અમદાવાદની આ મહિલાએ બોમ્બે હાઈકોર્ટના જજને ૧૫૦ કોન્ડમનું પેકેટ કેમ મોકલ્યુ?

જસ્ટિસ પુષ્પા ગનેડીવાલા યાદ છે તમને? આમણે બે યૌન શોષણ બાબતની સુનવણી દરમિયાન બે વિવાદીત ફેંસલા સંભળાવ્યા હતા. એકમાં કહ્યું હતું કે ૧૨ વર્ષની બાળકીનું ટોપ ઉતાર્યા વગર તે બાળકીની છાતીને અડવું એ પોસ્કો ( Protection of Children from Sexual Offences (POCSO) Act, 2012 ) કાનૂન હેઠળનો અપરાધ ન કહેવાય. બીજા ફેંસલામાં તેમણે જણાવ્યું હતું કે બાળકીનો હાથ પકડી પેન્ટની ચેન ખોલવી એ પણ POCSO હેઠળ અપરાધ નથી. આ ફેંસલાના વિરોધ માટે જ ગુજરાતના અમદાવાદની એક મહિલાએ જજ સાહેબની ઓફિસના સરનામે ૧૫૦ કોન્ડમનું પેકેટ મોકલ્યું છે.

 

કોણ છે આ મહિલા?

જજને કોન્ડમનું પેકેટ મોકલનાર મહિલાનું નામ દેવશ્રી છે. દેવશ્રી ગુજરાતના અમદાવાદ શહેરમાં રહે છે અને પોતાને રાજકીય વિશ્લેશક જણાવે છે. તેની એક યુટ્યુબ ચેનલ પણ છે. અહીં જ તેણે આ સંદર્ભની માહિતી આપતા વીડિયો પોસ્ટ કર્યા છે. વીડિયોમાં તે જણાવે છે કે મે ૯ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાના જુદા જુદા ૧૨ સરનામે ૧૫૦ જેટલા કોન્ડમ મોલક્યા છે. આ મે એટલા માટે મોકલ્યા છે કારણ કે તેમણે જે ચુકાદા સંભળાવ્યા છે તેના સિમ્બોલ તરીકે મેં તેમને આ કોન્ડોમ મોકલ્યા છે. તેમણે ચુકાદો આપ્યો હતો કે ૧૨ વર્ષની બાળકીનું ટોપ ઉતાર્યા વગર તે બાળકીની છાતીને અડવું એ પોસ્કો કાનૂન હેઠળનો અપરાધ ન કહેવાય. બીજા ફેંસલામાં તેમણે જણાવ્યું હતું કે બાળકીનો હાથ પકડી પેન્ટની ચેન ખોલવી એ પણ POCSO હેઠળ અપરાધ નથી.

મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે દેવશ્રી જણાવે છે કે મેં આ પેકેટની સાથે એક પત્ર પણ લખ્યો છે. તે કહે છે કે મેં કોઇ અપશબ્દનો પ્રયોગ નથી કર્યો. તેનું માનવું છે કે આવું કરીને એક મહિલા તરીકે મે કોઇ અપરાધ નથી કર્યો. મહિલાઓએ પોતાના અધિકારો માટે લડવું પડશે. પુષ્પા ગનેડીવાલા ને તમના પદ પરથી નિલંબિત કરવામાં આવે.

જો કે જાણકારો માને છે કે આ અવમાનનાનો કેસ છે, આવી હરકતથી આ મહિલા સામે કાર્યવાહી પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે પુષ્પા ગનેડીવાલા મહારષ્ટ્રના અમરાવતીના વતની છે. ૨૦૦૭માં તેઓ જજ બન્યા અને પછી નાગપુરના મુખ્ય જિલ્લા અને સેશન જજ બન્યા. અને ત્યાર પછી તેઓ બોમ્બે હાઈકોર્ટના રજિસ્ટાર જનરલ તરીકે નિયુક્ત થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *