સદગુરૂ જગ્ગી વાસુદેવ જણાવે છે શક્તિશાળી વ્યક્તિત્વ ઉભું કરવાની ત્રણ પાવરફુલ વાત

સદગુરૂ જગ્ગી વાસુદેવ – આ ત્રણ વાત તમને પ્રભાવશાળી વ્યક્તિ બનાવી શકે છે 

 

વ્યક્તિ ભૌતિક, આધ્યાત્મિક અથવા બીજા કોઈ પણ ક્ષેત્રે તે કેટલો આગળ આવશે એ તેના વ્યક્તિત્વ પર નિર્ભર હોય છે. વ્યક્તિએ એનામાં રહેલી અપાર ઉર્જાનો સદુપયોગ કરવો જોઈએ. આપણા બધામાં ન ખૂટે એટલી ઉર્જાનો ભંડાર રહેલો છે. તમારા વ્યક્તિત્વની છાપ તમારા જીવનને એક આયામ આપે છે તથા તમે જે પણ કાર્ય કરશો તેમાં કેટલા પ્રભાવી શાબિત થશો એ નકકી કરે છે.

આ વ્યક્તિગત શક્તિનો ખરેખર સદુપયોગ કરવા તમારે શરીરમાં રહેલ ઉર્જાનો બુદ્ધિમાનીથી ઉપયોગ કરવો પડે. આપણી અંદર રહેલ ઉર્જાને જરૂરી જ્ઞાન તથા સાધનોની મદદ વડે શક્તિમાં પરિવર્તિત કરી શકાય છે. હાલ આપણે પ્રતિક્રિયાઓ અને ચિંતાઓથી આપણી ઉર્જાને માત્ર નષ્ટ કરી રહ્યા છીએ. આવા સમયે આવો જાણીએ કે એવી થોડી વાત જે તમને પ્રભાવશાળી બનાવી શકે છે

1. તમારા શબ્દોને ૫૦ ટકા ઓછા કરી નાખો

તમે તમારા દૈનિક જીવન પર ધ્યાન રાખો તથા તમે રોજ કેટલા શબ્દો બોલો છો તેની નોંધ લો. ત્યારબાદ બીજા દિવસથી રોજ બોલતા હોવ તેનાથી ૫૦ ટકા ઓછા શબ્દો બોલવાનો પ્રયત્ન કરો. યાદ રાખો બોલવાનું બંધ નથી કરવાનું. તમે લોકો સાથે વાતચીત બંધ નથી કરી રહ્યા તમે વાતચીત તો કરોજ છો પરંતુ ૫૦ ટકા ઓછા શબ્દો સાથે. આવું કરવાથી તમારી ભાષા પર તમારું કૌશલ્ય ખુબ જ વધી જશે. થોડા દિવસમાં તમને લાગશે કે તમારી અંદર વ્યક્તિગત શક્તિ વિકસીત થઈ રહી છે.

2. હલનચલનને ૫૦ ટાકા ઓછું કરી નાખો

આ વાતના વૈજ્ઞાનિક પ્રમાણ છે કે જયારે તમે સ્થિર બેઠા હોવ ત્યારે કમસેકમ ૨૦ ટકા ઉર્જાનો ઉપયોગ તમારું મગજ કરે છે. જો તમારું મગજ સ્થિર રહેતા શીખી લે તથા એજ કામ કરે જે જરૂરી છે, તો અપાર માત્રામાં વ્યક્તિગત ઉર્જા ઉત્પન્ન થશે તથા મગજનો કોન્સન્ટ્રેશન પાવર પણ વધશે.

3. કોઈ મંત્રનો જાપ કરો

આપણું મન ૨૪ કલાક સતત કંઈક ને કંઈક વિચારતું રહે છે. આવી પરિસ્થિતિમાં મનને શાંત કરવા કોઈ પણ એક મંત્રનો આંખ બંધ કરી જાપ કરવો. પછી તે મંત્ર ગાયત્રિ મંત્ર પણ હોઈ શકે, તે મંત્ર ૐ નમઃ શિવાય પણ હોઈ શકે, તે કૃષ્ણ ભગવાનનો મંત્ર પણ હોઈ શકે. મંત્રોના જાપથી તમારું મન એકાગ્ર તથા શાંત થશે.

થોડા દિવસ આટલું કરી જુવો તમારું પ્રભુત્વ ખીલી ઉઠશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *