૨૦૦ કરોડ વેક્સિન આ મહિના સુધીમાં દેશમાં તૈયાર હશે! – સરકાર

 

 

૨૦૦ કરોડ વેક્સિન । બે અરબ વેક્સિનના ડોઝ….લગભગ ૨૧૬ કરોડ વેક્સિનના ડોઝ આગામી પાંચ મહિનામાં ભારતમાં દેશના લોકો માટે તૈયાર કરવામાં આવશે. નીતિ આયોગના સભ્ય વીકે પોલના જણાવ્યા મુજબ વેક્સિન દેશમાં બધા માટે ખૂબ ઝડપથી ઉપલબ્ધ હશે.

 

કોરોનાકાળ દરમિયાન આ વર્ષે ઓગષ્ટથી ડિસેમ્બર માસ દરમિયાન ૨૦૦ કરોડ કરતા વધારે વેક્સિન બની ગઈ હશે. અને બધા વેક્સિન મળી રહે તેવી સંભાવના છે. સરકારના એક મુખ્ય સલાહકારે આ માહિતી આપી છે. વેક્સિનના આ ઉત્પાદનથી હાલ ભારતમાં વેક્સિનેશનના કામમાં જે અવરોધ સર્જાયો છે તે દૂર થશે. સરકારના આ મુખ્ય સલાહકાર વીકે પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ વેક્સિનમાં ૭૫ કરોડ કોવિશીલ્ડ હશે જેનું ઉત્પાદન ભારતમાં જ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત કોવેક્સિનની ૫૫ કરોડ ડોઝ પણ આમાં સામેલ છે. કોવેક્સિનનું ઉત્પાદન ભારત બાયોટેક દ્વારા આઈસીએમઆરના સહયોગથી કરવામાં આવશે.

આ ૨૧૬ કરોડ જેટલી વેક્સિન આગામી પાંચ મહિનામાં દેશના લોકો માટે બનાવવામાં આવશે. વીકે પોલે એ પણ જણાવ્યું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં આ આંકડો ૩૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. તેમણે આગળ જણાવ્યું કે મને એ વાતનો આનંદ છે કે રશિયાની વેક્સિન સ્પૂતનિક – વી પણ આગામી અઠવાડિયાથી ભારતમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. અમે આશા રાખી રહ્યા છીએ કે રશિયાથી જે વેક્સિન મળી છે તેનું વિતરણ આગામી અઠવાડિયાથી થશે. તેમણે જણાવ્યું કે રશિયાથી સમયઅંતરે વેક્સિન આવતી રહેશે અને તેનું દેશમાં ઉત્પાદન આગામી જુલાઈથી થશે.

ઉલ્લેખનીય છે કે વેક્સિન ઉત્પાદનનું હબ હોવા છતાં ભારતમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછા નાગરિકોને વેક્સિન અપાઈ છે. આ માટે કેન્દ્ર સરકારે વિપક્ષની આલોચના પણ સહન કરવી પડી રહી છે. જો કે અત્યાર સુધીમાં ભારતમાં ૧૭ કરોડ કરતા વધારે વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે. સરકાર આ ગતિને વધારવા કોશિશ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *