ઘરની આર્થિક સ્થિતિ બગડવાના ૧૦ મુખ્ય કારણ આ કારણો પર વિચાર કરવા જેવો છે – Economic crisis in family

10 reasons to economic crisis in family | આ લેખ મધ્યવર્ગના લોકો માટે છે. દેખા-દેખીમાં જરૂરિયાત વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યો છે પણ આવક ઘટી રહી છે. અને એનું પરિણામ શું આવે છે? પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે.

10 reasons to economic crisis in family |

૧ ઘરના બધા જ સભ્યો પાસે મોંઘા સ્માર્ટ ફોન હોવા

આજે સ્થિતિ કેવી છે? પહેલા આખા વિસ્તારમાં એક ફોન હતો આજે ઘરના સભ્ય હોય એટલા મોબાઇલ હોય છે. જરા વિચાર કરો. આજે સ્માર્ટ ફોન ૧૦ હજાર રૂપિયા કરતા નીચેની કિંમતનો સારો આવતો નથી. ઘરમાં ૬ સભ્યો હોય તો પણ ૬૦,૦૦૦ રૂપિયાના તો માત્ર મોબાઇલ જ આવે. આ મોબાઇલ પણ બે વર્ષે બદલવો પડે એટલે વર્ષે – બે વર્ષે આ ખર્ચો આવતો જ રહે. વળી તેને રીચાર્જ કરાવવાનો પણ ખર્ચો…આમ જરા વિચાર કરો…શું આ ફાલતું ખર્ચ નથી. એક ઘરમાં એક અથવા બે મોબાઇલ પૂરતા છે છતાં આપણે અર્થ વગર કેટલો ખર્ચ કરીએ છીએ…આની મધ્યમવર્ગીય પરિવારોના વાર્ષિક બજેટમાં ઘણી મોટી અસર થવા લાગી છે.

૨ દેખાદેખીમાં ક્ષમતા ન હોવા છતાં બહાર ફરવા જવાનો ટ્રેન્ડ

પહેલા આપણે ફરવા જતા હતા હવે આપણે સોશિયલ મીડિયા માટે ફોટા પાડવા જઈએ છીએ. પૈસા હોય કે ન હોય સ્ટેટસ દેખાડવા ફરવા જવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. દેખાડા કરવા કોઇને બતાવી દેવા આપણે કંઇક વધારે જ ફરવા લાગ્યા છીએ. ફરવું સારીવાત છે પણ તમારામાં બજેટમાં રહીને ફરવું જોઇએ. માત્ર કોઇને દેખાડી દેવા કે સ્ટેટસ દેખાડવા ફરવા જવાનું થાય તો તેના પર વિચાર કરવો જોઇએ. કેમ કે તેનાથી કોઇ ફાયદો થવાનો નથી, ખર્ચરૂપી નુકસાન જ થવાનું છે.

૩ બાઇકથી ચાલતું હોય છતાં સ્ટેટસ માટે કાર લેવાનો ટ્રેન્ડ

પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે છાતા ખૂબ ઓછી એવરેજ આપતી કારનું વેચાણ પણ વધી રહ્યું છે. આજે ખૂબ સરળતાથી હપ્તા કે લોનના આધારે મોંધી કાર કોઇ પણ ખરીદી શકે છે. જેના કારણે જરૂર ન હોવા છતા લોકો કાર ખરીદી લે છે અને પછી પછતાય છે. યાદ રાખવા જેવું છે કે તમારું બજેટ ઓછુ હોય તો કાર ખરીદવાની જરૂર શું છે. આજે ઉબેર કેવી અનેક સેવાઓ છે, મહિને એકવાર કે વર્ષે એક-બે વાર કારની જરૂર પડે તો આ સેવાનો ઉપયોગ આપણે કરીજ શકીએ છીએ. માત્ર અમારી પાસે કાર છે એવું બતાવવા તમે કાર ખરીદતા હોવ તો આ સંદર્ભે વિચાર કરવાની જરૂર છે.

૪ અઠવાડિયામાં એકવાર બહાર જમવા જવાનો ટ્રેન્ડ

વીકએન્ડમાં તો બહાર જ જમાવું…આવી હોસિયારી મારતા અનેક લોકો તમે જોયા હશે. તમારી સ્થિતિ હોય તો કોઇ વાંધો નથી, તમે કમાઓ અને મોજથી જીવન જીવો એક મોટી વાત છે પણ માત્ર દેખા-દેખીમાં તમે વહાર જમવા જાવ એ ખોટું છે. આજે ટ્રેન્ડ જ એવો છે કે શનિવારે કે રવિવારે તમે બહાર નીકળો એટલે દરેક હોટલે તમને ભીડ જોવા મળે. આ ટ્રેન્ડ ચિંતા જનક છે. બહારનું ખાવાની ના નથી પણ નિયમિત ખાવું આરોગ્ય માટે પણ જોખમ કારક છે. પૈસા પણ બગડે છે અને આરોગ્ય પણ બગડે છે. એટલે આ ટ્રેન્ડ પર કાબૂ મેળવવાની જરૂર છે

૫ બ્યુટી પાર્લર, સલૂન, બ્રાન્ડેડ કપડાનું સાથે જીવવાનો ટ્રેન્ડ

અપણે બહુ ફિલ્મી થઈ ગયા છીએ. પૈસા હોય કે ન હોય ફેસન કરવાની જ. જેના કારણે બ્યુટી પાર્લર, સલૂન અને મોંઘા બ્રાન્ડેડ કપડાની માંગ વધી ગઈ છે. આપણે દેખાડી દેવા આવી ખોટી જગ્યાએ જરૂર કરતા વધારે ખર્ચ કરતા થઈ ગયા છીએ. મધ્યમવર્ગના લોકો પણ આ તરફ વળ્યા છે જેના કારણે તેમનું વાર્ષિક બજેટ બગડી જાય છે. જેના પર ધ્યાન રાખવાની જરૂર છે

 

૬ જન્મદિવસ અને લગ્નની તિથિને ઉજવી ખોટો ખર્ચ કરવાનો ટ્રેન્ડ

દર વર્ષે જન્મદિવસ હોય કે લગ્નની કે સગાઈની તિથિ હોય ઉજવાવાની જ…લોકો વાતવાતમાં ઉજવણી કરતા થઈ ગયા છે. ઉજવણી કરવી આનંદમામ રહેવું સારી વાત છે પણ તમારું આર્થિક બજેટ ન ખોરવાઈ તો. તમે કરોડ પતિ છો તો ખર્ચ કરવામાં કોઇ વાંધો નથી. આમ પણ આવી ઉજવણી પૈસાવાળાઓ માટે હોય છે મધ્યમવર્ગ માટે નહી.

૭ સગાઈ અને લગ્નમાં ભભકો દેખાડવા ગજા બહારનો ખર્ચ કરવો ટ્રેન્ડ

આહીં દેખાદેખીનો ટ્રેન્ડ ગજબનો વધ્યો છે. પહેલા જે ખૂબ ઓછા ખર્ચમાં પતી જતું હતું તે માટે આજે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સગાઈ કે લગનમાં એક કરતા વધારે ખાવાના કાઉન્ટર રાખી આપણે આપણો મોભો દેખાડવાની કોશિશ કરીએ છીએ. આ ઉપરાંત ડીજે થી લઈને ફાર્મ હાઉસની ઉજવણી સુધીનો જે ટ્રેન્ડ આજે આગળ વધ્યો છે તે ચિંતા જનક છે. દેખા-દેખીમાં કે કોઇને બતાવી દેવામાં ગજા બહારનો ખર્ચ થઈ જાય છે અને પછી પછતાવાનો વારો આવે છે. આવા અનેક કિસ્સા સમાજમાં સામે આવ્યા છે. માટે આ દેખાડાની દુનિયામાંથી બહાર આવી આપણે આ સંદર્ભે સાદગી અપનાવવાની જરૂર છે!

 

૮ બાળકોને ખાનગી અને સ્ટેટસવાળી અંગ્રેજી શાળાઓમાં ભણાવાનો ટ્રેન્ડ

બાળાકોને સારી શાળામાં ભણાવવા સારીવાત છે. આ ટ્રેન્ડ યોગ્ય લાગે પણ આપણી આર્થિક કેપેસિટી ન હોય તો એકવાત સમજી લો સારું શિક્ષણ આપનારી અનેક સામાન્ય શાળાઓ પણ છે જ. અને ભણાવાનું બાળકને છે, તેનામાં ભણવાની ઘગસ હશે તો તેને આગળ વધતા કોઇ રોકી શકશે નહી. માટે સ્ટેટસનું ન વિચારો સ્ટેટસવાળી શાળા કરતા બાળક પર ધ્યાન આપો. આર્થિક બજેટ પણ સચવાઈ જશે અને બાળક પણ હોશિયાર જ બનશે.

૯ ક્રેડિટ કાર્ડ, ઇ-કોમર્સ અને મોલના જમાનામાં જરૂર ન હોય તે ખરીદી લેવાનો ટ્રેન્ડ

આ વાત તમને સાચી લાગશે. ક્રેડિટ કાર્ડ, ઇ-કોમર્સ અને મોલના જમાનામાં આપણૅ જરૂર ન હોય તો પણ તે વસ્તુ ખરીદતા થઈ ગયા છીએ. આ લોકોની લોભામણી સ્કિમમાં આપણે ફસાઈ જઈએ છીએ અને સસ્તું લેવાની ગણતરીમાં ન ખરીદવાનું પણ ખરીદી લઈએ છીએ. પછી ભલેને એ વસ્તુ ઘરે આવીને કોઇ ખૂણામાં પડી રહે. આવું આજે બધા સાથે થાય છે. પરિણામે વાર્ષિક ખર્ચ વધી જાય છે અને આર્થિક બજેટ ખોરવાઈ જાય છે. માટે સચેત થઈ જાવ જરૂર ન હોય તે વસ્તું ખરીદવાનું બંધ કરી દો. જરૂર હોય તે જ વસ્તું ખરીદવાનો આગ્રહ રાખો.

૧૦ ખોટી જીવનશૈલીના કારણે મેડિકલ બીલ વધવાના કારણે

એક રીપોર્ટ પ્રમાણે ૨૧મી સદીમાં આપણું મેડિકલ બીલ ખૂબ વધી ગયુ છે. આના માટે આપણી ખરાબ જીવનશૈલી પણ વધારે જવાબદાર છે. માટે થોડું ધ્યાન આપણે આરોગ્યનું રાખીએ તો આ વધેલા મેડિકલ બીલને ઘટાડી શકાય છે. બસ માત્ર જીવનશૈલી થોડી સુધારવાની છે…

 

દેખા-દેખીમાં જરૂરિયાત વધી રહી છે, ખર્ચ પણ વધી રહ્યો છે પણ આવક ઘટી રહી છે. અને એનું પરિણામ શું આવે છે? પરિવારની આર્થિક સ્થિતિ બગડી જાય છે. માણસની જરૂરિયાત રોટી, કપડા, મકાન છે અને રહેશે. હજી

સમય છે ચેતી જવ અને ખોટા ખર્ચ બંધ કરી દો. જરૂરિયાતને ઘડાડો અને કુદરતના સાંનિધ્યમાં સરળ જીવન જીવવાનો પ્રયાસ કરો…તમારા જીવનમાં અશાંતિનું સ્થાન નહી હોય, બધે જ શાંતિ જ શાંતિ હશે!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *