Ayurvedic Tips । દવા વગર માત્ર જીવનશૈલી અને આહારશૈલી પર ધ્યાન આપી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આયુર્વેદ આ જ શીખવે છે. આયુર્વેદ કહે છે કે ભોજન કર્યા પછી કેટલીક વસ્તું ન ખાવી જોઇએ. આ ખાવાથી પાચનશક્તિ બગદે છે. પેટની સમસ્યા ઉભી થાય છે. તો આવો જાણીએ આ વસ્તું કઈ છે!
ઠંડું પાણી
ભોજનની સાથે અને ભોજન પછી કેટલાંક લોકોને ખૂબ પાણી પીવાની ટેવ છે. વળી આ પાણી પણ એક દમ ઠંડુ હોય છે. આવું ન કરવું જોઇએ. જો તમે આવું કરતા હોવ તો ચેતી જજો. તમને પણ પેટની બિમારી થઈ શકે છે. ભોજન સાથે કે પછી વધારે માત્રામાં પાણી પીવાથી પાચનશક્તિ બગડે છે. ભોજન પચતું નથી અને તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. ભોજન પછી ઠંડુ પાણી પીવાથી આપણી જઠારઅગ્નિ શાંત પડી જાય છે અને પાચનની પ્રક્રિયા મંદ પડી જાય છે. માટે હંમેશાં ભોજના ૪૫ મિનિટ પહેલા અને ભોજનના ૪૫ મિનિત બાદ જ પાણી પીવું જોઇએ. અને એ પણ ખૂબ ઠંડુ નહી.
ફળ-ફ્રુટ
ભોજન પછી આપણને ફળ ખાવાની ટેવ હોય છે. આયુર્વેદ આવું કરવાની ના પાડે છે. ફળ ખાવા જ હોય તો ભોજન પહેલા ખાઈ લેવા જોઇએ. ફળ પચવામાં સરળ હોય છે. પણ ફળને તમે ભોજન પછી ખાસો તો પેટમાં ગેસ પેદા કરી શકે છે. ભોજન કર્યા પછી ફળ ખાવાથી બીજી અનેક સમસ્યા પણ થઈ શકે છે!
ગરમ ચા
આમ તો ચા પીવી જ ન જોઇએ પણ છતા તમે ચા પીતા હોવ તો ભોજન પહેલા કે પછી ચા બિલકુલ ન પીવી જોઇએ. ચા આપણી પાચનશક્તિને મંદ પાડી દે છે. ચા ગરમ હોવાથી તે પેટની ગરમી વધારી દે છે અને તેની અસર પાચનશક્તિ પર પડે છે. આનાથી ભૂખ મરી જાય છે અને ભોજન પણ પચતું નથી. આયુર્વેદ કહે છે કે સ્વસ્થ શરીર માટે ચાથી દૂર રહેવું જોઇએ…!!