ઉપયોગ કરી ફેંકી દેવાય એવા ડિસ્પોજલ કપનો ઉપયોગ કરો છો? તો ચેતી જજો, આમા માત્ર ચા પીવાથી આટલું પ્લાસ્ટિક પેટમાં જાય છે

 


Paper cups useful or harmful | સંશોધનમાં જાણવા મળ્યું કે કોઇ વ્યક્તિ દિવસ દરમિયાન માત્ર બેથી ત્રણાવાર આ કપમાં ચા પીવે તો તેના પેટેમાં ૭૫૦૦૦ પ્લાસ્ટિકના અતિ સુક્ષ્મકણો પહોંચી જાય છે

 

paper cup tea

 

સ્વચ્છતાના નામે આપણે એક અલગ દિશા તરફ વળી ગ્યા છે. આ સ્વચ્છતા પાછી બહારની નહી પણ આપણા અંદરની. ના સમજ્યા. તો તેને આ રીતે સમજો. આપણે બહાર જઈએ અને ચા પીવાનું મન થાય તો શું કરીએ? ચાની લારી પર ચા પીવા ઉભા રહીએ ઓર્ડર કરીએ કે બે કટિંગ. પછી ભાર દઈને કહીએ કે ડિસ્પોજલ કપમાં ચા આપજો. આ કપ એટલે એ કપ જે આપણે ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ. ચાની લારી પર કે રેકડી પર પહેલા કાંચની પવાલીમાં ચા મળતી જે આજે પણ મળે છે. પણ અહીં આપણે જોયુ છે કે એકને એક ગંદા પાણીમાં આ ગ્લાસ ધોવાતા હોય છે. આ જોઇને આપણે ડિસ્પોજલ કપમાં ચા મંગાવીએ છીએ. મોટી મોટી દુકાનો અને પ્રસિદ્ધ થયેલી દુકાનોની વાત કરીએ તો આ લોકો હવે માત્ર ડિસ્પોજલ ગ્લાસનો જ ઉપયોગ કરે છે. કેમ કે લોકોને તેમા સ્વચ્છતા વધારે દેખાય છે. આ કપનો ઉપયોગ કરીને ડૂંચો વાળીને ગમે ત્યાં ફેંકી દાઈએ તો બહાર ભલેને કચરો થાય પણ આપણે અંદરથી સ્વચ્છ રહેવા જોઇએ! એમાય જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો આ કપનો ઉપયોગ બધારે કરતા થઈ ગયા છે. હવે તો ધરના પ્રસંગોમાં પણ પ્લાસ્ટિકની ડિસ કે આવા પેપર કપનો ઉપયોગ થવા લાગ્યો છે. ટૂંકમાં ડિસ્પોજલ કપ, ડિસ, ગ્લાસનો ઉપયોગ વધી ગયો છે.

આવા સમયે એક ચોંકાવનારો રીપોર્ટ સામે આવ્યો છે. રીપોર્ટ પ્રમાણે તમે આવા ડિસ્પોજલ કપ, ડિસ, ગ્લાસનો ઉપયોગ કરો છો તો મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક તમારા પેટમાં જાય છે. આવા ડિસ્પોજલ કપ, ડિસ, ગ્લાસમાં ચા પીવી કે ગરમ ગરમ ખાવાનુમ ખાવું આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કઈ રીતે?

આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ જે રીસર્ચ કર્યુ છે તે ચોંકાવનારું છે. તેમના મતે એક વ્યક્તિ દિવસ દરમિયાન પેપર કપમાં ૩ થી ૪ વાર ચા પીવે છે તો તેના પેટમાં લગભગ ૭૫ હજાર સુક્ષ્મ પ્લાસ્ટિક કણો જાય છે. જાણકારોના મતે પેપર કપની બનાવટમાં પ્લાસ્ટિકના અનેક ઘટકોનો ઉપયોગ થાય છે. કપમાં તમે પ્લાસ્ટિકનું લેમિનેશન જોયુ હશે. તેમાં તમે ગરમ-ગરમ ચા ભરો એટલે એ પ્લાસ્ટિક સ્વાભાવિક છે થોડું ઓગળે અને તે ચામાં ભળે. એ ચા આપણે પેટમાં નાખીએ એટલે તે પેટમાં ચા સાથે પ્લાસ્ટિક પણ જાય જેનું ગંભીર પરિણામ આપણે ભોગવું પડે.

આઈઆઈટીના આ રીપોર્ટ પ્રમાણે માત્ર ૧૫ મિનિટમાં પેપર કપનું પ્લાસ્ટિક ચામાં ઓગળી જાય છે. આ પ્લાસ્ટિક પેટમાં જાય એટલે તેની અસર તરત આપણા શરીર પર દેખાવા લાગે છે. તણાવ, પેટ ખરાબ થવું, ઊંધ ન આવવી, મૂળ ખરાબ હોવો આ સામાન્ય વાત છે. આ વિશેષજ્ઞોના મતે આ પેપર કપમાં સહ-પોલિમરની સાથે એક પ્લાસ્તિકનું પાતળું પડ પણ હોય છે. જે હાઈડ્રોફોબિક ફિલ્મથી બનાવવામાં આવે છે. જે આરોગ્ય માટે હાનિકારક છે.

આ શોધ કરવા જે પ્રયોગ થયા તે જાણવા જેવા છે. આ માટે સ્વચ્છ અને જેટલું (85–90 ◦C; pH~6.9) ગરમ પાણી આવા કપમાં નાખવામાં આવ્યું અને તેને ૧૫ મિનિટ રાખવામાં આવ્યું . ત્યાર પછી આ પાણીનુમ વિશ્લેષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે આ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના નાના – નાના કણો હતા અને પાણીમાં આયનનું પ્રમાણ પણ વધી ગયુ હતું.

સંશોધનમાં જાણવા મળ્યું કે કોઇ વ્યક્તિ દિવસ દરમિયાન માત્ર બેથી ત્રણાવાર આ કપમાં ચા પીવે તો તેના પેટેમાં ૭૫૦૦૦ પ્લાસ્ટિકના અતિ સુક્ષ્મકણો પહોંચી જાય છે

Paper cups useful or harmful | ટૂંકમાં પેપર કપનો ઉપયોગ કરવો આપણા માટે, આપણા શરીર માટે અતિ હાનિકારક છે. પ્લાસ્ટિક તમારા પેટમાં ન નાખવું હોય તો આજ થી જ આ કપનો ઉપયોગ કરવાનું બંધ કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *