India loss world cup 2023
#૧ ટોસ ફેક્ટર કામ કરી ગયું. ભારત ટોસ હાર્યુ અને જેની ચિંતા હતી એ જ થયું.
#૨ બીજી ઇનિગ્સમાં ઓસ (ઝાકળ) ના કારણે ભારતના સ્પીનરો બોલને સ્પીન ન કરાવી શક્યા શક્યા.
#૩ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ઓસના કારણે બોલ ભીનો થયો અને બોલ ટર્ન કે સ્વીંગ થતો બંધ થયો. શરૂઆતની ઓવરો પછી બોલ બેટ પર સરળતાથી આવવા લાગ્યો જેનો ફાયદો ઓસ્ટ્રેલિયાને મળ્યો.
#૪ ભારતની શરૂઆત સારી રહી પણ શ્રેયસ ઐયરની વિકેટ ખૂબ ઝડપથી પડી ગઈ
#૫ શરૂઆતમાં ત્રણ વિકેટ ખૂબ ઝડપથી પડી જતા વિરાટ કોહલી અને કેએલ રાહુલ ખૂબ ધીમુ રમ્યા.
#૬ કદાચ ફાઈનલનું દબાણ તેમના પર હાવી થઈ ગયું અને તેઓ ધીમું રમ્યા, ઝડપથી રન બનાવવાનો તેમણે પ્રયત્ન જ ન કર્યો.
#૭ છેલ્લી ૪૦ ઓવરમાં ભારતે માત્ર ચાર બાઉન્ડી જ મારી. એ પણ ચાર ચોક્કા.
#૮ ઓસ્ટ્રેલિયાએ જે દબણ ઉભુ કર્યુ તેમાંથી ભારતીય ટીમ બહાર જ ન આવી શકી.
#૯ ભારતીય ટીમને જ્યારે જ્યારે ઝડપથી રમવાનો સમય આવ્યો ત્યારે ત્યારે પહેલા કોહલી પછી જાડેજા પછી રાહુલ અને પછી સૂર્યકુમારની વિકેટ પડી. જેના કારણે ભારત ૨૮૦+ રન ન બનાવી શક્યું
#૧૦ ભારતે બેટિંગ એટલી દબાણમાં કરી કે તે ઓસ્ટ્રેલિયાના નોન-રેગ્યુલર બોલર જેવા કે માર્શ, હેડ જેવા બોલરમાં પણ રન ન બનાવી શક્યું…