Bihar election results બિહરમાં ૧૮ કલાકની મતગણતરી બાદ મળેલી જીતેને લઈને વડાપ્રધાને આ વાત કહી

કોરોનાના કારણે બિહાર ઇલેક્શનનું પરિણામ Bihar election results જાહેર કરવામાં ઇલેક્શન કમિશનને ૧૮ કલાક લાગ્યા. આ દરમિયાન સવારથી પરિણામનો પણ ગજબની રમત રમતા રહ્યા. સવારે મહાગઠબંધન જીતતું હતું અને તેજસ્વી મુખ્યમંત્રી બનતા હતા અને બપોર પછી NDA આગળ વધી ગઈ પણ નીતિશકુમાર JDUની બેઠકો ઘટી ગઈ. સાંજ થતા થતા ફરી મહાગઠબંધને થોડી સ્પીડ પકડી પણ તે એનડીએથી આગળ ન નીકળી શક્યું અંતે NDA ની બિહારમાં જીત થઈ.

પરિણામની વાત કરીએ તો બિહારની કુલ ૨૪૩ વિધાનસભાની બેઠકમાંથી એનડીએ ગઠબંધનને કુલ ૧૨૫ બેઠક પર જીત મળી છે જેમાં ભાજપને ૭૪, નીતિશકુમારની જેડેયુને ૪૩, વીઆઈપીને ૪ અને હમને ૪ બેઠક પરથી જીત મળી છે. NDA wins 125 seats (BJP 74, JDU 43, VIP 4, HAM 4)

મહાગઠબંધન Mahagathbandhan ની વાત કરીએ તો તેનો RJD ને 75, Congress ને 19, Left ને 16 એમ કુલ ૧૧૦ બેઠક પર જીત મળી છે. તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીને સૌથી વધુ ૭૫ બેઠકો પર જીત મળી છે. મહત્વની વાત એ છે કે બિહારમાં જીતના સંદર્ભે તેજસ્વી યાદવની આરજેડી સૌથી મોટી પાર્ટી બનીને આગળ આવી છે. Mahagathbandhan wins 110 seats (RJD 75, Congress 19, Left 16)

પરિણામની રાહ જોવી પડી

બિહારની આ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં ૧૮ કલાક થયા. આ કોરોના ઇફેક્ટ છે. પરિણામ પરિણામના દિવસે નહી પણ બીજા દિવસે વહેલી સવારે જાહેર થયા. ૪ કરોડ કરતા વધારે મતની ગણતરી કરવામાં થોડો વધારે સમય ગયો. અંતે પરિણામ આવ્યા અને તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુંકે “ બિહારે દુનિયાને લોકશાહીનો પહેલો પાઠ ભણાવ્યો છે. આહજે બિહારે દુનિયાને ફરીએ બતાવ્યું છે કે લોકતંત્રને મજબૂત કેવી રીતે કરી શકાય. રેકોર્ડ સંખ્યામાં બિહારના ગરીબ, વંચિત અને મહિલાઓ મત આપ્યા અને વિકાસ માટે પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય જણાવ્યો છે.”

વડાપ્રધાને એક નહી અનેક ટ્વીટ કર્યા તેમણે જણાવ્યું કે બિહારના દરેક મતદારે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તે આકાંક્ષી છે અને તેની પ્રાથમિકતા માત્ર અને માત્ર વિકાસ છે. બિહારમાં ૧૫ વર્ષ પછી પણ ફરી NDAની સરકારને ફરી આશીર્વાદ મળ્યા એ દર્શાવે છે કે બિહારના સપના કયા છે, બિહારની અપેક્ષા કઈ છે.

વડપ્રધાને કહ્યું કે બિહારના યુવાનોએ પણ સ્પષ્ટ કરી દીધું કે આવનાર નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો નવો રોડમેપ છે. બિહારના યુવાનોએ પોતાના સામર્થ્ય અને અને NDA પર ભરોસો કર્યો છે. જેનાથી NDAને વધારે પરિશ્રમ કરવાની પ્રેરણા મળી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *