ધરતી પરની સૌથી સસ્તી અને અસરકારક ૮ આયુર્વેદિક જડી બૂટ્ટિઓ | 8 Powerful Ayurvedic Herbs With Their Great Benefits

8 Powerful Ayurvedic Herbs With Their Great Benefits | આ જડીબુટ્ટિઓના ફાયદા જાણશો તો રોજ ખાવાનું શરૂ કરી દેશો

8 Powerful Ayurvedic Herbs With Their Great Benefits

આપણા વડવાઓ કહી ગયા છે કે આપણું રસોડું કોઇ પણ રોગ મટાડવાનું દવાખાનું છે. અહીં જડીબુટિઓનો ખજાનો છે. આપણે આ જડીબુટ્ટિઓનો ઉપયોગ પણ કરીએ છીએ પણ તેના વિશેની યોગ્ય માહિતી આપણી પાસે નથી. આવો આજે આપણા રસોડામાં રહેલી આ ધરતી પરની સૌથી શ્રેષ્ઠ જડીબુટિઑ વિશે થોડું જાણીએ

 

Powerful Ayurvedic Herbs

 

#૧ તજ । Cinnamon

સંસ્કૃતમાં તેને ત્વાક કહેવાય છે. અંગ્રેજીમાં Cinnamon કહેવાય છે. હિન્દીમાં તેને દાલચીની કહેવાય છે. આપણે તેને તજ કહીએ છીએ. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. એવું કહી શકાય કે આ ઉષ્ણ, પાચક, મુત્રલ, કફનાશક જેવા ગુણધર્મો ધરાવે છે. તજ યકૃતના કાર્યને સુધારે ચ્હે અને મનની બેચેની દૂર કરે છે. પાચનમાં તકલીફ રહેતી હોય, વિકાર થયો હોય, તાવ આવ્યો હોય, સ્રીરોગ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તજના ઉપયોગથી આ રોગો પર કાબૂ મેળવી શકાય છે. મહત્વની વાત એ છે કે ભોજનમાં તેને મસાલા તરીકે ઉપયોગ કરો તો તે સ્વાદમાં પણ ઉમેરો કરી શકે છે.

#૨ આદુ । Ginger

સંસ્કૃતમાં તેને સિંગબેર કહેવાય છે. અંગ્રેજીમાં Ginger કહેવાય છે. હિન્દીમાં તેને અદરક કહેવાય છે. આપણે તેને આદુ કહીએ છીએ. સ્વાદમાં તે તીખું લાગે છે. પાચન માટેની તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ઔષધિ છે. તમારો સ્વભાવ ચિડિયો થઈ ગયો હોય તો આદુના યોગ્ય ઉપયોગથી તમે તમાર સ્વભાવને શાંત કરી શકો છો. આદુ પીડાનાશક અને સ્વાદિષ્ટ પણ છે.

#૩ મીઠો લીમડો । Curry Leaf

સંસ્કૃતમાં તેને કૃષ્ણા નિંબા કહેવાય છે. અંગ્રેજીમાં Curry Leaf કહેવાય છે. હિન્દીમાં તેને કરી પત્તા કહેવાય છે. આપણે તેને મીઠો લીમડો કહીએ છીએ. એજ લીમડો જે આપણે ૧૦ રૂપિયાનો મસાલો એટલે કે કોથમિર લેવા જઈએ છીએ ત્યારે લારી વાળો લીમડાની એક ડાળી મફતમાં આપે છે. આ લીમડામાં ઔષધિય અને સૌંદર્ય એમ બન્ને ગુણ છે. લીમડો શરીરના કીટાણુંઓને મારી શકે છે. તાવ આવ્યો હોય કે ગરમી હોય આ લીમડો ખૂબ ઉપયોગી છે. પાચનશક્તિ વધારવા ઉપયોગી છે. વિકારમાં પણ ઉપયોગી છે. સુંદર વાળ માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે દાજી ગયા હોવ તો આ લીમડાની પેસ્ટ લગાવાથી ઠંડક મળે છે. મીઠો લીમડો ખૂબ ગુણકારી છે.

8 Powerful Ayurvedic Herbs With Their Great Benefits

#૪ આંબલી । Tamarind

સંસ્કૃતમાં તેને અમ્બિકા કહેવાય છે. અંગ્રેજીમાં Tamarind Indica (imli) કહેવાય છે. હિન્દીમાં તેને ઇમલી કહેવાય છે. આપણે તેને આંબલી કહીએ છીએ. પિત્ત, ગેસ, કબજિયાત માટે તે ખૂબ કારગત સાબિત થઈ શકે છે. જો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે આબંલીનો ઉપયોગ કરવામાં આવે તો તે અતિ ગુણકારી સાબિત થઈ શકે છે. આંબલીમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

#૫ કોથમિર । Coriander

સંસ્કૃતમાં તેને અમ્બિકા કહેવાય છે. અંગ્રેજીમાં Coriander કહેવાય છે. હિન્દીમાં તેને ધનિયા કહેવાય છે અને આપણે તેને કોથમિર તરીકે ઓળખીએ છીએ. કોથમિર પાચનશક્તિ વધારવા, કોલેસ્ટ્રોલ લેવલને માપમાં રાખવા, ડાયાબિટીસ, કિડનીની બિમારી ઉપરાંત અનેક રોગો માટે અસરકારક સાબિત થઈ શકે છે. કોથમિરમાં પ્રોટીન, વસા, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, મિનરલ ખૂબ માત્રામાં હોય છે. જે આપણા શરીર માટે શ્રેષ્ઠ ઔષધિ સાબિત થઈ શકે છે.

#૬ લસણ । Garlic

અંગ્રેજીમાં તેને Garlic કહેવાય છે અને હિન્દીમાં તેને લહસૂન કહેવાય છે આપણે તેને લસણ કહીએ છીએ. લસણ આ સૃષ્ટિની કુદરતે બનાવેલી એન્ટીસેપ્ટિક દવા છે. શ્વાસની બિમારીમાં , વિકારમાં, પાચન વિકારમાં, હાઈ બીપીમાં, હ્યદય રોગમાં અને કેન્સર જેવા રોગમાં લસણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિયમિત યોગ્ય માત્રામાં યોગ્ય સમયે લસણ ખાવાથી અનેક રોગો મટી શકે છે.

#૭ સરગવો । Moringa Oleifera

અંગ્રેજીમાં તેને Moringa Oleifera કહેવાય છે અને હિન્દીમાં તેને સહજન કહેવાય છે આપણે તેને સરગવો કહીએ છીએ. એવું કેહેવાય છે કે દૂધમાં જેટલું કેલ્સિયમ હોય છે એના કરતા વધારે કેલ્સિયમ સરગવમાં હોય છે. આપણે રોજ સરગવાના પાનનો અને સરગવાની સિંગનો ઉપયોગ આહારમાં કરવો જોઇએ. આનાથી તમારા હાંડકા ખૂબ મજબૂત બને છે. સરગવાનો ઉપયોગ અન્ય રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે.

#8 હળદર । Turmeric

અંગ્રેજીમાં તેને Turmeric કહેવાય છે અને હિન્દીમાં તેને હલ્દી કહેવાય છે આપણે તેને ફળદર કહીએ છીએ. રસોડાની સૌથી ઉત્તમ ઔષધિ આ હળદર જ છે. શરદીથી લઈને કેન્સર સુધીની બિમારી હળદર દ્વારા મટી શકે છે. અમેરિકાએ તો હળદરમાંથી કેન્સરની દવા બનાવી પેટન્ટ પણ નોંધાવી છે. હળદર એન્ટીસેપ્ટિક છે. બેક્ટેરિયા, કીટાણુંઓને મારવાની તેનામા ગજબની શક્તિ છે. શરીર પર ઘા પડ્યો હોત તો આપણે પહેલા તેના પર હળદર જ લગાવીએ છીએ.

8 Powerful Ayurvedic Herbs With Their Great Benefits

કુદરતે દવા નથી બનાવી દવા તો આપણે બનાવી. એજ રીતે કુદરતે ડોકટર નથી બનાવ્યા ડોક્ટર તો આપણે બનાવ્યા. ડોક્ટર હતા નહી માટે ભગવાને આ જીવસૃષ્ટિ માટે વનસ્પતિ રૂપે આપણને અનેક ઔષધિ આપી છે અહીં તો માત્ર આઠ જ આપવામાં આવી છે. જેનો ઉપયોગ હજી પ્રાણીઓ કરે છે પણ આપણે હવે ઓછો કરીએ છીએ. જે દુઃખની વાત છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *