A Simple Way to Reset Your Life | આપણા ઘરમાં જ્યારે બિનજરૂરી સામાન ભેગો થાય, ત્યારે આપણે તેને પસ્તીમાં કાઢી નાખીએ છીએ, ખરું ને? પણ શું આપણે ક્યારેય આપણા મનની સફાઈ કરી છે? ઘણીવાર આપણે મનમાં એવા વિચારો અને લોકોનો બોજ લઈને ફરીએ છીએ જેની ખરેખર કોઈ જરૂર જ હોતી નથી.
ચાલો, આજે મનને થોડું હળવું કરીએ:
એક લિસ્ટ બનાવો:
શાંતિથી એકલા બેસો, હાથમાં ડાયરી અને પેન લો. તમારા મનમાં જે કંઈ પણ મૂંઝવણ હોય, તે બધું જ કાગળ પર ઉતારી દો.
ડરને ઓળખો:
તમને કઈ વાતનો ડર લાગે છે? કઈ બાબતો તમારી હિંમત તોડી રહી છે? જ્યારે તમે આ જવાબો લખશો, ત્યારે તમને સમજાશે કે અડધા ડર તો સાવ નકામા હતા, જે જૂના સામાનની જેમ મનમાં જગ્યા રોકીને બેઠા હતા.
નકારાત્મકતાને ‘ડિલીટ’ મારો:
જેમ ઘરમાંથી ભંગાર કાઢવો જરૂરી છે, તેમ મગજમાંથી નકામી શંકાઓ અને વ્યર્થ વિચારોને પણ બહાર ફેંકવા જોઈએ. ફેંકી દો…
સંબંધોમાં ફિલ્ટર લગાવો: આપણી આસપાસ એવા અનેક લોકો હોય છે જે માત્ર માનસિક તણાવ કે દુઃખ આપે છે. જે લોકોનું કામ માત્ર તમને નીચા દેખાડવાનું હોય, તેમને જીવનમાંથી પ્રેમપૂર્વક વિદાય આપી દો.
જીવનમાં માત્ર બે જ પ્રકારના લોકોને સ્થાન આપો:
- જેમનાથી તમને કંઈક નવું શીખવા મળે અથવા જે તમારા વિકાસમાં મદદરૂપ થાય.
- જેમની સાથે રહેવાથી તમને દિલથી ખુશી મળે અને તમે હળવાશ અનુભવો.
યાદ રાખો, જિંદગી તમારી છે. તેને ફાલતુ વિચારો કે લોકોના બોજ નીચે દબાઈ જવા ન દો. આજે જ મનની સફાઈ કરો અને ખુલીને જીવવાની શરૂઆત કરો!
