હિંદુ ધર્મમાં ‘108’ નંબરનું શા માટે ખૂબ મહત્વ છે? 108 Number nu mahatva in gujarati

હિંદુ ધર્મમાં ‘108’ નંબરનું શા માટે ખૂબ મહત્વ છે? 108 Number nu mahatva in gujarati

108 Number nu mahatva in gujarati 108 એક એવો અંક છે, જે હિંદુ ધર્મમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે.હિંદુ ધર્મમાં 108 મંત્ર જાપ કરવા અથવા 108 મણકાની માળા ધારણ કરવા પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. ઈશ્વરનું નામ ત્યારે જ સંપૂર્ણ ગણાય છે જ્યારે તેને 108 વાર બોલવામાં આવે. માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, બૌદ્ધ ધર્મમાં પણ 108 નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ અને બૌદ્ધ ધર્મમાં 108 શા માટે આટલું મહત્વનું છે? શું તમે આનું કારણ જાણો છો? જો તમને તેનું કારણ ખબર ન હોય તો આજે અમે તમને તેનું સંપૂર્ણ રહસ્ય જણાવીશું.

1) ‘108’ શિવજીનો અંક-

મુખ્ય શિવાંગોની સંખ્યા 108 છે. માટે ‘108’ અંકને શિવનો અંક માનવામાં આવે છે. લિંગાયત સંપ્રદાયકમાં રૂદ્રાક્ષની માળામાં કુલ 108 મણકા હોય છે. જેનો જાપ કરવામાં આવે છે. રૂદ્રાક્ષની માળા અને મંત્રોનો જાપ આ બન્નેમાં એક વસ્તુ સામાન્ય છે. એ છે 108નો અંક.

2) રૂદ્રાક્ષની માળા સાથે સંબંધ-

એવું કહેવાય છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી થઈ હતી.. શિવજીની પૂજા પણ રૂદ્રાક્ષની માળાથી કરવામાં આવે છે. શિવ ઉપાસનામાં 108 વિભાગો હોવાથી આ માળામાં રૂદ્રાક્ષ પણ 108 રાખવામાં આવે છે. કહેવાય છે કે જો તમે જપમાળાની 108 માળા ફેરવો છો, તો તમે તેમની પૂજાના તમામ 108 વિભાગોની પ્રશંસા કરી છે. આમ કરવાથી તમને ભોલેનાથના સંપૂર્ણ આશીર્વાદ મળે છે.

3) ભગવાન શિવનું તાંડવ નૃત્ય-

જ્યારે ભગવાન શિવ અત્યંત ક્રોધિત થાય છે અને અલૌકિક તાંડવ નૃત્ય શરૂ કરે છે, ત્યારે તેમની 108 નૃત્ય મુદ્રાઓ રચાય છે. આ મુદ્રાઓ અને ભોલે શંકરના 108 ગુણોનું વર્ણન પુરાણોમાં કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે સનાતન ધર્મમાં 108 નંબરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.

4) ગોપીઓની સંખ્યા પણ 108-

108 નંબરનું રહસ્ય પણ ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત છે.વૈષ્ણવ સંપ્રદાય હેઠળ વિષ્ણુ ભગવાનના 108 દિવ્ય ક્ષેત્ર જણાવવામાં આવ્યાં છે. જેને 108 દિવ્યદેશમ કહે છે. એવું કહેવાય છે કે વૃંદાવનમાં ઘણી ગોપીઓ હતી, જેઓ ભગવાન કૃષ્ણને પસંદ કરતી હતી, પરંતુ કૃષ્ણ 108 ગોપીઓને ખૂબ પ્રેમ કરતા હતા. તેનું કારણ એ હતું કે કાન્હાએ તેનું બાળપણ આ 108 ગોપીઓ સાથે વિતાવ્યું હતું. એટલા માટે આ નંબરને શુભ માનવામાં આવે છે.જો 108 ગોપીઓના નામનો જાપ કરવામાં આવે તો તે ખૂબ જ શુભ, ફળદાયી અને પવિત્ર માનવામાં આવે છે.

5) નંબર 108 શ્વાસની સંખ્યા-

એવું કહેવાય છે કે એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 21,600 વખત શ્વાસ લે છે. દર 12 કલાકે 10,800 શ્વાસ લે છે. દિવસનો સમય રોજિંદા કાર્યોમાં જતો રહે છે અને બાકીના સમયમાં ધ્યાન કરવું જોઈએ પરંતુ આ શક્ય નથી તેથી જપમાળામાં 108 મણકા બનાવવામાં આવ્યા છે. જેથી આપણે ધ્યાન કરતી વખતે સરળતાથી જપ કરી શકીએ.

6) જ્યોતિષીઓ અનુસાર-

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વિશ્વમાં કુલ 12 રાશિઓ છે અને જેમાં 9 ગ્રહો વિચરણ કરે છે. જ્યારે આ 12 સંખ્યાઓને 9 વડે ગુણાકાર કરવામાં આવે તો 108 નંબર આવે છે. આ 108 નંબરને શુભ માનવામાં આવે છે કારણ કે બ્રહ્માંડમાં હાજર 9 ગ્રહોની કૃપા તમામ 12 રાશિઓ પર હંમેશા બની રહે છે. એટલા માટે આ નંબરને ઘણું મહત્વ આપવામાં આવે છે.

7) સૂર્ય અને 108 નંબર-

વિજ્ઞાન અનુસાર, સૂર્ય એક વર્ષમાં 21,6000 તબક્કાઓ બદલે છે. આ સાથે વર્ષમાં બે વાર સૂર્યની સ્થિતિ પણ બદલાય છે. સૂર્ય દર 6 મહિને 1,08,000 કલાઓ બદલે છે. આ સિદ્ધાંત પર, માળામાં 108 માળા સ્થાપિત કરવામાં આવી છે, જેમાંથી દરેક માળા સૂર્યની કળાનું પ્રતીક છે.

બૌદ્ધ ધર્મમાં 108 નંબરનું મહત્વ

માત્ર હિંદુ ધર્મ જ નહીં, બૌદ્ધ ધર્મમાં પણ 108 નંબરને ખૂબ મહત્વ આપવામાં આવે છે.

જાપાનમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ નવા વર્ષના આગમનને ચિહ્નિત કરવા અને પસાર થતા વર્ષને વિદાય આપવા માટે મઠની ઘંટ 108 વખત વગાડે છે. આમ કરવાથી, તેઓ માને છે કે માનવ જીવનમાં કુલ 108 લાગણીઓ છે, જેને તેઓ વર્ષ બદલાતા શુભ કરવા માંગે છે.

1) બુદ્ધને 108 સવાલ-

લંકાવત્ર સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, બોધિસત્વ મહામતી, બુદ્ધને 108 સવાલ પૂછ્યા હતા. તેમાં બૌદ્ધવાદે 08 પ્રતિબંધો પણ જણાવ્યા હતા. તેથી બૌદ્ધ ધર્મમાં 108ને શુભ અને મહત્વના માનવામાં આવે છે. એટલું જ નહી પણ બોદ્ધ ધર્મના મંદિરમાં 108 સીડી ચઢવાની હોય છે.

2) મનમાં 108 ભાવનાઓ-

બૌદ્ધ ધર્મ અનુસાર વ્યક્તિના મનમાં કુલ 108 પ્રકારની ભાવનાઓ હોય છે. આ સંખ્યા સૂંઘવા, કહેવા, સાંભળવા, જમવા, પ્રેમ, નફરત, દર્દ, ખુશી વગેરેને ભેગા કરીને બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *