સાયપ્રસથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન સુરતમાં રહેતા વૃદ્ધ માતા પિતાને લેવા દિકરાએ મોકલ્યુ
એક શ્રવણ તેના માતા પિતાને ખભે ઉપાડીને ચારધામની યાત્રા કરાવા નીકળ્યો હતો અને આજના એટલે કે કળિયુગના શ્રવણે માતા પિતાને કોરોનાથી દૂર રાખવા માતા પિતાને પોતાની પાસે રાખવા સ્પેશિયલ પ્લેન મોકલ્યું છે. આ દિકરો ડોક્ટર છે . તે ગણરાજ્ય સાયપ્રસમાં રહે છે અને તેના માતા પિતા ગુજરાતના સુરતમાં રહે છે. અહીં કોરોના વધી જતા આ દિકરાએ સાયપ્રસથી માતા-પિતાને લેવા સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મોકલાવ્યું છે.
સંદેશ ન્યુઝ પેપરની વેબસાઈટના અહેવાલ પ્રમાણે ગત ૧૦ મેના રોજ સુરતના એરપોર્ટ પર ૧૯ સીટનું એક સ્પેશિયલ પ્લેન આવ્યુ હતું અને માતા પિતાને લઈને માત્ર ૧ કલાકમાં સાયપ્રસ જવા રવાના થઈ ગયું હતું.
સુરતના એરપોર્ટ પર આવા સમયે સાયપ્રસથી આવું સ્પેશિયલ પ્લેન આવ્યું તેના કારણે અહીના લોકોમાં ભારે કૂતૂહલ ફેલાયું હતું. પાછળથી ખબર પડી કે સુરતમાં કોરોનાની સ્થિતિ ખરાબ હોવાથી સાયપ્રસમાં રહેતા ગુજરાતી ડોક્ટર આ પ્લેન મોકલ્યુ હતું. આ ડૉક્ટરના માતા પિતા રણછોડભાઈ પટેલ અને સવિતાબેન પટેલ સુરતના કામરેજના સેવણી ગામમાં રહેતા હતા. બસ તેમને લેવા જ દિકરાએ આ પ્લેન મોકલ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પ્લેન અમેરિકન સ્ટેટ આર્મી દ્વારા ઉપયોગમાં લેવાતું હતું એવી માહિતી પણ એરપોર્ટ તરફથી મળી છે…
જે હોય તે પણ આ વાતની જાણ થતા હાલ સોશિયલ મીડિયામાં કલયુગના શ્રવણ તરીકે દિકરાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. અને થાય પણ કેમ નહી દિકરાએ કામ જ એવું કર્યું છે.