પોલીસે કેમ લોકોને આડેધડ દંડવાનું શરૂ કરી દીધુ છે?! સોશિયલ મીડિયામાં લોકો આવું – આવું લખી રહ્યા છે

Ahmedabad accident tathya patel police action | અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામાના એક નબીરાએ પોતાની જગુઆર ગાડી ફૂલ સ્પીડથી ચલાવી ૯ લોકોને ઉડાવી દીધા. આ ઘટના પછી અમદાવાદની પોલીસ એકશન મોડમાં આવી ગઈ હોય એવું લાગે છે…!!

 

આ અકસ્માતમાં જેમણે પોતાનું બધુ જ ગુમાવ્યું છે તેમને ઝડપી ન્યાય અપાવવા માટે પોલીસ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. આરોપી સામે ખૂબ ટૂંકા સમયમાં ચાર્જસીટ પણ ફાઈલ થઈ ગઈ છે. પોલીસની કાર્યવાહીથી લાગે છે કે આ સંદર્ભે ઝડપથી ન્યાય મળશે..!

આ બધાની વચ્ચે આવા અકસ્મત ફરી ન થાય તે માટે પોલીસ વધુ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ રાત-દિવસ જોયા વગર કામે લાગી ગઈ છે. અમદાવાદના મોટાભાગના ચાર રસ્તાઓ પર પોલીસનો કાફલો ઉતરી ગયો છે. લોકોનું ચેકિંગ થઈ રહ્યું છે. ઝડપથી કે ભય જનક ગાડી ચલાવવાના અને નશો કરી ગાડી ચલાવનાર પકડાય પણ રહ્યા છે.

પોલીસ લોકોને ઊભા રાખી લાઈસન્સથી લઈને જરૂરી કાગળીયા માંગી રહી છે અને વાહનચાલક પાસે તે ન હોય તો કાયદાપ્રમાણે દંડ પર વસૂલી રહી છે. હવે આ બાબતે લોકોમાં થોડો રોષ દેખાઈ રહ્યો છે.

સોશોયલ મીડિયા પર લોકો આ રોષ ઠાલવી પણ રહ્યા છે અને ગુજરાતના મુખ્ય છાપાઓમાં તેની નોંધ પણ લેવાઈ રહી છે. આજના જ ( ૨૮ જુલાઈ ) ગુજરાત સમાચારમાં “૯ મૃતકોને ચૂકવેલા ૩૬ લાખની સામે સરકાર કરોડો વસુલી લેશે….પોલીસનો જંગી કાફલો રોડ પર, લોકોને આડેધડ દંડવાનું શરૂ” ના શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે પોલીસની સઘન કાર્યવાહીથી નાગરિકો સોશિયલ મીડિયા પર મેસેજમાં લખી રહ્યા છે કે તથ્યએ અકસ્માત કરીને ૯ લોકોને મારી નાંખ્યા અને સરકારે દરેક મૃતકના સ્વજનને ૪ લાખ લેખે ૩૬ લાખ ચૂકવ્યા છે. હવે નિર્દોષ નાગરિકોને વગર વાંકે દંડ ફટકારીને સરકાર આવક કરી રહી છે. ૩૬ લાખની સામે કરોડો રૂપિયાનો દંડ પ્રજા પાસેથી વસુલાઈ રહ્યો છે…!! શું તથ્યએ કરેલા અકસ્માતની કીંમત વાઈક અને સ્કૂટર ચાલકો પાસેથી વસુલવામાં આવી રહી છે?

 

જોકે કે લોકો સલાહ પણ આપી રહ્યા છે કે જો દંડથી બચવું હોય તો ગાડીના તમામ કાગળીયા સાથે રાખવા. એક જોતા આ સત્ય પણ છે. નિયમની આપણે વાતો કરીએ છીએ તો નિયમો પાળવા પણ જોઇએ. પીયુસી, વીમો, ડ્રાઈવિંગ લાઈસન્સનો નિયમ છે તો તે નિયમ હોય ત્યાં સુધી તેનો અમલ કરવો પણ જરૂરી છે. આપણે પણ નિયમો પાળવા જોઇએ અને પછી પોલીસ ખોટી રીતે હેરાન કરે તો તેનો વિરોધ પણ કરવો જોઇએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *