AAP and Congress alliance in gujarat | શું Gujarat માં આગામી લોકસભા (Lok Sabha Election 2024 )ની ચૂંટણી કોંગ્રેસ (Congress ) અને આપ ( AAP ) સાથે મળીને લડવાના છે? શું આ શક્ય છે? આવું બને તો શું ભાજપને નુકસાન થાય? ૨૦૨૨માં જે થયું એવું થાય? આવો સમજીએ!
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં એક વાત સામે આવી હતી કે કોંગ્રેસ અને આપ બન્ને ગઠબંધન કરીને ભાજપ સામે ચૂંટણી લડશે. તે સમયે ગુજ્જુલોજી વેબસાઈટ પર પણ એક અહેવાલ થકી કહેવામાં આવ્યું હતું કે ભાજપને ગુજરાતમાં હરાવવું હોય તો કોંગ્રેસ અને આપે સાથે મળીને ચૂંટણી લડવી પડશે અને એવું નહી થાય તો ગુજરાતમાં ભાજપ ૧૫૦ + બેઠકોથી જીત મેળશે. એ પછી પરિણામ શું આવ્યું એ આપણે બધા જાણીએ જ છીએ. ગુજરાતમાં ભાજપની પહેલા ક્યારેય ન થઈ હોય તેવી જીત થઈ છે. આપે કોંગ્રેસના વોટ તોડયા અને ભાજપને ફાયદો થયો…
હવે લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપ વિરુદ્ધ I.N.D.I.A. નામનું ગંઠબંધન થયું છે જેમાં કોંગ્રેસની સાથે આપ પણ જોડાયેલી છે. આ બધાની વચ્ચે સમાચાર આવ્યા છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે…
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ સોમવારે આ સંદર્ભનું એક નિવેદન આપ્યું છે અને કોંગ્રેસ અને આપના ગઠબંધનની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. ઇસુદાન ગઢવી એ કહ્યું કે હું ગેરંટી આપુ છું કે ભાજપ આ વખતે ગુજરાતમાં 26 સીટ નહી જીતી શકે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેઝરીવાલનાં નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વિપક્ષી I.N.D.I.A નાં ગઠબંધનમાં જોડાઈ છે.
જો કે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમને આ સંદર્ભે કોઇ માહિતી નથી. કેન્દ્રની સલાહ મુજબ આગળ વધવામાં આવશે…
ભાજપ તરફથી પ્રતિક્રિયા આવી છે કે છેલ્લા બે ટર્મથી ભાજપ ગુજરાતની ૨૬ બેઠકો જીતતું આવ્યું છે આ વખતે પણ ભાજપની તમામ બેઠકો પર ૫ લાખ મતના માર્જિન સાથે જીત થવાની છે.