બનાના બ્રેડ banana bread recipe ની આ રેસિપી ૨૦૨૦ની વિશ્વમાં ૭ ટ્રેન્ડિગ રેસિપી રહી

 

બનાના બ્રેડ ( Banana Bread recipe ) એક એવી ભોજનની રેસિપી જેણે દુનિયાભરમાં સેકડો કુકે પોતાના હાથોથી બનાવવાનો પ્રયત્ન કર્યો. ગુગલના ૨૦૨૦ના ઇયર ઇન સર્ચના રીપોર્ટમાં કહેવાયુ છે કે બનાના બ્રેડ (Banana Bread) વિશ્વમાં ૭મી સૌથી વધારે ટ્રેન્ડિંગમાં રહેલી રેસિપી છે.

 

 

બનાના બ્રેડ (Banana Bread) આ એવી રેસિપી છે જે ગૂગલ પર ૨૦૨૦માં ટ્રેન્ડિગમાં રહી. સેંકડો લોકોએ તેને બનાવવાની કોશિશ કરી અને સોશિયલ મીડિયા પર શેર પણ કરી. કદાચ એટલે જ ગુગલના ૨૦૨૦ના ઇયર ઇન સર્ચના રીપોર્ટમાં કહેવાયુ છે કે બનાના બ્રેડ (Banana Bread) વિશ્વમાં ૭મી સૌથી વધારે ટ્રેન્ડિંગમાં રહેલી રેસિપી છે.

કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન જોઇએ તે ભોજન કે તેની સામગ્રી મળવી ખૂબ મુશ્કેલ હતી. આજ કારણ છે બનાના બ્રેડ (Banana Bread) જેવી રેસિપી ખૂબ વાઈરલ થઈ. આ બધાની વચ્ચે બનાના બ્રેડ (Banana Bread) ની એક એકદમ સરળ રેસિપી પણ ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહી છે. અને લોકો આના પર મજેદાર કોમેન્ટ પણ લખી આનંદ લઈ રહ્યા છે. બનાના બ્રેડ (Banana Bread) બનાવવા માટે લોટ, ઇન્ડા જેવી સામાન્ય વસ્તુઓની જરૂર પડે પણ પણ એક ટિવટર યુજર્સે એક કમાલની બનાના બ્રેડ (Banana Bread)ની રેસિપી પોસ્ટ કરી અને વાઈરલ થઈ ગઈ. આ રેસિપી તેણે જાતે બનાવી હતી અને તેનો એક ફોટૉ સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો. આ ફોટો અને રેસિપી લોકોને એટલા પસંદ પડ્યા એ હવે તે ટ્રેન્ડિગ લિસ્ટમાં છે.

આ બનાના બ્રેડ (Banana Bread)ની રેસિપી જુવો એટલે તમે હસ્યા વગર રહી જ ના શકો. આ દુનિયાની સૌથી સરળ બનાના બ્રેડ (Banana Bread)ની રેસિપી હશે. યુજર્સે એક બ્રેડ લીધું અને તેમાં ચારેબાજુ કેળા મૂકી દીધા અને તેનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે “પહેલીવાર બનાના બ્રેડ (Banana Bread) બનાવી, આવી બીજી રેસિપી જાણવા મને ફોલો કરો…”

બસ પછી શું? આ તસવીર અને યુજર્સનો આ અંદાજ ખૂબ વાઈરલ થયો. આ રેસિપી લોકો બનાવવા લાગ્યા અને તેનો ફોતો શેર કરવા લાગ્યા. સૌથી પહેલા ટ્વીટર પર @Sar_Ren_Gas નામના યુજર્સે આ તસવીર શર કરી હતી.જેના પર અત્યાર સુધી ૮ હજાર કરતા વધારે લાઈક મળી ચ્હે અને ૨ હજારથી વધારે વાર રીટ્વિટ થઈ છે. લોકો આ યુજર્સની ક્રિયેટીવીટીના વખાણ કરી રહ્યા છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *