગશે. કેમ કે ભારતમાં હજી ૧૮ કરોડ રસી જ અપાઈ છે અને આમાં દેશની વસ્તીના ખૂબ એટલે ખૂબ ઓછા લોકો આવે છે.

જો ભારતના લોકોને માસ્કમાંથી અને કોરોનામાંથી મુક્તિ અપાવવી હોય તો હાલ તો બધા જ નિયમોનું પાલન અને બધા જ લોકોને રસી આપવી આજ ઉપાય છે. આપણે જેટલી ઝડપથી દેશને રસીયુક્ત કરી શકશું એટલી જ ઝડપથી દેશની સ્થિતિ સુધરશે. આ માટે દેશને રસીના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે. અને સરકારે કહ્યું પણ છે કે ડિસેમ્બર સુધીમાં ૨૦૦ કરોડ રસીના ડોઝ તૈયાર હશે અને દેશની મોટાભાગની વસ્તીને રસી અપાઈ જશે.

ભારતના લોકોને માસ્કમાંથી છુટકારો ક્યારે મળશે?

દેશના લોકોને માસ્કમાંથી ક્યારે મુક્તિ મળશે તેનો જવાબ જાણકારો આપે છે કે જો દેશ રસીયુક્ત થાય તો લોકોને માસ્કમાં થોડી છુટછાટ મળી શેક. દેશના ૧૦૦ કરોડ લોકોને રસી અપાય તો આ સમાચાર મળી શકે. એટલે પહેલા આપણે રસીકરણ પર ધ્યાન આપવું પડશે. નાગરિકોએ કોરોનાથી બચવા બધા જ નિયમોનું પાલન કરવાનું છે અને સરકારે બધાને ઝડપથી રસી મળી રહે તેવું આયોજન કરવાનું છે. આ જેટલું કરી શકીશું એટલી જ ઝડપથી નાગરિકોને માસ્કથી છુટકારો મળી શકે છે. બાકી કોરોના છે ત્યાં સુધી અચૂક માસ્ક પહેરવું જ યોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *