30 Micro-Habits for a Macro-Life Transformation । જીવનમાં મોટી સફળતા હંમેશા મોટા ફેરફારોથી નથી આવતી, પણ નાની અને સાતત્યપૂર્ણ આદતોનું પરિણામ હોય છે. આ 30 ટૂંકી આદતો તમારા સમય, શક્તિ અને માનસિક શાંતિને વધારીને તમને એક વધુ સમૃદ્ધ જીવન તરફ દોરી જશે.
30 ટૂંકી આદતો જે તમારું જીવન બદલી નાખશે…30 Micro-Habits for a Macro-Life Transformation
1. લખવાનું રાખો, નોંધવાનું રાખો – આપણું મગજ વિચારો કરવા માટે છે, તેને સાચવી રાખવા માટે નહીં.
2. જવાબ આપતા પહેલા એક સેકન્ડ થોભો. ઓછા પ્રતિક્રિયાશીલ બનો.
3. દરરોજ કંઈક વાંચો, ભલે તે માત્ર એક જ પાનું હોય.
4. દરરોજ કંઈક લખો, ભલે તે માત્ર એક જ ફકરો હોય.
5. બને તેટલું ઓટોમેટ (સ્વચાલિત) કરો અને કામોને ભેગા કરો. જ્યારે આપણું મગજ સતત નિર્ણયો લેતું નથી હોતું, ત્યારે તેમાં સર્જનાત્મક બનવા માટે વધુ જગ્યા હોય છે.
6. સૂર્યસ્નાન કરો..એટલે કે દિવસમાં સવારે વહેલા સૂર્યનો તડકો ખાવ.
7. જ્યારે તમારું મગજ થાકે, ત્યારે કામ કરવાનું બંધ કરો. રિચાર્જ થવા માટે થોડો વિરામ લો.
8. તમારી ટૂ-ડૂ લિસ્ટ (કામની યાદી)ને દિવસના ટોચના ત્રણ સૌથી મહત્વપૂર્ણ કાર્યો સુધી મર્યાદિત રાખો.
9. જે પણ વસ્તુ તમને સ્પર્શી જાય – ગમી જાય તેને લખી લો.
10. લક્ષ્યોને બને તેટલા નાનામાં નાના પગલાઓમાં વિભાજિત કરો.
11. બીજી બધી વસ્તુઓ કરતાં તમારા સમયને વધુ મહત્વ આપો.
12. એવા શોખ શોધો જે તમારા મન આનંદ આપે. તમને મજા કરાવે.
13. જ્યારે તમે કામ કરતા હોવ ત્યારે તમારા ફોનને દૂર રાખો.
14. એક દિવસ માટે તમે જે કંઈ પણ કરો છો તેને મિનિટ-ટુ-મિનિટ ટ્રેક કરો. સમય ક્યાં વેડફાય છે તે શોધો.
15. તમારા પડદા પાછળના (સંઘર્ષના) જીવનની સરખામણી બીજાના ‘હાઈલાઈટ રીલ’ (સારા દેખાવ) સાથે કરવાનું બંધ કરો.
16. શાંત રહો, એકાંતમાં રહો. જ્યારે મનને ભટકવાની છૂટ મળે છે ત્યારે જ તેમાં શ્રેષ્ઠ વિચારો આવે છે.
17. બોલવા કરતા સાંભળવાનું વધુ રાખો.
18. વપરાશ (Consumption) કરવા કરતા સર્જન (Creation) વધુ કરો.
19. ફરિયાદ કરવા કરતા પ્રશંસા વધુ કરો.
20. જે એપ્સનો તમે ઉપયોગ નથી કરતા તેને ડિલીટ કરી દો.
21. તમે જે કપડાં નથી પહેરતા તેનું દાન કરો.
22. બને તેટલી બીજાની સેવા કરો. આ સુખનો એક શક્તિશાળી સ્ત્રોત છે.
23. જૂના મિત્રોનો સંપર્ક કરવાની આદત બનાવો.
24. માત્ર હા નહી પણ ના પાડતા પણ શીખો.
25. ખોટા વિચાર અને માહિતીથી દૂર રહો. નકામી માહિતી આપણા મગજને એવી રીતે નુકસાન કરે છે જેમ જંક ફૂડ આપણા શરીરને.
26. ફોન સામે ઓછું જુઓ, લોકોની આંખોમાં વધુ જુઓ.
27. ભૂતકાળમાં જે વસ્તુઓએ તમને આનંદ આપ્યો હોય તેને ફરીથી યાદ કરો. તે કદાચ ફરીથી આનંદ આપશે.
28. કાર્યો પર સમય મર્યાદા નક્કી કરો. “પાર્કિન્સન લો” (Parkinson’s Law) નો તમારા ફાયદા માટે ઉપયોગ કરો.
29. લોકોના નામ યાદ રાખો અને તેનો વારંવાર ઉપયોગ કરો.
30. યાદ રાખો કે તમારે પણ એક દિવસ વિદાય લેવાની છે. માટે મોજ કરો…
30 Micro-Habits for a Macro-Life Transformation । આ બધી જ આદતો એકસાથે અપનાવવી જરૂરી નથી, પણ તેમાંથી મનગમતી થોડી આદતોથી શરૂઆત કરો. યાદ રાખો કે નાની આદતોનું રોકાણ જ ભવિષ્યમાં સૌથી મોટું અને શ્રેષ્ઠ વળતર આપે છે.
