સમાજમાં તમારું સન્માન વધારવા માંગો છો? અપનાવો આ ૧૨ પ્રભાવશાળી આદતો । 12 Powerful Habits to Earn Respect and Build Social Credibility

12 Powerful Habits to Earn Respect and Build Social Credibility
12 Powerful Habits to Earn Respect and Build Social Credibility

 

12 Powerful Habits to Earn Respect and Build Social Credibility

૧. વચન નિભાવો

તમે જે વચન આપ્યું છે તે કરો, ભલે તે મુશ્કેલ હોય અથવા કોઈનું ધ્યાન ન જતું હોય.

૨. માત્ર સમયસર નહીં, સમય કરતા વહેલા પહોંચો

પાંચ મિનિટ વહેલા પહોંચવું એ દર્શાવે છે કે તમે બીજાના સમયની કદર કરો છો.

૩. જ્યારે તમારાથી ભૂલ થાય ત્યારે તેની જવાબદારી સ્વીકારો

બહાના બનાવવા અથવા બીજા પર દોષ ઢોળવાને બદલે “મેં ભૂલ કરી છે” એમ કહો.

૪. પહેલા સાંભળો, પછી બોલો

તમારો પ્રતિભાવ આપવાનું વિચારતા પહેલા સામેની વ્યક્તિને સમજવા પર પૂર્ણ ધ્યાન આપો.

૫. ઓફિસની પંચાત છોડો

લોકો જ્યારે રૂમમાં હાજર ન હોય ત્યારે ક્યારેય તેમના વિશે ખરાબ વાત ન કરો.

૬. તમે જે કહેવા માંગો છો તે સ્પષ્ટ રીતે કહો

‘કદાચ’ કહેવાને બદલે સાદા શબ્દોનો ઉપયોગ કરો અને સીધો જવાબ આપો.

૭. માત્ર સમસ્યાઓ નહીં, ઉકેલ લાવો

સમસ્યાઓ ન ગણાવો, સમસ્યા કઈ રીતે દૂર થશે તેના ઉકેલ પણ જણાવો

૮. સતત થોડું વધારે કરવાની તૈયારી રાખો

તમે જે કામ હાથમાં લો તેમાં અપેક્ષા કરતા થોડું વધારે કરો.

૯. બીજાને આગળ આવવાની તક આપો

ટીમના સભ્યોના સારા કામ અને વિચારો માટે તેમને શ્રેય આપો, તેમની પ્રશંસા કરો.

૧૦. પ્રામાણિક પ્રતિસાદ માંગો

કેવી રીતે સુધારો કરવો તે અંગે ઇનપુટ માંગો અને પછી ખરેખર તે સલાહનો ઉપયોગ કરો.

૧૧. જિજ્ઞાસુ બનો, ન્યાયાધીશ નહીં

ઉતાવળમાં કોઈ તારણ પર પહોંચવાને બદલે સમજવા માટે પ્રશ્નો પૂછો.

૧૨. દબાણ હેઠળ પણ શાંત રહો

જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ બને ત્યારે શાંત રહો જેથી તમે સ્પષ્ટ રીતે વિચારી શકો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *