આ ૧૦ પાવરફૂલ સામાન્ય આદતો તમારું જીવન બદલી નાખશે । 10 Powerful Habits

 

10 Powerful Habits । બિલ ગેટ્સનું એક વાક્ય છે કે તમે ગરીબ પેદા થાવ એમા તમારો વાંક નથી પણ તમે ગરીબ તરીકે મૃત્યુ પામો તેમા તમારો જ વાંક છે. આ પૃથ્વી પર જેણે માનવ તરીકે જન્મ લીધો હોય તે ધરે એ કામ કરી જ શકે છે. અહીં ૧૦ એવી આદતોની વાત કરવામાં આવી છે જેને કોઇ પણ વ્યક્તિ અપનાવી લે તો સમજો તેનું જીવન બદલાઈ ગયું. આ આદતો સાવ સામાન્ય છે. આવો જોઇએ…10 Powerful Habits

 

#૧ ઊઠો વહેલા

આ વાત બધાને ખબર છે પણ તેને જીવનમાં ઉતારવી કોઇએ નથી. આપણા વડવાઓ કહી ગયા છે કે સૂર્ય ઉગે તે પહેલા પથારી છોડી દેવી જોઇએ. પણ આપણે એવું કરી શકતા નથી. વહેલા ઊઠવું જોઇએ અને વહેલા ઊંઘવું જોઇએ. ઘણા એવું બહાનું કાઢે છે કે વહેલા ઊંધ નથી આવતી. પણ મિત્રો વહેલા ઊંઘ ન આવવાનું એક કારણ છે સવારે મોડા ઊઠવું. તમે મોડા સુધી સૂતા રહેશો તો સ્વભાવિક છે કે રાત્રે વહેલા ઊંધ ન જ આવે. બીજું કે વહેલા ઉઠશો તો તમે અનુભવશો કે તમારી પાસે સમય વધારે છે. પૂરતી ઊંઘ લીધી હોવાથી સવારે આપણું શરીર સ્ફૂર્તિમાં હોય છે તમે જે કામ કરશો તે સારી રીતે તમે પૂર્ણ કરી શકશો. બાકી વહેલી સવારે ઉઠવાન બીજા અનેક ફાયદા છે એ પણ તમે જાણો જ છો, બસ મન મક્કમ કરો અને આ ટેવ પાડી જુવો…

#૨ બોલો આરામથી…

ખાવામાં અને બોલવામાં ઉતાવળ ન કરવી જોઇએ. આરામથી બોલવાથી બે ફાયદા થાય છે. એક તો તમે જે કહેવા માંગો છો તે સરળતાથી કહી શકશો અને તમે જે કહેવા માંગો છો તે સામેવાળો સમજી પણ શકશે. બીજું આપણે ખૂબ ઉતાવળા છીએ. સામે વાળાને સમજ્યા વિના જ અડધેથી બોલવા લાગીએ છીએ. આપણે તેનો પ્રશ્ન સમજવ માટે નથી પણ તેના પશ્નનો જવાબ આપવા માટે તેને સાંભળતા હોઇએ છીએ, આનું પરિણામ ઘણીવાર એવું આવે છે કે સામેવાળાનો પ્રશ્ન કંઇક અલગ હોય અને ઉતાવળમાં આપણે બોલી કંઈક બીજું જ કાઢ્યું હોય. આનાથી સમસ્યા ઉભી થાય છે. માટે એક ટેવ પાડો આરામથી સાંભળો અને આરમથી તેનો જવાબ આપો.

#૩ પહેરો સારું

આપણે કપડા સારા જ પહેરવા જોઇએ. સારાનો મતલબ એ નથી કે આપણે બ્રાન્ડેડ કપડા જ પહેરવા જોઇએ. તમે જે કપડા પહેરો તેને સ્વચ્છ અને સુઘડ રીતે પહેરો. ખાદી પહેરો પણ તેને યોગ્ય રીતે પ્રેસ કરીને પહેરો, બીજા અન્ય સસ્તા કપડા પહેરો પણ તેને વ્યવસ્થિત ધોઈને પહેરો. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે જોયુ હશે જે દિવસે તમે ગમતા કપડા પહેર્યા હોય તે દિવસે તમન કંઇક અલગ ફીલ થાય છે. સારા કપડા ઘણીવાર વ્યક્તિનો આત્મવિશ્વસ વધારી દેતા હોય છે. તમને ફીલ થાય કે આજે હું ખૂબ સારો દેખાવ છું તો પછી એક અલગ પ્રકરનું તેજ તમારા ચહેરા પર છલકાય છે.

 

#૪ લાંબા શ્વાસ લો…

શ્વાસ હંમેશાં લાંબા અને નાભી સુધીના લેવા જોઇએ. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું હોય તો લાંબા શ્વાસ લેવા જોઇએ. લાંબા શ્વાસ લેશો તો શરીરના ખૂંણે – ખૂણે ઓક્સિજન પહોંચશે અને શરીરનું દરેક અંગ વ્યવસ્થિત રીતે કામ કરશે. તેન્શન, તણાવ આનાથી દુર થાય છે.

#૫ વિચારો ક્રિએટીવ

જમાનો સ્પર્ધાત્મક છે. વ્યવસાય કોઇ પણ હોય શિખર પર પહોંચવાની હોડ જામી છે. આવામાં બધાને બાજુ પર મૂકી તમારે તમારા ફિલ્ડમાં સૌથી પહેલા શિખર પર પહોંચવું હોય અને ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું હોય તો તમારા વિચારઅને કામ બન્ને ક્રિએટીવ હોવા જરૂરી છે. યાદ રાખો બધા કરતા અલગ વિચારીને જ તમે બધાને પાછળ મૂકી શકો છો. સામાન્ય કામ ભીડ કરે છે અને અસામાન્ય કામ ભીડથી અલગ વિચારનારો સફળ વ્યક્તિ કરે છે. માટે હંમેશાં ક્રિએટીવ વિચારો

#૬ શાંતિથી કામ કરો

જે પણ કામ કરો શાંતિથી કરો પણ બેસ્ટ કરો. કેટલાંક લોકો એવા છે કે જે જથ્થાબંધ કામ આપાવા માટે કામ કરે છે અને કેટલાંક લોકોને જથ્થાબંધ કામ સાથે કોઇ લેવા દેવા નથી તેમને તો તેમના કામની ગુણવત્તા સાથે જ લેવા દેવા હોય છે. કામ ઓછુ કરો પણ ગુણાવત્તાયુક્ત કરો. ગુણવત્તાયુક્ત કામ બધાને ગમતું હોય છે. આનાથી લાંબાગાળે ફાયદો થાય છે.

#૭ ખર્ચ કરો નહિવત

આજની આપણી જીવનશૈલી જ એવી થઈ ગઈ છે કે આપણે ન કરવાના હોય તેવા ખર્ચા કરવા લાગ્યા છીએ. મોલમાં જાવ એટલે ૧૦૦ રૂપિયાની બદલે ૧૦૦૦ રૂપિયાની ખરીદી આપણે કરી આવીએ છીએ. ઘણીવાર તો આપણને ન કામની હોય તેવી વસ્તું પણ ખરેદી આવતા હોઇએ છીએ. પરિણામે ખર્ચ વધી જાય છે. તાજેતરનો જ એક રીપોર્ટ છે કે ૭૦ ટકા ભારતીયોએ પોતાનો શોખ પૂરો કરવા લોન લીધી. આપણે ઉધારની જિંદગી જીવવા લાગ્યા છે. આમાંથી આપણે બહાર નીકળવાનું છે. બને એટલો ખર્ચ ઓછો કરો, યાદ રાખો કંજુસાઈની વાત અલગ છે. એ નથી કરવાની.

#૮ તંદુરસ્તી જાળવો

પહેલું સુખ તે જાતે નર્યા, કોરોનાકાળમાં બધાને ખબર પડી ગઈ કે તંદુરસ્તી જ સૌથી મોટી સંપત્તિ છે. માટે તંદુરસ્તી જાણાવો, યોગ્ય આહાર લો, થોડી હળવી કસરત કરો, યોગ કરો, તણાવથી દૂર રહો.

#૯ ઊંઘો સમયસર…

આગળ કહ્યું તેમ વહેલા ઊંથવું હશે તો વહેલા ઊંઘવું પડશે. શરીરને પૂરતી ઊંઘ પણ જરૂરી છે. મોટાભાગના સફળ વ્યક્તિઓ ૮ કલાકની ઊંઘ લેતા હોય છે. ઊંઘ સારી હશે તો તમે દિવસભર ફ્રેસ રહેશો અને કામ પણ સારું કરી શકશો. ઉજાગરા તમારા શરીરની અને મગજની શક્તિ ઓછી કરે છે.

#૧૦ મોજે દરિયા

આ સૌથી અગત્યનું છે. એકવાત યાદ રાખો જે થવાનું છે તે થવાનું જ છે. માટે તેનું ટેન્સન લઈ દુઃખી થવાની જરૂર નથી, બને તો હંમેશાં ખુશ રહો. મન ખુશ હશે તો કોઇ પણ પડકાર જનક સમસ્યાનો ઉપાય પણ શોધી શકશો…

બસ તમારા જીવનમાં પરિવર્તન લાવવું હોય તો આ 10 Powerful Habits પર ધ્યાન આપો. આટલું કરી જુવો, નક્કી તમને જ નહી બીજાને પણ ફરક દેખાશે. બસ આપણે આપણો થોડો અભિગમ બદલવાની જરૂર છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *