વિવેકાનંદ | અને સ્વામી વિવેકાનંદે પહેલીવાર બંદૂક પકડી અને સાત દડાને વિંધી નાખ્યા

 

વિવેકાનંદ ( Swami Vivekananda )ની એકાગ્રતા । એકાગ્રતાનો જન્મ મનમાં થાય છે.

 

સ્વામી વિવેકાનંદ ( Swami Vivekananda ) અમેરિકામાં હતો ત્યારનો એક પ્રસંગ છે. એકવાર તેઓ એક મેદાનમાંથી પસાર થઈ રહ્યાં હતા. ત્યાં કેટલાંક છોકરાઓ નિશાન વિંધવાની રમત રમી રહ્યાં હતા. એક મોટો દડો હતો અને એક છરા વાળી બંદૂક. છોકરાઓ એ દડાને હવામાં ઉછાળતા અને ગનથી એનું નિશાન તાકતા હતા. વારાફરતી બધાનો નંબર આવતો હતો. કેટલાંક છોકરાઓ પહેલાં જ વારામાં નિશાન લગાવી અને દાડાને વિંધી નાંખતા હતા અને કેટલાંક છોકરાઓ ત્રણ – ચાર રાઉન્ડ આવવા છતાં પણ એક પણ વાર નિશાન નહોતા વીંધી શક્યા.

વિવેકાનંદ ( Vivekananda ) ને આ રમત જાેવાની મજા પડી ગઈ. તેઓ ત્યાં બેસી ગયા અને બધાની રમત જોવા લાગ્યા. નિશાન વિંધાતું ત્યારે તેઓ તાલીઓ પાડીને વાહ વાહ કરતાં અને જ્યારે કોઈ છોકરો નિશાન ચૂકી જાય ત્યારે તેઓ ખડખડાટ હસી પડતાં હતા.
આ જોઈને નિશાન ચૂકી જનારા છોકરાઓને ખૂબ જ ગુસ્સો ચડતો હતો. એક છોકરો એમની પાસે આવ્યો અને બોલ્યો, ‘એય, તું અમારા પર હસે છે કેમ?’

‘તમે નિશાન ચૂકી જાવ છો એટલે? જો તમે પણ બીજા છોકરાઓ જેમ નિશાન તાકી દો તો હું તમારા માટે પણ તાલીઓ પાડું. પણ સાચુ કહું હું તમારી મજાક નથી ઉડાવતો. મને રમતમાં મજા આવે છે. એટલે નિર્દોષ રીતે હસું છું.’ વિવેકાનંદે ( Vivekananda ) પૂરેપૂરી સૌમ્યતાથી વાત કરી.

છોકરાનો ગુસ્સો સાતમાં આસમાને હતો, ‘તું લાગે છે તો ગામડીયો. તને આમાં શું ખબર પડે? નિશાન તાકવું એ કાંઈ નાના બચ્ચાના ખેલ નથી. એકવાર તાકી બતાવ તો ખરું.’

વિવેકાનંદ ( Vivekananda ) વિચારમાં પડી ગયા. એમણે ક્યારેય બંદૂક હાથમાં પણ પકડી નહોતી. તેમ છતાં એમણે એ પડકાર ઝીલી લીધો. બંદૂક હાથમાં લીધી. એક છોકરાએ દડો હવામાં ઉછાળ્યો અને એમણે નિશાન તાક્યુ. પહેલાં જ ઘાએ દડો વિંધાઈ ગયો. પછી બીજાે દડો ઉછાળવામાં આવ્યો. બીજાે દડો પણ એમણે વીંધી નાંખ્યો. આમ એક પછી એક એમણે સાત દડા વિંધી નાંખ્યા. બધા જ છોકરાઓએ એમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા.

પેલા ગુસ્સાવાળા છોકરાએ કહ્યુ, ‘તું જરૂર નિશાનેબાજ હોઈશ. નહિંતર આ રીતે નિશાન સધાય જ નહીં.’

વિવેકાનંદે ( Vivekananda ) કહ્યુ, ‘ના, મિત્રો! મેં તો આ પહેલાં કોઈ બંદૂક પણ હાથમાં પકડી નથી. પણ હું આ નિશાન સાધી શક્યો છું મારી એકાગ્રતાના કારણે. હું તમારો ખેલ જાેતો હતો ત્યારે એકાગ્રતાથી જાેતો હતો અને ઝડપથી શીખી ગયો. જ્યારે મેં નિશાન તાક્યુ ત્યારે પણ પૂરે પૂરી એકાગ્રતાથી જ તાક્યુ. તમારામાંથી નિષ્ફળ ગયેલાં મિત્રોને મેં જાેયા હતા. નિશાન તાકતી વખતે તેમનુ એક ધ્યાન આસપાસમાં પણ હતું. હું હસતો હતો, કોઈ ગાડી લઈને જતું હતું. કોઈ દોડતું હતું એ બધા પર પણ એમની નજર હતી. એ લોકો સંપૂર્ણ એકાગ્ર નહોતા એટલે નિશાન સાધી શક્યા નહીં. એકાગ્રતા હોય તો માત્ર આ જ નહીં જીવનમાં ધારો એ નિશાન તમે તાકી શકો છો.’

સ્વામીજીની એકાગ્રતાની વાત સાંભળી ફરીવાર બધાએ એમને તાલીઓના ગડગડાટથી વધાવી લીધા.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *