Ahmedabad Accident । અમદાવાદના એસ.જી હાઈવે પર ભયંકર અકસ્માત – ફોટા જોવા જેવા નથી

Ahmedabad Accident | જેગુઆર ગાડી જેનાથી આ અકસ્માત થયો

Ahmedabad Accident  | અમદાવાદનો એસ.જી હાઈવે અકસ્માત ઝોન બની ગયો છે. અહીં સ્પીડ લિમિટ હોવા છતાં લોકો ખૂબ ઝડપથી ગાડી ચલાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી હોવા છતાં અમીર ઘરના નબીરાઓ માનતા નથી અને અહીં ભયંકર અકસ્માત સર્જાય છે.

ગઈ કાલે રાત્રે જ ઇસ્કોન એસ.જી. હાઈવે પર એક અતિ ભયંકર અમસ્માત સર્જાયો છે. જેમાં એક કોન્ટેબલ, એક હોમગાર્ડ સહિત ૯ લોકોના જીવ ગયા છે અને ૧૦ થી ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

 

ઘટના આ રીતે બની…ISKCON Bridge Accident

કાલે મોડી રાત્રે અમદાવાદના એસ.જી હાઈવે પર એક નહી બે-બે અકસ્માત થયા. આ બન્ને અકસ્માત એક બીજા સાથે જોડાયેલા છે. પહેલા એક અકસ્માત થયો અને તે અકસ્માતને જોવા કે મદદ કરવા આવેલા લોકો સાથે બીજો અકસ્માત થયો…

વાત એમ છે કે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ નજીક એક ડમ્પરની પાછળ એક મહિન્દ્ર થાર ઘૂસી ગઈ. આ પણ ભયંકર અકસ્માત હતો. અકસ્માત થયો એટલે એક કોન્ટેબર, એક હોમગાર્ડ સહિત આજુબાજુના કેટલાંક લોકો અહીં આવી પહોંચ્યાં. અકસ્માત થયો એટકે લોકોની અહીં ભીડ જામી ગઈ હતી.

હવે થયું એવું કે આવા સમયે કર્ણાવતી ક્લબ બાજુએથી એક જેગુઆર ગાડી આવી રહી હતી. મળતી માહિતી અને મીડિયાના અહેવાલ પ્રમાણે તે ગાડીની ઝડપ લગભગ ૧૬૦ કીમીની હતી. આ ગાડીના ચાલકને અકસ્માતમાં મદદ કરનારી ભીડ કદાચ દેખાઈ નહી અથવા તો ગાડીની ખૂબ ઝડપ હોવાથી કારચાલક ગાડી પર કન્ટ્રોલ રાખી શક્યો નહી અને તેણે પહેલા થયેલા અકસ્માતને જોવા અને મદદ માટે ઉભેલા લોકો પર ગાડી ચડાવી દીધી. લોકો ૨૦ થી ૨૫ ફૂડ ફંગોળાયા. એક કોન્ટેબલ, એક હોમગાર્ડ સહિત ૯ લોકોના જીવ ગયા છે અને ૧૦ થી ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મૃતકનો અને નજીનની સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. જેગુઆર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ગંભીર અકસ્માત થવાથી આ સમયે હાઈવે પર ખૂબ ગંભીર અને ડરામણું વાતાવરણ ઊભું થયું હતું. સોલા સિવિલ હોસ્પિટલમાં પણ આવું જ ગંભીર વાતાવરણ ઉભુ થયું છે. પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે અમે મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય અપાવશું…

મુખ્યમંત્રીની સહાયની જાહેરાત…

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *