Traffic Rules and World | દેશની સરકાર અને રાજ્યોની સરકાર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના બનાવોની સમસ્યાઓનો સામનો કરી રહી છે. સરકારના કર્તવ્યથી લઈને નાગરિકના કર્તવ્ય સુધીની વાત આમાં આવી જાય છે. આ સમસ્યા દૂર કરવી હશે તો નાગરિકોથી લઈને સરકાર સુધી બધાએ એક થઈને કામ કરવું પડશે. નિયમો બનાવવા પડશે અને નિયમોનું પાલન કરવું પડશે અને જે ન કરે તેની પાસેથી કરાવવું પડશે. અહીં પ્રશ્ન એ થાય કે શું કડક નિયમો અને કડક દંડની જોગવાઈ અકસ્માત કે ટ્રાફિક સમસ્યા રોકી શકે? આ સંશોધનનો વિષય છે પણ આવો વાત કરીએ એવા ત્રણ દેશોની જ્યાં ટ્રાફિકના નિયમો ખૂબ સખત અને કઠોર છે…!
#અમેરિકા | America and Traffic Rules
અહીં ટ્રાફિકના નિયમો એટલા કડક છે કે વાહન ચાલકો રોડ પર થોડા થોડા અંતરે લગાવેલા સાઈન બોર્ડસને પણ ધ્યાનમાં રાખે છે અને તેનું પાલન પણ કરે છે. જો એક પણ નિયમ તોડ્યો તો દંડ થવો નક્કી છે. અમેરિકામાં સીટ બેલ્ટ નહી લગાવો તો ૨૫ ડોલર (આશરે ૨૦,૦૦૦ રૂપિયા), લાઈસન્સ વગર ગાડી ચલાવો તો ૧,૦૦૦ ડોલર ( લગભગ ૮૦,૦૦૦ રૂપિયા), હેલ્મેટ વગર ગાડી ચલાવો તો ૩૦૦ ડોલર (લગભગ ૨૪,૦૦૦ રૂપિયા) ના દંડની જોગવાઈ છે. આ તો કોમન નિયમો છે પણ જો તમે ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરતા હોવ તો ૧૦,૦૦૦ ડોલર (લગભગ ૭.૨૩ લાખ)નો દંડ થાય છે. આવા કાયદા હોય ત્યાં કોઇ નિયમ તોડવાનું વિચારે?
#સિંગાપુર | Singapore and Traffic Rules
અમેરિકાની જેમ સિંગાપુરમાં પણ કડક ટ્રાફિક નિયમો છે. આ નિયમો એટલા કઠોર છે કે વાહન ચાલક તેની જાતે જ દરેક નિયમોનું પાલન કરે છે. અહીં ટ્રાફિકના નિયમ તોડ્યા તો ભારે ભરખમ રૂપિયાનો મેમો અપાય છે. એવું કહેવાય છે કે ઘણીવાર નિયમ તોડનારને મેમાની રકમ ભરવા લોન પણ લેવી પડી છે. અહીં પણ સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવા પર ૮,૦૦૦ રૂપિયા, લાઈસન્સ વગર ગાડી ચલાવા પર ૩ લાખ રૂપિયા અને નશો કરી ગાડી ચલાવવા પર ૪ લાખ રૂપિયા અને ૩ મહિનાની જેલની સજા છે.
#રશિયા | Russia and Traffic Rules
આ દેશમાં તો ટ્રાફિક નિયમ એવા છે કે તમારે માત્ર નિયમોનું પાલન જ કરવાનું નથી પણ સાથે સાથે તમારી ગાડી પણ સ્વચ્છ રાખવાની છે. ગાડી ગંદી હોય તો પણ અહીં દંડ ફટકારવામાં આવે છે. અહીં જો તમે ટ્રાફિકના નિયમ તોડશો તો દંડની સાથે સાથે પોલીસ કાર્યવાહી પણ થાય છે. નસો કરીને ગાડી ચલાવશો તો ગયા જ સમજો…મેમેતો મળશે જ સાથે ૩ વર્ષ માટે લાઇશન્સ પણ ગયું સમજો…અને પોલીસ કાર્યવાહી તો ખરી જ…!!
ઉલ્લેખનીય વાત એ છે કે અહીં કાયદા કડક છે અને તેનો અમલ પણ છે. કાયદાની સાથે તેનું અમલીકરણ પણ ખૂબ જરૂરી છે. જો અમલીકરણ થાય તો જ અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનું સમાધાન મળી શકે….બાકી…!!!??તમે જાણો છો?