અમાસના દિવસે ભુલથી પણ ના કરશો આ ૧૦ કામ, નહીંતર થઈ જશો બરબાદ….


અમાસ અંધારાનું પ્રતિક છે. આપણા ધર્મ શાસ્ત્રોમાં દરેક દિવસ, દરેક તિથીનું એક અનોખું મહત્વ હોય છે. જે તે દિવસે સારી અને ખરાબ બંને પ્રકારની ઉર્જાઓ ઉત્પન્ન થતી હોય છે અને માનવીના જીવન પર તેની સૌથી વધારે ગાઢ અસર થતી હોય છે. એટલે જ સારા કામો આપણે મૂહુર્ત જોઈને કરતાં હોઈએ છીએ.

પ્રતિકાત્મક તસવીર
  • અમાસ અંધારાનું પ્રતિક છે. દિવસ હોય કે રાત મુળ તો એ અંધારુ જ કહેવાય.
  • અમાસના દિવસે નેગેટીવ એનર્જી સૌથી વધારે પાવરફુલ હોય છે.
  • અમાસના દિવસે નકારાત્મક આચાર- વિચારથી દૂર રહેવું જોઈએ.

જે રીતે શુભ, લાભ, અમૃત, રોગ, ઉદ્વેગ જેવા ચોઘડિયા હોય છે તે જ રીતે અમુક સંપૂર્ણ દિવસો જ શુભ કે અશુભ હોય છે. જેમકે વિજ્યા દશમી, વસંત પંચમી, લાભ પાંચમ આ બધા વગર જોયા શુભ મહૂર્તો છે તે જ રીતે અમાસ અને ચૌદસ અશુભ હોય છે. આજે આપણે એમાંથી અમાસની વાત કરીશું. અમાસના દિવસે અમુક પ્રકારના કાર્યો કરવાથી માનવીનું જીવન ધનોત-પનોત થઈ થતું હોય છે, માનવી બરબાદ થઈ શકે છે. કારણ કે અમાસના દિવસે જે બુરી આત્માઓ હોય છે એ ખૂબ જ સક્રિય હોય છે. એમાંય અંધાકાર તો બુરાનો પોષક છે. અમાસ અંધારાનું પ્રતિક છે. દિવસ હોય કે રાત મુળ તો એ અંધારુ જ કહેવાય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે પ્રેતાત્માઓ વાતાવરણમાં ઘુમતી હોય છે અને તે અમુક પ્રકારના કામ કરનારા માનવીઓને શોધીને તેના પર હાવી થઈ જતી હોય છે. અમાસના દિવસે નેગેટીવ એનર્જી સૌથી વધારે પાવરફુલ હોય છે. આપણે જાણીએ જ છીએ કે બુરી વસ્તુ, બુરી વસ્તુ કે કાર્ય પર જલ્દી હાવી થતી હોય છે. માટે અમાસના દિવસે નકારાત્મક આચાર- વિચારથી દૂર રહેવું જોઈએ. અહીં એવી કેટલીક બાબતો રજુ કરીએ છીએ જેનાથી અમાસના દિવસે દૂર રહેવું જોઈએ. તો આવો જોઈએ કે એવા કયા કામો છે જે ભુલથી પણ અમાસના દિવસે માનવીએ ન કરવા જોઈએ.


(૧) સૌથી પ્રથમ સામાન્ય વાત એ યાદ રાખવી કે અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો તામસિક ખોરાક ના ખાવો જોઈએ. માસ, મચ્છી, લસણ, ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી, મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુના ખાવી જોઈએ. એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં ગરમ ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં બુરા વિચારો આવે છે. આ બુરા વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટીવ ઉર્જા પાવરફુલ હોવાથી તે આપણા પર હાવી થઈને બરબાદ કરી શકે છે. આપણી પાસે ખોટુ કાર્ય કરાવી શકે છે.


(૨) આ દિવસે નશીલા પદાર્થોનું સેવન ના કરવું જોઈએ. આના કારણે માનવીના શરીર અને મન બંને પર તેની બુરી અસર થયા છે અને બુરી આત્માઓનો વાસ થાય છે. આપણે નશો કરેલો હોવાથી આપણને બુરી આત્માઓ પકડી લે છે આપણને સારા – નરસાનું ભાન નથી રહેતું અને આપણે ન કરવાના કાર્યો કરી બેસીએ છીએ.


(૩) અમાસના દિવસે ભુલીને પણ કોઈનું અપમાન ના કરો. કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે. આ દિવસ નેગેટિવ એનર્જીને જલ્દીથી ગ્રહણ કરતો હોવાથી તમારા શરીર પર સામેવાળાના દુઃખની આડ અસર થાય છે. જેથી તમે શારીરીક અને માનસિક વ્યાધિનો ભોગ બની શકો છો.

(૪) આ દિવસે કોઈ ગરીબ, લાચાર કે અન્ય કોઈને ભુલથી પણ અન્યાય ના કરો. કારણ કે અમાસના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનીદેવ તમારા પર કોપાયમાન થાય છે અને તેમનો કોપ તેમારા પર ઉતરતા તમારી બધી જ પોઝિટીવ એનર્જી ખતમ થઈ જાય છે.


(પ) અમાસના દિવસે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ દિવસે પીપળા, આંબલી, વડ કે મહેંદીના ઝાડ નીચે ભુલથી પણ ના બેસશો. કારણ કે આ બધા વૃક્ષોમાં ભૂતો અને પ્રતાત્માઓનો વસતા હોય છે. અમાસના દિવસે આ બધી બુરી આત્માઓ વધારે સક્રિય હોય છે અને જલ્દીથી તમારા શરીરમાં વાસ કરીને તમને વશ કરી લે છે. આવી આત્માઓ અમાસના દિવસે તમારા શરીરમાં પ્રવેશીને તમારી પાસે ખરાબ કામો કરાવે છે. તમારા જીવનને ધનોત-પનોત કરી નાંખે છે.


(૬) અમાસના દિવસે ભુલીને પણ સ્મશાનમાં ના જાઓ. જો જવું જ પડે તો લાશની સામે ના જુઓ. અને અગ્નિસંસ્કાર બાદ પાછળ ફરીને જોયા વિના બહાર નીકળી જાઓ. જાે તમે આ દિવસે લાશને જાેશો કે વધારે વખત સ્મશાનમાં રહેશો તો અમાસને કારણે સક્રિય થયેલી આત્મામાંથી કોઈ આત્મા તમારા પર હાવી થઈને તમને બરબાદ કરી શકે છે.


(૭) અમાસના દિવસે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ના કરો. પૈસાની લેતી – દેતી ના કરો. કોઈ નવો ધંધો શરૂ ના કરો. કોઈ નવો ધંધો શરૂ કરશો તો નુકસાન જશે. આ બધાનું કારણ એ જ કે આ દિવસે નેગેટીવ એનર્જી ખૂબ જ પાવરફુલ હોય છે અને એ બધી જ બાબતો ને કેચઅપ કરીને તેમને બરબાદ કરી શકે છે.


(૮) આ દિવસે કોઈ સગાઈ કે લગ્ન કદી ના કરવા. જે લોકો આ દિવસે વિવાહ સંબંધથી બંધાય છે તેમને સંતાનો થવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આજીવન તે દંપતિનો મનમેળ થતો નથી. તે બંધે વચ્ચે આજીવન કંકાસજ ચાલ્યા કરે છે. કારણ કે નેગેટીવ એનર્જીવાળા દિવસે આ સંબંધ થયો હોવાથી તે એ એનર્જીઓ જીવનમાં શાંતિ સ્થાપિત થવા દેતી નથી.


(૯) અમાસના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ના કરશો. કે હોટેલમાં પણ ના ખાશો. પોતાના ઘરમાં બનાવેલું તાજુ અને ગરમ ભોજન જ જમવું. ઠંડુ ભોજન પણ ના જમશો. કારણે અન્યના ઘરે કે હોટેલમાં ખાવાથી જેણે ભોજન બનાવ્યુ છે તેની અથવા જેનું ભોજન છે તેની નકારાત્મ ઉર્જા તેમા સામેલ હોય છે અને એ ભોજન તમારા પેટમાં પડવાથી તમારામાં પણ નકારાત્મકતા આવી જાય છે. ઠંડુ ભોજન જમવા થી પણ પડ્યા રહેલાં ભોજનમાં બેક્ટેરિયા રૂપે જામી ગયેલ નેગેટીવ એનર્જી તમારામાં પ્રવેશીને તમને શારિરીક અને માનસિક રીતે હેરાન કરી શકે છે.


(૧૦) છેલ્લી વાત કે આ દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરો. કારણ કે શારિરીક સંબંધ એ ઉન્માદી હોય છે. ભૂત-પ્રેત વગેરે આવી ઉન્માદી બાબતોની તરફ વધારે આકર્ષાય છે. તેઓ શારિરીક સંબંધ બાંધનારના શરીરમાં ખૂબ જ ઝડપથી પ્રવેશી શકે છે. એમાં પણ શારિરીક સુખ માણ્યા વિના અકાળે અવસાન પામ્યા હોય, એવા અનેક સ્ત્રી કે પુરુષોનો આત્મા સંભોગ માટે તડપતો હોય છે અને અમાસના દિવસે શારિરીક સંબંધો બાંધનારાઓને શોધતો જ હોય છે. જો તમે આ દિવસે શારીરિક સંબંધ બાંધશો તો એ તમારામાં પ્રવેશી શકે છે. માટે અમાસના દિવસે સંભોગથી દૂર રહો.


બસ…. અમાસના દિવસે આવી બાબતોનું ધ્યાન રાખશો તો ઈશ્વર તમારી સદાય સહાય કરશે. આપણા શાસ્ત્રોમાં લખેલી આ સાવચેતીઓનું પાલન કરો અને સુખી જીવન જીવો.

ગુજ્જુલોજી તમારા માટે આવી જ વાતોનો ખજાનો લઈ આવ્યુ છે. જે તમને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. તો ગુજ્જુલોજી સાથે જોડાયેલા રહો અને જીવનના દરેક ક્ષેત્રમાં સળફતા મેળવતા રહો.