ટેન્શનમુક્ત જીવન Tension free life જીવનાની ૧૧ પાવરફૂલ ટિપ્સ

 

ચિંતામુક્ત જીવન Tension free life જીવવું છે? માત્ર બે મીનિટ કાઢી વાંચો આ લેખ…

ચિંતા – તણાવ, મેઇન્ટલી ટ્રેસ આજકાલ આ શબ્દો નાના નાના બાળકોના મોએ પણ સાંભળવા મળી જાય છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે કે, આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. આ ટેન્શન જ્યારે આપણા સૌના જીવનમાં બળજબરીપૂર્વક ઘુસી આવ્યું છે અને તેને આપણા જીવનમાં પ્રવેશતું અટકાવવું એ લગભગ અશક્ય બન્યું છે ત્યારે ચાલો વાત કરીએ એવી કેટલીક ટિપ્સની જેનો અમલ કરી તમે તમારા જીવનને સંપૂર્ણ ટેન્શન મુક્ત (tension free) તો નહીં પરંતુ ટેન્શન-તણાવને થોડો હળવો જરૂર કરી શકશો.

#1 ભૂલતા શીખો – Forget

સૌપ્રથમ તો આપણે ભૂલતા (Forget) શીખવાનું છે. ભગવાને આપણને જીવન જ વર્તમાનમાં જીવવા માટે આપ્યું છે નહીં કે ભુતકાળને વાગોળવા માટે કે ભવિષ્યની ચિંતા કરવા માટે. છતાં કેટલાક લોકો પોતાના ભુતકાળની વાતો વાગોળી દુઃખી થયા કરે છે કે પછી ભવિષ્યની ચિંતા કરી વર્તમાન બગાડે છે. જો તમારે તણાવમુક્ત જીવન જીવવું છે તો તમારે ભુતકાળને ભૂલવો પડશે અને ભવિષ્ય વિશે પણ વિચારવાનું ટાળવું પડશે. વર્તમાનની પરિસ્થિતિ અનુરૂપ જીવતા શીખો. તણાવ ચિંતા અડધો અડધ ઘટી જશે.

#2 અતિ-આંતરિક સંવાદો બંધ કરી દો – Stop Internal dialogue

કોઈ ઘટના હોય કે કામ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે મોટાભાગના લોકો સતત તેના વિચારોમાં જ ખોવાયેલા રહે છે અને જ્યારે એ વિચાર નેગેટિવ ( Negative Thinking ) એટલે કે નકારાત્મકતામાં પરિણામે છે ત્યાંથી જ બધી સમસ્યા શરૂ થાય છે. આપણે કોઈ કામને લઈ પહેલાં જ નેગેટિવ વિચારવાનું શું કામ શરૂ કરી દઈએ છીએ ? કોઈ ઘટના કે કામ અંગે સારુ પોઝેટિવ (Positive Thoughts) ન વિચારીએ. આ મારાથી નહીં જ થાય ? તેમાં સમય ખૂબ જ વધારે લાગશે. જે લોકો સાથે મારે કામ કરવાનું છે તે કેવા હશે ? આમ કામ હજી જ્યાં શરૂ પણ નથી થયું ત્યાં જ નેગેટિવ વિચાર ! મિત્રો આનાથી શું થાય છે ? કોઈપણ કામ કરતા પહેલાં જ આપણે તનાવમાં આવી જઈએ છીએ અને આપણે આપણું અહિત કરી બેસીએ છીએ. મોટાભાગે એવું જ થાય છે કે, કામ કર્યા બાદ આપણને લાગે છે કે ખરેખર આ કામ આટલું સરળ હતું ? હું તો નાહકની ચિંતા કરતો હતો. તો હવેથી જ્યારે પણ નવું કામ શરૂ કરો ત્યારે તેની સાઇડ ઇફેક્ટને સાઇડમાં કરી દો અને કામ કરવાનું જ છે, અને સફળતાપૂર્વક કરવાનું છે એ વાત પર ફોક્સ કરો.

#3 હકારાત્મક અભિગમ જ તમને ચિંતાથી દૂર રાખશે – A positive mindset

ભલે ગમે તે થાય તમારી વિચારસરણી હકારાત્મક (positive) રાખો. જો આમાં તમે આ કળા શીખી ગયો. તો સમજો તમારું ૫૦ ટકા કામ આપો આપ થઈ ગયું. ચાણક્ય કહે છે કે ‘કોઈ કામ કરતા વચ્ચે તમે વિચારવા લાગો છો કે હવે આ કામ મારાથી નહીં થાય તો ય પછી એ કામ તમારાથી નહીં જ થાય.’ એટલે કે કામ ગમે તેવું હોય ખુદ પર ભરોસો રાખો અને ખુદને કહો કે આ કામ હું કરીને જ રહીશ. પછી જુઓ કામમાં સફળતા મળે છે કે નહીં.

#4 એક સમયે એક જ કામ હાથમાં લો અને ચિંતા મુક્ત રહો – Say no to multiple work

મોટાભાગના લોકો વધારે લાભ મેળવવા માટે અને થોડા સમયમાં વધારે કામો કરી લેવા માટે અનેક કામો એક સાથે કરતા હોય છે. પરિણામે બાવાના બેય બગડે એવો ઘાટ થાય છે અને એક પણ કામમાં બરકત આવતી નથી અને ચિંતા હાવી થઈ જાય છે એ વધારવામાં. માટે સલાહ છે કે એક સમયે એકથી વધુ કામો કરવાનું તો ટાળજો જ. જો એક સમયે એક જ કામ પર ફોક્સ કરશો તો તમે તેમાં તમારું ૧૦૦ ટકા આપી શકશો. પરિણામે પરિણામ પણ ૧૦૦ ટકા આવવાની શક્યતાઓ વધી જશે. માટે કામ ભલે અનેક લો. પરંતુ એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.

#5 લાઇફ સ્ટાઇને સરળ બનાવો – Live Easy Lifestyle

સૌથી જરૂરી તમારી લાઇફ સ્ટાઇલ એટલે કે જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. તમારી જીવનશૈલી મુજબ તમારી દીનચર્યા ગોઠવો. આમ કરશો તો ચિંતા-તણાવ તમારાથી બે ગજ દૂર રહેશે.

#6 એક સ્થળે તમારો આખો દિવસ બર્બાદ ન કરો

જો તમે એક જ સ્થળે આખો દિવસ એક જ વાતાવરણમાં બેસી રહો છો. તો તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કારણ કે માનવની માનસિકતા જ એવી હોય છે કે જો તે એક જ જગ્યાએ જરૂર કરતાં વધુ સમય બેસી રહે છે, તો તેનું મસ્તિક અવળી વિચારે ચડી જાય છે. પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. ત્યારે શ્રેષ્ઠ વાત એ છે કે એક સ્થાન પર કામપુરતા જ રોકાવાની આદત પાડો ! સતત ફરતા રહો, જેનાથી તમને નવું નવું વાતાવરણ મળતું રહેશે અને તમારું મન ખુદ જ પ્રફુલ્લિત રહેવા લાગશે અને ચિંતા તેમાં પ્રવેશી જ નહીં શકે.

#7 પૌષ્ટિક ભોજન પણ જરૂરી – Eat healthy stay healthy

મનદુરસ્તી માટે શરીરની તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ શરીર નસીબવાળાને જ મળતું હોય છે માટે આપણે આ તંદુરસ્ત શરીર રૂપી મૂડીને ન માત્ર સંભાળી રાખવાની છે. તેમાં વધારો પણ કરવાનો છે. માટે સારું અને પૌષ્ટિક આહાર લેવાની ટેવ પાડવી પડશે. બની શકે તો માંસાહારથી દૂર રહો અને શાકાહારી ભોજનને જ પ્રાથમિકતા આપો. કારણ કે શાકાહારી ભોજનથી નેગેટિવ પ્રભાવ ઓછો થઈ જાય મનને શાંત રાખવામાં મદદ મળે છે. એટલે કે તણાવમુક્ત રહેવા માટે સાદુ અને પૌષ્ટિક ભોજન લો. તેના ચમત્કારિક ફાયદા મળશે.

#8 નકારાત્મક વ્યક્તિઓથી દૂર જ રહેજો – Stay Away From Negative People

નેગેટિવ એટલે કે નકારાત્મક વિચારધારાવાળા લોકો તેની આજુબાજુનાં લોકોને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એક તો એ પોતે કાંઈ કરતા નથી અને બીજા કાંઈક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે નાસી પાસ થાય તેવી જ વાતો કર્યા કરે છે. એનાથી થાય છે એવું કે તમે નવું કામ તો શરૂ નથી જ કરી શકતા ઉલટાનું તણાવમાં સરી પડો છો. માટે ભલાઈ આવા નકારાત્મક લોકોથી દૂર રહેવામાં જ છે.

#9 સંયમી જીવન જીવતા શીખો – Control of Your Life

આજે હરેક વ્યક્તિને ધનવાન બનવું છે અને આમાં ખોટું પણ નથી. પરંતુ વધારે પૈસા કમાવવાની લ્હાયમાં આપણે તણાવમાં ન સરી પડીએ એ પણ જરૂરી જ છે. વધારે પૈસા કમાવવાના પ્રયત્નોમાં કાંઈ બધા જ સફળ થતા નથી. તેમાં ક્યારેક નિષ્ફળતા પણ મળવાની અને ત્યારે આપણે તણાવમાં સરી પડીએ છીએ માટે પૈસા કમાવાની ઇચ્છા રાખો, પરંતુ જેટલી તમારી જરૂરિયાત છે તેટલા જ. બીજી મહત્વની વાત એ છે કે, કોઈપણ વ્યક્તિ પોતે ઇચ્છે તેટલું ધન કમાઈ શકતો નથી. ત્યારે ભલાઈ ખુદના ખર્ચા ઓછા કરવામાં જ છે. જરૂરિયાતથી વધારે ખર્ચા કરવાથી બચો. ઉધાર લેવાનું ટાળજો જ. જો આટલું કરશો તો તણાવ ચિંતા તમારાથી દૂર જ રહેશે.

#10 પરિવારને સમય આપો – Spending Time with Family

તમારી આ આદત તમને ચિંતા-તણાવ મુક્ત રહેવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. જ્યારે તમે પરિવારની સાથે હોવ છો તો તમારો તણાવ આપો. આપ છૂમંતર થઈ જાય છે. માટે પરિવારને સમય આપો, પરિવારના બાળકો સાથે રમો, વડીલો સાથે વાતો કરો, ફેમીલિ ટ્રીપનું આયોજન કરો. પછી જુઓ ટેન્શન-તણાવ કેમ છૂમંતર થઈ જાય છે. પરિવારના વડીલો સાથે વાતચીત કરવાથી, મુશ્કેલી વિશે જણાવવાથી મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિનો રસ્તો પણ આસાનીથી નીકળી જાય છે.

#11 ક્રિએટીવ બનો – Be creative

તમારા શોખને ક્યારેય દબાવ શો નહીં, ક્રિએટીવ બનો. સંગીત, રમતો, વાંચન, ગાયન, અભિનય જે પણ તમને સારું લાગે તો જરૂરથી કરજો જ. દિવસમાંથી થોડો સમય કાઢો અને તમારા શોખ પર ધ્યાન આપો. કારણ કે શોખ કે રસનું કામ કરતા સમયે માણસનું સંપૂર્ણ ધ્યાન તે કામમાં જ હોય છે. તે સમય પૂરતું તણાવ-ટેન્શન તેની આજુબાજુ પણ ફરકી શકતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *