સત્તાધિશ એટલે શું? | જે સત્તાધિશ પોતાની અસીમ સત્તાનો પણ દૂરુપયોગ ના કરે એ જ સત્તાધિશ રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે.
સત્તાધિશ એટલે શું? | સત્તાધિશ એટલે રાજા, સત્તાધિશ એટલે નેતા અને સત્તાધિશ એટલે રાજકારણી. જે પ્રજા પર શાસન કરે તે સત્તાધિશ છે અને જે પ્રજાના હૃદયમાં શાસન કરે એ સત્તાધિશ હોય છે.
સત્તાધિશનો સામાન્ય અર્થ શાસક એવો થાય છે. પણ સાચો સત્તાધિશ એ છે જે પ્રજાના હિતના કાર્યો કરે, જે સત્તાના સિંહાસન કરતાં ગરીબોના આસનને વધારે માનવતું ગણે. સત્તાધિશ એટલે જે ભ્રષ્ટાચારના રંગે રંગાઈ ના જાય, સત્તાધિશ એટલે જે રામ રાજ્ય સ્થાપી શકે અને સત્તાધિશ એટલે એ જે પ્રજાના સર્વ દુઃખો કાપી શકે. જે ગામને ગોકુળીયુ બનાવી શકે એ ખરો સત્તાધિશ છે, જે દેશને પરમ વૈભવના માર્ગે આગળ વધારી શકે એ ખરો સત્તાધિશ છે. જે રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે એ જ ખરો સત્તાધિશ છે.
સત્તાધિશ એટલે જે પ્રજા પર આવી રહેલી આફતોને પોતે સહન કરી લે, સત્તાધિશ એટલે એ જે પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી થઈ શકે. સત્તાધિશ એટલે એ જે ડરથી નહીં પણ પ્રેમથી કાર્ય કરાવી શકે અને સત્તાધિશ એટલે એ જે ઓર્ડરથી નહીં પ્રેમથી કામ કરાવી શકે.
પ્રજાના હોઠ પર હાસ્ય લાવી શકે એ ખરો સત્તાધિશ છે, પ્રજાની ગરીબી દૂર કરી શકે એ ખરો સત્તાધિશ છે. પ્રજાની પીડા પર મલમ બનીને પથરાઈ શકે એ ખરો સત્તાધિશ છે અને પ્રજાની મુશ્કેલીમાં મઝધાર પાર કરાવી દે એવો નાવિક થઈ શકે એ ખરો સત્તાધિશ છે. સત્તાધિશ એ છે જેના હૃદયમાં સેવાનો ભાવ હોય, સત્તાધિશ એ છે જે સૌનો સાથ અને સૌનો વિકાસ ઈચ્છે, સત્તાધિશ એ છે જે એકતા અને અખંડતામાં માને, સત્તાધિશ એ છે જે પરહિતને પોતનો ધર્મ સમજે અને ખરો સત્તાધિશ એ છે જે લોકોની લાગણીને કાનસરો દઈ શકે અને એમની માંગણીઓને માન દઈ શકે. સત્તાધિશ એટલે જેને લોકો ભગવાન જેમ પૂજી શકે અને એ ભગવાન જેમ કાર્ય કરી શકે.
જો ભુલથી હું કંઈ અનીતિપૂર્ણ વચન બોલું- જે શાસ્ત્ર વિરુદ્ધ, ન્યાય વિરુદ્ધ અથવા દ્વેષ યુક્ત હોય. તો ભય છોડીને મને આ કહીને તરત જ રોકી દેજોકે,રામ તારુ આ કાર્ય અનુચિત છે – રાજ્યાભિષેક તરીકે સત્તા સંભાળતા પહેલાં ભગવાન શ્રી રામે કહેલાં વાક્યો.