નેઝલ વેક્સિન । મહત્વની વાત એ છે આ દેશોમાં આ દિશામાં કામ કરવામાં ભારત સૌથી આગળ છે. આ વેક્સિનના સંદર્ભે ભારતને વધુ એક સફળતા મળી શકે તેમ છે.
કોરોના વાઈરસ નાકના માધ્યમથી કોશમાં પ્રવેશ કરે છે અને પછી તેની સંખ્યામાં વધારો કરી ફેંફસાને પૂરા કરી નાખે છે. કોરોના વાઈરસ નાકના માધ્યમથી શરીરમાં પ્રવેશ તો હોવાથી મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે જો નાક આપી શકાય તેવી રસી શોધાય તો તે વધુ અસરકારક સાબિત થઈ શકે છે. અને આ દિશામાં દુનિયાના અનેક દેશોએ પહેલ પણ કરી છે.
મહત્વની વાત એ છે આ દેશોમાં આ દિશામાં કામ કરવામાં ભારત સૌથી આગળ છે. આ વેક્સિનના સંદર્ભે ભારતને વધુ એક સફળતા મળી શકે તેમ છે. ભારતમાં કોવેક્સિન બનાવનારી હૈદરાબાદની બાયોટેક કંપનીએ આવી નેજલ વેક્સિન બનાવી તેનું ટ્રાયલ શરૂ કરી દીધી છે. આ વેક્સિનનું નામ BBV154 છે. આ એક ઇન્ટરનેજલ વેક્સિન છે. ગયા ફેબ્રુઆરીમાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (SDSCO) એ ભારત બાયોટેક કંપની આ વેક્સિનના ફેજ – ૧ ની ટ્રયલ માટે મંજૂરી આપી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાયોટેક કંપનીનું કહેવું છે આ ટ્રાયલની મજૂરી અમને એપ્રિલમાં જ મળી ગઈ હતી અને અમે ૧૭૫ લોકોને આ નેજલ વેક્સિન આપી પણ છે. વેક્સિન લેનારા બધા જ સ્વસ્થ છે. આ સંદર્ભે વાત કરતા નીતિ આયોગના ડો. વી.કે પોલનું કહેવું છે કે જો વિક્સિન કારગત નીવડશે તો તે ગેમ ચેન્જર સાબિત થશે કેમ કે આ વેક્સિન લેવા વ્યક્તિને કોઇની જરૂર પડતી નથી. તે જાતે જ લઈ શકે છે.
ભારત બાયોટેકનાં એમ.ડી કૃષ્ણાનું કહેવું છે કે હાલ જે ઇન્જેક્ટેબલ વેક્સિન આપણે લઈ રહ્યા છે તેનાથી ફેંફસાની નીચેની બાજુનુ જ રક્ષણ થાય છે, વેક્સિનથી નાક કે ગળાનું રક્ષણ થતું નથી. તેમણે વધુમાં જણાવ્યું છે કે નેજલ વેક્સિનનો માત્ર એક ડોઝ લવાથી સંક્રમણ રોકી શકાય છે અને કોરોનાની ચેઇન તોડી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ વેક્સિન સફળ રહી તો અનેક ફાયદા થાય એમ છે. જેમ કે વેક્સિન લેવા કોઇ ડોક્ટર કે નર્સની જરૂર નહી પડે, વ્યક્તિ જાતે જ લઈ શકશે, વેક્સિન આપવા કોઇને તાલિમ આપવી નહી પડે, સંગ્રહ કરવા કોઇ વધારાની વ્યવસ્થાની જરૂર નહી પડે.