સલમાન ખાનની રાધે ફિલ્મ કોરોનાકાળમાં રિલીજ થઈ! આવા થયા હાલ

 

સલમાન ખાનની રાધે ફિલ્મ આવી ગઈ છે. તેના આ ફિલ્મને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કારણ કે આ ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ નહી પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રિલીજ થઈ છે…

 

ઇદ હોય એટલ ભાઇનું નવું ફિલ્મ રિલીજ ન થાય એવું બને? સલમાન ખાનની ઇદની તારીખ ફિલ્મ રિલીજ માટે ફિક્સ જ હોય છે. સલમાન ખાનના ફિલ્મની તેના ફેન રાહ જોતા હોય છે. ગયા વર્ષે એટલે કે ૨૦૨૦માં કોરોનાના કારણે ઇદના દિવસે સલમાનનું કોઇ ફિલ્મ ના આવ્યું પણ આ વર્ષે આવું થયું નહી. કોરોનાની બીજી લહેર હોવા છતાં સલમાન ખાનનું ફિલ્મ રિલીજ થયું છે. ફિલ્મનું નામ છે રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ…

અહીં પ્રશ્ન થાય કે હાલ કયું સિનેમાઘર ખુલ્લુ હશે? સિનેમાઘર ખુલ્લા પણ હોય તો લોકો આ કપરાકાળમાં ફિલ્મ જોવા આવે? આ બધા પ્રશ્નો સલમાન ખાનને પણ થયા હશે એટલે જ એણે એક નવો પ્રયોગ કર્યો છે. રાધે ફિલ્મ થીયેટર સહિત ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રિલીજ કર્યું છે. આ ફિલ્મ સિનેમાઘરો સહિત Airtel Digital TV, Dish TV, D2H, Zee5 ના ZEEPlex, Tata Sky પર પણ રિલીજ થઈ છે. ઉલ્લેખનીય છે કે અહીં તમારે દર વખતે ફિલ્મ જોવા નવી ટિકિટ લેવી પડશે. એટલે કે જેટલીવાર ફિલ્મ નિહાળશો એટલી વાર પૈસા કપાશે.

કુલ મિલાકે પહેલા સલમાન ખાનની ફિલ્મને જે પ્રતિસાદ મળતો હતો તેવો પ્રતિસાદ તો નહી મળે કેમ કે હાલ લોકો કોરોના સામે લડી રહ્યા છે. જો કે વિદેશમાં ફિલ્મને વકરો થઈ શકે છે. તેના માટે થોડી રાહ જોવી પડે.

આ ફિલ્મની કથા કંઇક આવી છે

કથાની શરૂઆત થાય છે મુંબઈથી. અહીંના બાળકો તડપી રહ્યા છે, આત્મહત્યા કરવા મજબૂર છે. કારણ છે ડ્રગ્સનું વ્યસન. નાના નાના શાળાએ જતા બાળકોને આ ડ્રગ્સની લત કોણ લગાડી રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ કોઇની પાસે નથી. પોલીસને પણ કંઇ ખબર પડતી નથી. કોઇ હિંટ પણ મળતી નથી. પોલીસ મૂંજવણમાં પડે છે. હવે શું કરવું? આવામાં પોલીસ દ્વારા નક્કી કરવામાં આવે છે કે આ કામ એક એવા પોલીસવાળાને આપવું કે જેનું માઈન્ડ ક્રિમિનલ જેવું હોય. એટલે કે જેવા સાથે તેવું કરી શકે તેવો હોય…બસ આ ઓફિસર કોણ હોય એ કહેવાનો અર્થ નથી. કોણ હોય? વન એન્ડ ઓનલી સલમાન ખાન. બસ અહીંથી રાધેની એન્ટ્રી થાય છે અને આખું ફિલ્મ પછી તે આગળ ચલાવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે સોશિયલ મીડિયા પર સલમાન ખાન કરતા વિલન રણદીપ હુડ્ડાના વખાણ વધારે થઈ રહ્યા છે. લોકો તેની એક્ટિંગના વખાણા કરી રહ્યા છે. રહી વાત દિશા પટણીની તો ફિલ્મમાં ગ્લેમર ઉમેરવા તેનો ઉપયોગ થયો છે. ફિલ્મમાં તેને કરવા જેવું બીજું કોઇ કામ હતું નહી…

ટૂંકમાં હાલ તો રાધે ફિલ્મને કોરોનાકાળ હોવાથી દર્શક ઓછા મળ્યા છે. મળ્યા પણ હોય તો સલમાન ખાનની ફિલ્મને જેવા મળે છે એવા તો નથી જ મળ્યા. પણ હજી સમય છે. થોડા સમય પછી જ ખબર પડે કે ફિલ્મનું શું થયું અને આ નવો પ્રયોગ કેટલો સફળ રહ્યો?

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *