જીવનમાં સુખી થવું હોય તો આ છ પ્રકારના કામથી દૂર જ રહેજો! Pramanikta sathe karo pragti
પ્રગતિ માટે માણસ કોઈ વખત જ્યારે આડા પાટે ચડે છે ત્યારે એનું પતન થતું હોય છે. પ્રગતિ માટે જ્યારે કોઈ માણસ ખોટો રસ્તો પસંદ કરે છે ત્યારે, પ્રગતિની ભાવનાને બદલે કોઈ અન્ય લોભ કે લાલચથી આગળ વધે છે ત્યારે એની પડતી થાય છે.
પ્રગતિ માટે કદી સ્વાર્થ, ક્ષણિક સુખને વશ થવું ના જોઈએ. પ્રગતિ માટે કયા કયા ખોટા રસ્તા ના અપનાવવા એની થોડીક વાત કરીએ..
બીજાને દુઃખી કરીને…
બીજાને દુઃખ પહોંચાડીને કદી પ્રગતિ ના કરવી જોઈએ. કારણ કે જ્યારે આપણે કોઈને દુઃખ પહોંચાડીએ છીએ ત્યારે સામેના માણસની આંતરડી કકડળતી હોય છે. એનું હૃદય બળતું હોય છે એની જ્વાળા આપણને લાગતી હોય છે. એ જ્વાળામાં આપણે આપણી પ્રગતિની ઈમારત સળગી જતી હોય છે.
બીજાના હકનું છીનવીને…
ચોરી, લૂંટ કે કોઈનું પડાવી લઈને કદી પ્રગતિ ના કરવી જોઈએ. કારણ કે જ્યારે આ પ્રકારના કૃત્યોથી આપણે બીજાના હકનું ઝૂંટવી લેતા હોઈએ છીએ. બીજાના હકનું ખાય એને કદી એ પચતું નથી. બીજા ભુખ્યા રહે અને આપણે છીનવીને ખાઈ જઈએ એ તો મોટુ પાપ ગણાય અને પાપ કરનારાને એની સજા મળે છે.
દગો કરીને…
સગા – સંબંધીઓ કે મિત્રો સાથે દગો કરીને ક્યારેય પ્રગતિના શિખરો સર ના કરવા. પોતાના ફાયદા માટે આપણી સાથે સંકળાયેલા લોકોને કદી હાની ના પહોંચાડી, એનો દુરુપયોગ ના કરો. આ રીતે સ્વજનો અને મિત્રોને દગો કરીને મેળવેલી પ્રગતિની જ્યોત બહું જ જલ્દી બુઝાઈ જતી હોય છે.
પાપ કે અનીતિથી…
પાપ કરીને, લોકો પર અત્યાચાર કરીને પણ પ્રગતિ શકાય છે. ભૂખે મરી જવું અને દુઃખે છીન્ન – ભીન્ન થઈ જવું પણ આ પ્રકારની પ્રગતિ કદી કરવી નહીં. આવી પ્રગતિમાં બીજાની પીડાની દુર્ગંધ હોય છે. જે તમારુ આખુ જીવન બરબાદ કરી નાંખે છે. પાપ કરીને કરેલી પ્રગતિમાં ભગવાન રાજી નથી રહેતો. પાપ એ ભગવાનના આદર્શોનું અપમાન છે. આવી રીતે પ્રગતિ સાધીને હરખાતા લોકોને રડવા માટે ખભો પણ નથી મળતો.
કોઇને દગો આપીને..
બીજાને ઉલ્લુ બનાવીને, બીજા – સાથે છળકપટ કરીને કદી પ્રગતિ થતી હોય તો એને સ્વીકારવી નહીં. છળ એ મળ જેવું છે. આખુ જીવન ગંદુ કરી નાંખે છે. પ્રગતિમાં તો પોતીકી હોવી જાેઈએ. બીજાને છેતરીને કરેલી પ્રગતિની કોઈ કિંમત નથી હોતી
અપ્રામાણિકતાથી…
બેઈમાની અને અપ્રમાણિકતાથી ઝડપથી પ્રગતિ થતી હોય છે. પણ ખરેખર એ પ્રગતિ બહું ટકતી નથી. કારણ કે એના પાયામાં બેઈમાનીના જીવડા ખદબદતા હોય છે. બેઈમાની અને અપ્રામાણિકતાના પાયા પર ચણેલી પ્રગતિની ઈમારતને ઉધઈ લાગી જાય છે અને જમીન દોસ્ત થઈ જાય છે. માટે એવી પ્રગતિ ના કરવી.
પ્રગતિમાં પાપની દૂર્ગંધ ના હોવી જાેઈએ