અમદાવાદમાંથી ૬ લાખ કિલો નકલી બટર-ચીજ પકડાયું, નકલી તેલ, ઘી, પનીર પકડાયુ?!
તહેવારોમાં બહારનું ખાતા પહેલા આ વાંચી લો…
અંબાજીના પ્રસાદમાં ઘી નકલી પકડાયું, હમણા અમદાવાદમાંથી ૬ લાખ કિલો નકલી બટર-ચીજ પકડાયું, નકલી તેલ જડપાયું…આવા અનેક સમાચાર છે. પ્રશ્ન એ થાય છે આ તો પકડાયું એ છે બાકી નહી પકડાયેલું કેટલું હશે? એવું લાગે છે કે ખણીપીણીની નાની લારીથી થઈને મોટી હોટલ સુધી કંઇકને કંઇક ભેળસેળવાળું પીરસાય છે. પેકેટ ફૂટમાં પામોલિન તેલ, સુગર અને મેદા સિવાય કઈ મળતું નથી. લોકોને રીતસર ઉલ્લુ બનાવવામાં આવે છે.
વર્તમાન સરકારે આયોગ્ય સુવિચાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે પણ આયોગ્ય બગડે જ નહી તે માટે ભેળસેળ બંધ કરાવવાની જરૂર છે. આ ભેળસેળ બે-પાંચ લાખના દંડથી નહી અટકે કડક સજા કરવી પડે. ખાદ્યસામગ્રીમાં ભેળસેળ એટલે માનવવધનો ગુનો લગાવી કાર્યવાહી કરવી જોઇએ..!! ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર ઉભુ કરવું પડે…! જેમની મજબૂત ઇચ્છાશક્તિ હોય ભેળસેળ અટકાવવાની! બાકી દશેરાના દિવસે અધિકારીઓ ફાફડાના સેમ્પલ લેવા જાય, ફાફડા ખવાઈ જાય પછી રીપોર્ટ આવે કે ફાફડા ખાવા જેવા ન હતા. આવું જાહેરમાં થાય છે છતાં બધુ ચાલી જાય છે. મીડિયા અહેવાલો કહે છે કે ગુજરાતમાં કેન્સરના કેસ સૌથી વધુ છે પણ આ સંદર્ભે કોઇ ગંભીરપણુ દેખાતું નથી. હા કેન્સરની દવા વિનામૂલ્યે અપાય છે પણ કેન્સર થાય જ નહી તે માટે કંઇક કરવાની જરૂર છે. હાર્ટ એટેકના બનાવ પણ વધી ગયા છે. લોકોની જીવનશૈલી અને ભેળસેળયુક્ત આહાર પણ આ માટે જવાબદાર છે. આ ઝડપથી અટકવું જોઇએ. ભારતના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને કેમિકલમુક્ત આહાર લેવાનો અધિકાર છે. યુવાપેઢીને મજબૂત રાખવી હશે અને ભારતનું ભવિષ્ય હેલ્દી રાખવું હાશે તો શરૂઆત ભેળસેળ અટકાવીને જ કરવી પડશે..!!