શું બાબા કા ઢાબા Baba ka Dhaba ના નામ પર એક કૌંભાડ થઈ ગયુ? જુવો

 

બાબા કા ધાબા Baba ka Dhaba આ નામ તો સાંભળ્યું જ હશે. તેમનો વાઇરલ વીડિયો પણ જોયો જ હશે. દિલ્લીના એક વિસ્તારમાં એક વડિલ વૃધ્ધ દંપતિ એક નાનકડી દુકાનમાં Baba ka Dhaba નાનમની દુકાન ચલાવે છે. ગૌરવ નામનો એક યુટ્યુબર ત્યા પહોંચી જાય છે અને આ ઘાબું ચલાવતા દંપતીની દયનીય સ્થિતિનો એક વીડિઓ બનાવે છે તેને સોશિયલે મીડિયામાં વાઇરલ કરે છે અને પછી જે થયું તે સૌને ખબર છે. બીજા જ દિવસથી બાબા કા ધાબા પર ભારે ભીડ થવા લાગી. સમગ્ર દેશમાંથી બાબાને મદદ કરવા લોકો આતૂર બન્યા અને આપણા લાગણીશીલ દેશવાસીઓ અઢળક ઓનલાઇન ડોનેશન પણ આપ્યુ.

બાબાની જિંદગીની એક નવી શરૂઆત થઈ. બધુ સારું થઈ ગયુ. બાબા પણ ખુશ અને લોકોએ જે મદદ કરી તેનાથી લોકો પણ ખુશ. પણ હવે થયું છે એવું કે જે સોશિયલ મીડિયાના કારણે બાબા સુધી દેશના લોકોએ મદદ પહોંચાડી તે સોશિયલ મીડિયા પર જ હવે આ સંદર્ભે એક ચર્ચા ચાલી રહી છે. ચર્ચા એ છે કે બાબાને આ જે ઓનલાઇન મદદ મળી તે તેમના સુધી પહોંચી કે નહી? ગૌરવ જેણે બાબાનો વીડિયો વાઈરલ કર્યો હતો તેણે પોતાની બેંક ડિટેઇલ લોકો સમક્ષ જાહેર કરી હતી અને બાબા માટે ડોનેશન કરવાની અપીલ કરી હતી તેણે હજી સુધી બાબાને એક પણ રૂપિયો આપ્યો નથી. આવું ખુદ બાબા કહી રહ્યા છે.

એક ન્યુઝ ચેનલને બાબાએ તમની હાલની સ્થિતિ વિશે જાણવા મુલાકાત લીધી તો બાબાએ જ આ જાણકારી આપી કે હવે લોકો ઓછા આવી રહ્યા છે. બાબા કહે છે કે હવે લોકો માત્ર ફોટા પડાવવા આવે છે ખાવા નહી. ત્યાર પછી અહી વોલન્ટિયર તરીકે કામ કરનારા યુવાનોએ અને એક યુટ્યુબરે આ વિશે બાબા જોડેથી જાણકારી મેળવી તો ખબર પડી કે કદાચ “બાબા કા ધાબા” ના નામે ફ્રોડ થઈ ગયું છે.
એક YuTuber છે લક્ષ્ય ચૌધરી. તેણે આ બધી વિગતો મેળવી એક વીડિયો બનાવી તેને પોતાની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે બાબા કા ધાબાના નામે કાંડ થઈ ગયો છે. દેશના લોકોએ કરેલી બાબાને ઓનલાઇન મદદ બાબા સુધી પહોંચી જ નથી…પહેલા સાંભળો એ દાવાનો વીડિઓ….

જાગો ડોનર જાગો – ‘JAAGO DONOR JAAGO’

લક્ષ્ય ચૌધરીએ ‘JAAGO DONOR JAAGO’ ના નામે આ વીડિઓ અપલોડ કર્યો છે. આ વીડિઓમાં તેણે પુરાવા સાથે ગંભીર આરોપ લગાવ્યા છે. તે કહે છે કે બાબાનો વીડિયો વાઇરલ કરનાર ગૌરવ વાસને (YouTuber Gaurav Wasan) બાબાની મદદના નામે ઓનલાઇન અભિયાન ચલાવ્યુ, પૈસા ભેગા કર્યા પણ તે પૈસા બાબાને આપ્યા નથી.

ગૌરવ વાસનનું કહેવું છે કે …

લક્ષ્ય જે આરોપો લગાવ્યા તેના પર ગૌરવ વાસનનું કહેવું છે કે મે કોઇ સ્કૈમ નથી કરયો. મારી પાસે બાબાને મદદ કરનારા ઓન્લાઇન અભિયાન થકી ૩.૩૫ લાખ રૂપિયા આવ્યા હતા. જેમાંથી ૨.૩૩ લાખ રૂપિયાનો ચેન મે બાબાને આપી દીધો છે. અને બાકી ના પૈસા તેમના એકાઉન્ડમાં ડાયરેક્ટ ટ્રાંન્સફર કર્યા છે. આ સંદર્ભે હું ઝડપથી બેંક સ્ટેટ્મેન્ટ જાહેર કરવાનો છું

ઉલ્લેખનીય વાત એ છે કે બાબા એન ન્યુઝ ચેનલને કહી ચૂક્યા છે કે ગૌરવજીએ મને એક પણ રૂપિયો આપ્યો નથી. શું ગૌરવજીની નિયતમાં ખોટ છે? ન હોવી જોઇએ! તેતો માદદગાર હતા. આશા રાખીએ બાબા જોડે દેશવાસીઓએ કરેલી મદદ ઝડપથી પહોંચી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *