32 forms of ganesha | શ્રી ગણેશની ૩૨ પ્રકારની મૂર્તિઓ પ્રચલિત છે ! જાણો આ ૩૨ મૂર્તિઓની વિશેષાતા

32 forms of ganesha | શ્રી ગણેશની ૩૨ પ્રકારની મૂર્તિઓ પ્રચલિત છે! જાણો આ ૩૨ મૂર્તિઓની વિશેષાતા

 

32 forms of ganesha | ૧૯મી સદીમાં મૈસૂરના રાજા જે વાડિયાર સામ્રાજ્યના હતા તેમણે રાજ્યના વિદ્વાનોને ભગવાનની મૂર્તિઓની એક સંકલિત યાદી બનાવવાનું કહ્યું. આના પરિણામ સ્વરૂપ એક યાદી તૈયાર થઈ જેને શ્રી-તત્ત્વ-નિધિ કહેવાઈ જે કન્નડ ભાષામાં લખાઇ છે, જેમાં હિન્દુ ભગવાનના અનેક સ્વરૂપો જેની મોટે ભાગે પૂજા થાય છે, તેને સમાવવામાં આવ્યા છે. આ યાદીમાં ગણેશના ૩૨ જુદા જુદા સ્વરૂપો મળે છે. કદાચ આ મૂર્તિઓને કારીગરોએ જુદા જુદા મંદિરો, ઘરોમાં અને રાજ્યોમાં પૂજાતા જોઇ હશે. આ ગણેશના અનેક સ્વરૂપો નીચે આપ્યા છે.

 

૧. બાલ ગણપતિ – બાળક જેવા ગણેશ.
૨. તરૂણ ગણપતિ – યુવાન ગણેશ.
૩. ભક્તિ ગણપતિ – સમર્પણને યોગ્ય ગણેશ.
૪. વીર ગણપતિ – પરાક્રમી ગણેશ.
૫. શક્તિ ગણપતિ – સ્ત્રી સ્વરૂપને ડાબા ખોળામાં લઇને બેઠેલા શક્તિશાળી ગણેશ.
૬. દ્વીજ ગણપતિ – બે વખત જન્મેલા અથવા વિદ્યાર્થી ગણેશ.
૭. સિદ્ધિ ગણપતિ – સંપૂર્ણ ગણેશ.
૮. ઉચ્ચીષ્ઠ ગણપતિ – પ્રસાદ સ્વીકારતા ગણેશ.
૯. વિઘ્ન ગણપતિ – અડચણો હટાવતા ગણેશ.
૧૦. ક્ષીપ્રા ગણપતિ – ઝડપથી કાર્ય કરતા ગણેશ.
૧૧. હેરમ્બ ગણપતિ – ભયંકર ગણેશ.
૧૨. લક્ષ્મી ગણપતિ – સમૃદ્ધિની દેવી સાથે ગણેશ.
૧૩. મહા ગણપતિ – મહાન ગણેશ.
૧૪. વિજય ગણપતિ – વિજયી ગણેશ.
૧૫. નૃત્ય ગણપતિ – નૃત્ય કરતા ગણેશ.
૧૬. ઉર્ધ્વ ગણપતિ – અંકુશમાં રાખતા ગણેશ.
૧૭. એકાક્ષરા ગણપતિ – એક ક્રમવાળા ગણેશ.
૧૮. વર ગણપતિ – વરદાન આપતા ગણેશ.
૧૯. ત્રિક્ષરા ગણપતિ – ત્રણ ક્રમવાળા ગણેશ.
૨૦. ક્ષીપ્રા પ્રસાદ ગણપતિ – ઝડપથી રીઝતા ગણેશ.
૨૧. હરિદ્ર ગણપતિ – સુવર્ણના ગણેશ.
૨૨. એકદન્ત ગણપતિ – એક દંતશૂળવાળા ગણેશ.
૨૩. સૃષ્ટિ ગણપતિ – વૈશ્વિક ગણેશ.
૨૪. ઉદંડ ગણપતિ – શિસ્તપાલનકર્તા ગણેશ.
૨૫. રણમોચન ગણપતિ – દેવું ફેડવાવાળા ગણેશ.
૨૬. દંડી ગણપતિ – ઇચ્છાવાળા ગણેશ.
૨૭. દ્વિમુખ ગણપતિ – બે મસ્તકવાળા ગણેશ,
૨૮. ત્રિમુખ ગજ્રપતિ – ત્રણ મસ્તકવાળા મહેશ.
૨૯. સિંહ ગણપતિ – સિંહ ઉપર સવાર ગણેશ.
૩0. યોગ ગણપતિ – યોગી સ્વરૂપે ગણેશ.
૩૧. દુર્ગા ગણપતિ – અજેય ગણેશ.
૩૨. સંકટહર ગણપતિ-સંકટને હરનાર ગણેશ.

 

નોંધ – દેવદત્ત પટ્ટનાયક નામના લેખકે “૯૯ ગણેશ વિચાર” નામની એક પુસ્તક લખી છે. તેમાં શ્રી ગણેશજી પર વિગતે માહિતી આપવામાં આવી છે. આ ૩૨ મૂર્તિઓ વિશે પણ આ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે. અહીં આપેલી માહિતી આ પુસ્તકના આધરે જ લખાયી છે…32 forms of ganesha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *