બેન સ્ટોક્સ Ben Stokes એ ફરી સાબિત કરી દીધું કે તે દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર છે

રાજસ્થાનની બેટિંગની શરૂઆત સારી ન રહી પણ પછી બેન સ્ટોક્સ Ben Stokes અને સંજૂએ જે કર્યુ તે દિલધડક હતું. ટીમને આ અશક્ય લાગતી જીત અપાવી


૨૦૧૯ના વર્લ્ડકપમાં ઇગ્લેન્ડની જીત થઈ. આ જીત પછી ફાઇનલ મેચની સુપર ઓવરથી લઈને સુપર ફોર સુધીની ખૂબ ચર્ચા થઈ. આ ચર્ચાઓના કેન્દ્રમાં હતો એક ખેલાડી. અને એ હતો ઇગ્લેન્ડનો બેન સ્ટોક્સ. તેની ઓલરાઉન્ડગીરીના કારણે જ ઇન્ગલેન્ડની વર્લ્ડ કપ જીતી શક્યું હતું. સ્ટોક્સના આ પ્રદર્શન પછી દુનિયાના ધુરંધરોએ સ્વીકાર્યુ હતુ કે આજની તારીખમાં બેન સ્ટોક્સ જેવો ઓલરાઉન્ડર નથી. તે નંબર વન છે.

પણ કોરોનાના કારણે દુબઈમાં યોજાયેલી IPL 2020 ની કરીએ તો બેન સ્ટોક્સ રાજસ્થાનની ટીમાંથી રમી રહ્યો છે. તેના વર્લ્ડકપના પ્રદર્શન પછી બધાની નજર બેન સ્ટોક્સ પર હતી પણ આઈપીએલમાં શરૂઆતની પાંચ ઇનિગ્સ તેની એકદમ ફ્લોપ ગઈ. એટલે સુધી કે કોમેન્ટેટર્સ તો એવી ગણતરી કરવા લાગ્યા કે આઈપીએલની પાંચ ઇનિગ્સ અને ૧૦૦ બોલ રમ્યા છતાં સ્ટોકસે એક પણ સિક્સર મારી નથી. હકીકત એ પણ હતી કે આ પાંચ મેચમાં બેન સ્ટોક્સ રીતસર સ્ટ્રગલ કરતો જોવા મળ્યો પણ ગઈકાલે મુંબઈ સામેની મેચમાં તેણે જે ધમાલ મચાવી તેનાથી ફરીવાર બેન સ્ટોક્સની ચર્ચા શરૂ થઈ ગઈ છે.


કાલની એટલે કે દશેરાના દિવસે મુંબઈ અને રાજસ્થાનની RR vs MI મેચ હતી. મુંબઈની ટીમના કેપ્ટન કાયરન પોલાર્ડ હતો કેમ કે હિટમેન રોહિત શર્મા ઇજાના કારણ મેચની બહાર હતો. પોલાર્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી. જોકે મુંબઈની શરૂઆત સારી ન રહી. ક્વિંટન ડિ કોક, સૌરભ તિવારી, ઇશાન કિશન સારૂ રમ્યા પણ ટીમને ૧૫ ઓવર સુધીમાં સારી સ્થિતિમાં મુકી ન શક્યા. પણ પાછળથી હાર્દિક પંડ્યા Hardik Pandya એ મુંબઈની કમાન સંભાળી અને ૨૧ બોલમાં ૬૦ રન ફટકાર્યા. છેલ્લી ઓવરમાં તેણે ૨૬ રન બનાવ્યા. હાર્દિકની આ ઇનિગ્સ સાથે મુંબઈ ૧૯૫ રન જેટલા સમ્માનજનક સ્કોર બોર્ડ પર લગાવી શકી.

પછી શરૂ થઈ રાજસ્થાનની બેટિંગ. શરૂઆતમાં જ તેમનો રોબિન ઉથપ્પા ૧૩ રન બનાવીને આઉટ થઈ ગયો. પછી આવ્યો ટીમનો કેપ્ટન સ્ટીવ સ્મિથ. તે પણ ઝડથી આઉટ થઈ ગયો. પછી ક્રિસ પર આવ્યો સંજુ સેમસન Sanju Samson. પછી બેન સ્ટોક્સ અને સંજૂએ જે કર્યુ તે દિલધડક હતું.


આગળની પાંચ મેચમાં એક પણ સિક્સર વગર માત્ર ૧૦૫ રન બનાવનાર બેન સ્ટોક્સે માત્ર ૬૦ બોલમાં અણનમ ૧૦૭ રન ફટકાર્યા. સંજૂ સેમસને પણ ૩૧ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા અને આ બન્નેએ અશક્ય લાગતી જીત ટીમને અપાવી. ઇનફોર્મ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા બોલર્સ સામે 10ની રનરેટથી રન કરવા ક્યારેય સહેલા હોતા નથી. પણ આ બન્ને ખેલાડીએ આત્મવિશ્વાસ દર્શાવ્યો અને રાજસ્થાનને જીત આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *