Aam Aadmi Party| દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગુ ન કરી શકાય કારણ કે….કેજરીવાલે આપ્યુ આ કારણ

આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party ) ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના વલ્લભસદન મંદિર, અમદાવાદ ખાતે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party )  ના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ પત્રકાર પરિષદમાં VTV ગુજરાતીના પૂર્વ મુખ્ય સંપાદક ઈસુદાન ગઢવી ( Isudan Gadhvi ) આપ ( AAP )નો ખેસ પહેરી આપમાં જોડાયા હતા.

આ સંદર્ભે વાત કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકાતો હતો પણ તેમનું કામ કરવું શકય ન હતું. ત્યા એક મર્યાદા હતી આથી જનતનું કામ કરવા કોઇ પણ સ્વાર્થ વિના મેં રાજનીતિમાં જોડાવાનો નિર્યણ લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્યણ સંપૂર્ણ પણે ગુજરાતની જનતા માટે છે. મારી પાસે સારી નોકરી હતી, સારું પદ હતું આ બધુ છોડીને જનતા સમક્ષ જવાનો નિર્યણ લીધો છે કેમ કે જનતાની અપેક્ષા વધી ગઈ હતી. હવે વાત ઇમાનદાર રાજનીતિ છે આથી ગુજરાતના દરેક લોકોને “આપ” સાથે જોડાવા હું અપીલ કરું છું

પત્રકાર પરિષદમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતે દેશની આઝાદીની લડાઇમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. દેશના સૌથી મોટા નેતા ગુજરાતની ધરતીએ આપ્યા છે. સરદાર પટેલે દિવસરાત મહેનત કરી આ દેશને એક કર્યો. પણ આ પછી શું થયું. આ પછી માત્ર કોંગ્રેસ અને ભાજપની જ વાર્તા છે. આજે ગુજરાતની જે હાલત છે તે ભાજપ અને કોંગ્રેસની કારસ્તાનીના કારણે છે. ગુજરાતની સરકારી શાળાની સ્થિતિ ખરાબ છે, ગુજરાતના વેપારી ડરેલા છે, ગુજરાતની સરકારી હોસ્પિટલની સ્થિતિ ખરાબ છે. કોલેજમાં એડમિશન નથી મળતું… આવી હાલતમાં ઇસુદાનજીએ જે નિર્યણ લીધો તે મુશ્કેલ હતો. હું તેમનું સ્વાગત કરું છું.

 

કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતમાં હવે જનતાના મુદ્દાની રાજનીતિ થશે. આપના ચહેરાની વાત કરતા તેમણે જણાવ્યું કે આ ચહેરો પણ જનતા નક્કી કરશે. તેમણે જણાવ્યું કે દિલ્હીના બે કરોડ લોકોએ ત્યાંની રાજનીતિ બદલવા કામ કર્યુ છે એક માત્ર કેજરીવાલના કરાણે આ થયું નથી. કેજરીવાલ તો એક સામાન્ય વ્યક્તિ છે. આગળની રણનીતિ વિશે જવાબ આપતા તેમણે જણાવ્યું કે આ તો હજી શરૂઆત છે ધીરે ધીરે રણનીતિ જણાવવામાં આવશે. દિલ્હીના મોડલ પર જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગુ કરવાની કોઇ વાત નથી. દરેક રાજ્યની સમસ્યા, મુદ્દા અલગ અલગ હોય છે. આથી દિલ્હીનું મોડલ ગુજરાતમાં લાગું કરવાની વાત યોગ્ય નથી.

પત્રકાર પરિષદ પછી અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યુ હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *